Home /News /tech /Asusએ લોન્ચ કરી અનોખી સ્લેટ, બની જશે લેપટોપ અને Smart TV પણ, જાણો શું છે કિંમત?
Asusએ લોન્ચ કરી અનોખી સ્લેટ, બની જશે લેપટોપ અને Smart TV પણ, જાણો શું છે કિંમત?
Vivobook 13 Slate Windows 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
Asus VivoBookનો ઉપયોગ ટીવી તરીકે પણ થઈ શકે છે. આ 13.3 ઇંચનું OLED લેપટોપ છે. આ લેપટોપ તમને સિનેમાનો આનંદ પણ આપશે. OLED સ્ક્રીન અને Dolby Visionમાં તમને થિયેટરમાં બેસીને મૂવી જોવાનો એક્સપિરીયન્સ થશે.
Asus Vivobook 13 Slate OLED Price: ટેક્નોલોજીની દુનિયામાં રોજ નવા નવા પ્રયોગો થઈ રહ્યા છે. મલ્ટી ટાસ્કિંગ ગેજેટ્સનું નિર્માણ થઈ રહ્યું છે. હવે આવો જ પ્રયોગ Asusએ કર્યો છે. આસુસ ઇન્ડિયા (Asus India)એ મલ્ટીપર્પઝ સ્લેટ લોન્ચ કરી છે. આ સ્લેટ પર તમે લખી શકો છો. જરૂર પડે તો તમે તેને લેપટોપ બનાવી શકો છો અને નવરાશના સમયે તેના પર તમે ટીવી પણ જોઈ શકો છો. આ સ્લેટ ગયા વર્ષે નવેમ્બરમાં યુએસમાં લોન્ચ કરવામાં આવી હતી. હવે તેને ભારતીય માર્કેટમાં રજૂ કરવામાં આવ્યું છે. આ સ્લેટ ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર વેચાણ માટે ઉપલબ્ધ છે.
આસુસે પ્રોડક્ટનું નામ આપ્યું છે વીવોબુક 13 સ્લેટ (Vivobook 13 Slate OLED). આ સ્લેટ 2-1 ઇન કન્વર્ટેબલ નોટબુક અને એસ-પેન સપોર્ટ સાથે રજૂ કરવામાં આવી છે. તેમાં OLED HDR ટચ સ્ક્રીન ડિસ્પ્લે છે. Vivobook 13 Slate વિશે કંપની દાવો કરે છે કે તે વિશ્વનું પ્રથમ 13.3-ઇંચનું OLED વિન્ડોઝ ડિટેચેબલ લેપટોપ છે.
Vivobook 13 Slate OLED ની કિંમત વિશે વાત કરીએ તો 4 GB રેમ અને 128 GB વેરિઅન્ટ મોડલની કિંમત 45,990 રૂપિયા છે. જ્યારે ફિંગરપ્રિન્ટ સ્લીવ, સ્ટેન્ડ, સ્ટાયલસ અને સ્ટાયલસ હોલ્ડર સાથે તેની કિંમત 57,990 રૂપિયા થઈ જાય છે. 8 જીબી રેમ વેરિઅન્ટની કિંમત 62,990 રૂપિયા છે.
Vivobook 13 Slate Windows 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેમાં એક ડિટેચેબલ કીબોર્ડ સાથે ટ્રેક કીપેડ પણ છે. સ્લેટની બેક સાઈડમાં 13-મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે, જ્યારે સેલ્ફી માટે 5-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
Asus Vivobook 13 Slateનો તમે ટેબલેટ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. જો તમને મનોરંજન જોઈએ તો તમે તેનો ઉપયોગ ટીવી તરીકે કરી શકો છો. તેની ડિસ્પ્લે ટચ સ્ક્રીન છે. તેનો આસ્પેક્ટ રેશિયો 16:9 પિક્સલ છે. તેનો ટચ સેમ્પલિંગ રેટ 266hz છે. આ સ્લેટમાં અસુસ પેન 2.0 સ્ટાયલ જેવું ફીચર પણ છે. આ સ્ટાયલને અલગ USB C પોર્ટની મદદથી ચાર્જ કરી શકાય છે અને તે માત્ર 30 મિનિટમાં 0-100 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. એકવાર ફુલ ચાર્જ થયા પછી તેનો ઉપયોગ 140 કલાક સુધી કરી શકાય છે.
Asusની આ સ્લેટને મેગ્નેટિક ડિટેચેબલ ફુલ સાઇઝ કીબોર્ડ સાથે રજૂ કરવામાં આવી છે. તે 170 ડિગ્રી હિન્જ સુધી આવે છે. તેમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. આ સ્લેટમાં ચાર બિલ્ટ-ઇન સ્પીકર્સ છે અને તેમાં ડોલ્બી એટમોસ સપોર્ટ આપવામાં આવ્યું છે.
આ સ્લેટમાં ઇન્ટેલ પેન્ટીયમ સિલ્વર એન 6000 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 8 GB રેમ અને 256 GB NVM ઈ-ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. તેમાં 8 GB રેમ અને 64 GB ઈએમએમસી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. માત્ર 39 મિનિટમાં આ લેપટોપ 60 ટકા ચાર્જ થઈ જાય છે.
Asus Vivobook 13 Slate માં પાવર માટે 50WHr બેટરી પેક છે. તે 65Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
ફુલ સ્ક્રીન ટીવીનો આનંદ
Asus VivoBookનો ઉપયોગ ટીવી તરીકે પણ થઈ શકે છે. આ 13.3 ઇંચનું OLED લેપટોપ છે. આ લેપટોપ તમને સિનેમાનો આનંદ પણ આપશે. OLED સ્ક્રીન અને Dolby Visionમાં તમને થિયેટરમાં બેસીને મૂવી જોવાનો એક્સપિરીયન્સ થશે. આ સાથે Asus પેન 2.0 પણ આપવામાં આવી રહી છે. આ પેન સાથે તમને 4 ઇન્ટરચેન્જેબલ પેન ટીપ્સ મળશે. તેનું ટચપેડ ઘણું મોટું છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર