Asusએ ભારતમાં લૉન્ચ કર્યા 4 નવા જોરદાર લેપટોપ, તેની કિંમત અને સ્પેસિફિકેશન વાંચો

News18 Gujarati
Updated: July 31, 2020, 2:31 PM IST
Asusએ ભારતમાં લૉન્ચ કર્યા 4 નવા જોરદાર લેપટોપ, તેની કિંમત અને સ્પેસિફિકેશન વાંચો
Asus લેપટોપ

આ લેપટોપમાં લેટેસ્ટ 10થી જનરેશન ઇન્ટેલ કોર પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે.

  • Share this:
Asusએ ભારતમાં પોતાના ચાર નવા લેપટોપ Asus Zeenbook 13, Zenbook 14, Ausu Vivobokk S14 અને Vivobook K14 લોન્ચ કર્યા છે. આ તમામ લેપટોપને ઓફલાઇનની સાથે એમેઝોન અને ફ્લિપકાર્ટ શોપિંગ સાઇટથી પણ ખરીદી શકાય છે. લેપટોપમાં લેટેસ્ટ 10થી જનરેશન ઇન્ટેલ કોર પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે. Zenbook 13 અને Zenbook 14માં 22 કલાકની બેટલ લાઇફ અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે.  ત્યારે ભાવની વાત કરીએ તો Asus ZenBook 13 - 79,990 રૂપિયાથી શરૂ થાય છે. Asus ZenBook 14 - 79,990 રૂપિયા Asus VivoBook S14 - 67,990 રૂપિયા અને Asus VivoBook Ultra K14 - 39,990 રૂપિયાથી શરૂ થાય છે.

સ્પેસિફેકેશનની વાત કરીએ તો Zenbook 13માં 13.3 ઇંચનું LED બેકલિટ ડિસ્પ્લે 88 ટકા સ્ક્રીન ટૂ બોડી રેશિયોની સાથે મળે છે. તેમાં 10 જનરેશનનું Intel Core i7 પ્રોસેસર છે. જે Iris Plus ગ્રાફિક્સ સાથે મળે છે. આ સાથે જ વિન્ડોઝ 10 હોમ પ્રીલોડેડ મળે છે. તેમાં 16gb રેમ અને 1TB સુધીનો સ્ટોરેજ છે. લેપટોપમાં 67wh લીથિયમ બેટરી છે. જે 22 કલાકનું પાવરબેક આપે છે. સાથે જ કનેક્ટિવિટીની વાત કરીએ તો બે Thunderbolt 3 port, એક USB 3.2 ટાઇપ એ પોર્ટ અને HDMI પોર્ટ છે.

વધુ વાંચો : પ્લાસ્ટિકની બોટલથી બનાવ્યું ફેસ સિલ્ડ, વીડિયો જોઇને યુઝર્સ બોલ્યા 'ગજબ જુગાડ'

Zenbook 13 અને Zenbook 14માં લગભગ તમામ વસ્તુઓ સમાન છે. તેનું વજન અને સ્ક્રીનનું અંતર છે. Zebook 14, 14 ઇંચનું LED બેકલિટ ડિસ્પ્લે 90 ટકા સ્ક્રીન ટૂ બોડી રેશિયો સાથે આપે છે.

વધુ વાંચો : ફેસબુક પ્રતિ યુઝર્સ 7.06 ડૉલર એટલે કે લગભગ 529 રૂપિયાની કમાણી કરે છે.

VivoBook S14માં વિન્ડોઝ 10 હોમ પ્રી ઇન્સ્ટોલ અને 14 ઇંચ LED બેકલિટ ફુલ એચડી આઇપીએસ પેનલ 16.9 અસ્પેક્ટ રેશ્યો અને 85 ટકા સ્ક્રીન ટૂ બોડી રેશ્યો સાથે છે. લેપટોપમાં intel Core i7 10510U CPU, 2GB GDDR5 VRAM, 8GB 2,666MHz DDR4 RAM અને 512GBનું સ્ટોરેજ છે જે 1TB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે Vivobook S14માં વાઇફાઇ 6, બ્લુટૂથ v5.0, યુએસબી 3.2 જેન 1 ટાઇપ સી પોર્ટ, યુએસબી 3.2 જેન 1 ટાઇપ એ પોર્ટ, બે યુએસબી 2.0 ટાઇપ એ પોર્ટસ, HDMI 1.4 અને એક એસડી કાર્ડ રીડર મળે છે. આ સિવાય 50Wh બેટરી આપવામાં આવી છે.

Vivobook Ultra K14 આ લેપટોપમાં 14 ઇંચની ફુલ એચડી LED સ્ક્રીન મળશે, જેનું રેજોલ્યુશન 1920 x 1080 પિકસ્લ છે. તેમાં 10th જનરેશન Intel Core i5-10210U પ્રોસેસર છે. જે Intel UHD Graphics 620ની સાથે છે. લેપટોપમાં 8GB રેમ અને 512GB સ્ટોરેજ છે. પાવર બેક માટે લેપટોપમાં 42Wh 3-cell lithium-polymer બેટરી છે. કનેક્ટિવિટી માટે ડુઅલ બેન્ડ, વાઇફાઇ6, બ્લૂટૂથ v5.0, એક યુએસબી 3.2 જેન 1 ટાઇપ સી પોર્ટ, એક યુએસબી 3.2 જેન, 1 ટાઇપ એ પોર્ટ, બે યુએસબી 2.0 ટાઇપ પોર્ટ્સ, એક 3.5mm નું કોમ્બો ઓડિય જેક ઉપલબ્ધ છે.
Published by: Chaitali Shukla
First published: July 31, 2020, 2:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading