Asusની લોન્ચ ઇવેન્ટમાં નવાં લેપટોપ, મોબાઇલ ફોન, ડેસ્કટોપ અને નવાં ગેજેટ્સનો ખજાનો

આસુસ દ્વારા લોન્ચ ઇવેન્ટ

Asusનું નવું Vivobook Pro 16-ઇંચ અને 14-ઇંચ એમ બે સાઈઝમાં આવે છે. જેમાં નેનોએજ 4K OLED ડિસ્પ્લે, AMD Ryzen 5000 H સિરીઝ મોબાઈલ પ્રોસેસર અથવા Intel Core i7 અને NVIDIA GeForce RTX 3050 Ti ગ્રાફિક્સ મળે છે. આમાં Asusનું ડાયલપેડ પણ આપવામાં આવ્યું છે

  • Share this:
Asus દ્વારા ક્રિએટ ધ અનક્રિએટેડ લોન્ચ ઇવેન્ટ દરમિયાન સર્જકોને સશક્ત બનાવવા બ્રાન્ડની ઇકોસિસ્ટમના મોટા વિસ્તરણની જાહેરાત થઈ છે. જેમાં નવા ProArt સોલ્યુશન્સની વધુ સારી સિરીઝ, ક્રિએટિવ પ્રોફેશનલ્સ અને પ્રોફેશનલ કન્ઝ્યુમર્સ માટે Windows 11 લેપટોપ અને પીસીનું આકર્ષક સિલેક્શન અને બધા જ ક્રિએટર્સ માટે OLED ડિસ્પ્લેવાળા લેપટોપનો સમાવેશ થાય છે. નવા લેપટોપ, ડિસ્પ્લે, પેરિફેરલ્સ, ડેસ્કટોપ, પ્રોજેક્ટર અને મધરબોર્ડ જેવા ઇનોવેશન કન્ટેન્ટ ક્રિએટર્સમાં સર્જનાત્મક ખીલવવા મદદરૂપ બનશે. જેથી ચાલો Asus દ્વારા ક્રિએટ ધી અનક્રિએટેડ લોન્ચ ઇવેન્ટ દરમિયાન લોન્ચ થયેલા ગેજેટ્સ પર નજર નાખીએ.

પ્રોઆર્ટ સ્ટેશન પીડી5 (ProArt Station PD5)- આ એક પ્રકારનું ડેસ્કટોપ પીસી છે. જેનો ઘરે કે ઓફીસે ઉપયોગ થઈ શકે છે. આ કમ્પ્યુટરમાં 11મી જનરેશનની ઇન્ટેલ કોર i9 પ્રોસેસર આવે છે. તેની સાથે NVIDIA GeForce RTX 3070 અથવા A2000 ગ્રાફિક્સ મળે છે. ProArt Station PD5ને ક્રિએટર્સને ધ્યાને રાખીને બનાવાયું છે. જેમાં LED ઇન્ડિકેટર, ટૂલ વગરની હાર્ડ ડ્રાઈવ ટ્રે, ભૂલથી ટચ ન થઈ જાય તે માટે પાવર બટન પર શિલ્ડ સહિતની સુવિધા આપવમાં આવી છે.

આ પણ વાંચો- હ્યુન્ડાઇ i20 N Line થઈ લોન્ચ, અહીં જાણો કિંમત અને ફીચર્સ સહિતની ડિટેઇલ્સ

પ્રોઆર્ટ ઓલેડ પીએ32ડીસી ડિસ્પ્લે (ProArt OLED PA32DC Display) પ્રોઆર્ટ ડિસ્પ્લે OLED PA32DC ઓટોમેટિક કેલિબ્રેશન માટે બિલ્ટ-ઇન કેલિબ્રેટર આપતું વિશ્વનું પ્રથમ OLED મોનિટર છે. તેમાં 31.5-ઇંચની 4K (3840 × 2160) HDR RGB સ્ટ્રાઇપ OLED પેનલ છે. જે 1,000,000:1 કોન્ટ્રાસ્ટ રેશિયો આપે છે. OLED સેલ્ફ-એમિટિંગ સ્ટ્રકચર સાથે મોનિટર 0.1 ms અને 99% DCI-P3 અને એડોબ RGB કલર આપે છે. આ સાથે તેમાં એકથી વધુ HDR ફોર્મેટ પણ મળે છે. બિલ્ટ-ઇન કેલિબ્રેટર ProArt 2.0 calibration સોફ્ટવેરનો ઉપયોગ કરીને સિમ્પલ કલર કેલિબ્રેશન આપે છે. આ સાથે જ Calman અને Light Illusion ColourSpace CMS. જેવા થર્ડ પાર્ટી સોફ્ટવેર માટે પણ સરળ ઇન્ટેગ્રેશન મળે છે. દરેક મોનિટર એચડીઆર અને એસડીઆર કલરમાં ફેક્ટરી પ્રી-કેલિબ્રેશન સાથે આવે છે અને ડિસ્પ્લે યુઝર્સને રીકેલિબ્રેશન વિશે રિમાઇન્ડ કરવા નોટિફિકેશન મોકલે છે.

આ પણ વાંચો- 50 mp કેમેરા વાળો Redmi 10 Prime લોન્ચ, જાણો તેનો ભાવ અને સ્પેસિફિકેશન

પ્રોઆર્ટ X570 ક્રિએટર વાઇફાઇ (ProArt X570-Creator WiFi)- Asus દ્વારા ProArt X570-Creator WiFi નામનું મધરબોર્ડ લોન્ચ થયું છે. જે ક્રિએટિવ પ્રોફેશનલ માટે 3 ડી મોડેલિંગ, રેન્ડરિંગ, ટેક્સચરિંગને હેન્ડલ જેવા મલ્ટી-થ્રેડેડ વર્કલોડ માટે રચાયેલ છે. જેમાં 14+2 પાવર સ્ટેજ અને કુલિંગ ડિઝાઇન મળે છે. આ સાથે મજબૂત VRM હીટસિંકનો સમાવેશ થાય છે. જે તાપમાન ઓછું રાખે છે. તેમજ પીસીએચથી નોઈસ ઘટે છે. આ બોર્ડમાં થંડરબોલ્ટ 4, ઓનબોર્ડ 10G અને 2.5G ઇથરનેટ, Wi-Fi 6E, પાંચ યુએસબી 3.2 જનરલ 2 પોર્ટ અને ત્રણ PCIe 4.0 M.2 સ્લોટ જેવા પાવરફૂલ કનેક્શન મળે છે. તેમજ પ્રોફેશનલ ડિઝાઇન અને ક્રિએટિવ સ્ટુડિયો માટે ASUS કંટ્રોલ સેન્ટર એક્સપ્રેસનું એડવાન્સ યુએસબી-પોર્ટ મેનેજમેન્ટ ફંક્શન ક્રિએટિવ એસેટ અને અન્ય મહત્વના ડેટા લીકને અટકાવે છે.

આ પણ વાંચો-ભારતમાં લોન્ચ થઈ Tataની પાવરફુલ ઇલેક્ટ્રિક કાર Tigor EV, સિંગલ ચાર્જમાં ચાલશે 306 km

પ્રોઆર્ટ સ્ટુડિઓ પ્રો 16 ઓલેડ (ProArt Studiobook Pro 16 OLED- Asus ProArt Studiobook Pro 16 OLED લેપટોપ AMD Ryzen 5000 સિરીઝ (W5600) પ્રોસેસર અથવા 3 જનરેશન ઇન્ટેલ ઝીઓન વર્કસ્ટેશન પ્રોસેસર (W7600) સાથે આવે છે. 16 ઇંચની 4K OLED HDR ડિસ્પ્લે 100 ટકા DCI-P3 કલર આપે છે. Asus દ્વારા ProArt Studiobook Pro 16 પર Asus ડાયલ રોટરી કંટ્રોલર પણ મૂક્યું છે. જેનો ઉદ્દેશ ક્વિક ક્રિએટિવ કંટ્રોલનો છે. કનેક્ટિવિટી માટે લેપટોપમાં અલ્ટ્રાફાસ્ટ PCIe 3.0 અથવા PCIe 4.0 SSDs, 64 GB સુધી DDR4 RAM અને લેટેસ્ટ થંડરબોલ્ટ 4 (W7600) પોર્ટ USB 3.2 Gen 2 Type-C®️ (W5600) પોર્ટ, પ્લસ HDMI 2.1 અને SD એક્સપ્રેસ 7.0 કાર્ડ રીડર આપવામાં આવે છે.

આ પણ વાંચો-Samsung Galaxy Z Fold 3: જાણો ફોનનાં ફિચર્સ, ટેક્નોલોજી અને ફોન વિશે બધુ જ

પ્રોઆર્ટ સ્ટુડિઓબુક 16 ઓલેડ (ProArt Studiobook 16 OLED)

આ લેપટોપ AMD Ryzen 5000 સિરીઝ (H5600) અથવા Intel Core i9 (H7600) પ્રોસેસર અને NVIDIA GeForce RTX 3070 (H5600) અથવા 3060 (H7600) ગ્રાફિક્સ સાથે આવે છે. આ ઉપરાંત 16-ઇંચની 4K OLED HDR 16:10 ડિસ્પ્લે મળે છે. જે 100% DCI-P3 કલર આપે છે. આ લેપટોપમાં 64 જીબીની 3200 MHz DDR4 રેમ અને લેટેસ્ટ થંડરબોલ્ટ 4 (H7600) અથવા USB 3.2 જનરલ 2 ટાઇપ-સી (H5600) પોર્ટ, પ્લસ HDMI 2.1 અને SD એક્સપ્રેસ 7.0 કાર્ડ રીડર સાથે આવે છે.

વિવોબુક પ્રો 14એક્સ/16એક્સ ઓલેડ (Vivobook Pro 14X/16X OLED)- નવું Vivobook Pro 16-ઇંચ અને 14-ઇંચ એમ બે સાઈઝમાં આવે છે. જેમાં નેનોએજ 4K OLED ડિસ્પ્લે, AMD Ryzen 5000 H સિરીઝ મોબાઈલ પ્રોસેસર અથવા Intel Core i7 અને NVIDIA GeForce RTX 3050 Ti ગ્રાફિક્સ મળે છે. આમાં Asusનું ડાયલપેડ પણ આપવામાં આવ્યું છે. લેપટોપમાં 96Whr હાઈ ક્વોલિટી બેટરી મળે છે. આ સાથે ડ્યુઅલ-ફેન કૂલિંગ ડિઝાઇન આવે છે. લેપટોપમાં એનોડાઇઝ્ડ-મેટલ, બ્લેક એન્ડ કૂલ સિલ્વર અથવા વીવ-કોટિંગ મીટિઅર વ્હાઇટ અને કોમેટ ગ્રે કલર વિકલ્પો પણ મળે છે.

વિવોબુક પ્રો 14/15 ઓલેડ (Vivobook Pro 14/15 OLED)-મઆ લેપટોપમાં 14-15 ઇંચની નેનોએજ 2.8K/FHD OLED ડિસ્પ્લે મળે છે. આ સાથે AMD Ryzen 5000 H સિરીઝ મોબાઈલ પ્રોસેસર કે Intel Core i7, NVIDIA GeForce RTX 3050 ગ્રાફિક્સનો પાવર મળે છે. લેપટોપમાં ડ્યુલ ફેન કુલિંગ સિસ્ટમ અને અલ્ટ્રાફાસ્ટ વાઈફાઈ 6 સહિતની અનેક સુવિધા આપવામાં આવે છે.

ઝેનબૂક પ્રો ડ્યુઓ 15 ઓલેડ (Zenbook Pro Duo 15 OLED)- આ લેપટોપમાં 15.6 ઇંચની ડિસ્પ્લે છે. આ સાથે તેમાં નવી ટીલટિંગ Asus સ્ક્રીનપેડ પ્લસ મળે છે. તેની સેકન્ડરી ટચસ્કિનમાં ઈંપ્રૂવમેન્ટ કરાયું હોવાનો કંપનીનો દાવો છે. જેથી તે મેઇન 4K OLED HDR નેનોએજ ટચસ્ક્રીન સાથે મલ્ટી ટાસ્કિંગ ખૂબ સારું કરે છે. આ લેપટોપમાં ઇન્ટેલ કોર i9 પ્રોસેસર અને નવું NVIDIA GeForce RTX 3070 ડિસ્ક્રીટ ગ્રાફિક્સ મળે છે.

ઝેનબૂક 14એક્સ ઓલેડ અને ઝેનબૂક 14 ફ્લિપ ઓલેડ

આ બંને લેપટોપ ખૂબ સ્લિમ અને હળવા છે. તેમાં 16:10 4K OLED HDR નેનોએજ ટચસ્ક્રીન મળે છે. તેમજ તેમાં 11મી જનરેશનના ઇન્ટેલ કોર પ્રોસેસર્સ અથવા AMD Ryzen 5000 H-Series પ્રોસેસર્સની તાકાત છે.

અન્ય પ્રોડક્ટ પણ થઈ લોન્ચ- આ બધી પ્રોડક્ટ ઉપરાંત Asus દ્વારા મધરબોર્ડ, માઉસ, માઉસ પેડ, પોર્ટેબલ મોનીટર, પ્રોજેકટર સહિતની પ્રોડક્ટ પણ લોન્ચ કરવામાં આવી હતી.
Published by:Margi Pandya
First published: