નવું સેમી-ઑટૉમેટિક વૉશિંગ મશીન લેવાનું વિચારી રહ્યાં છો?, Whirlpoolના નવા મોડેલ Ace XL વિશે જાણો

Whirpool Ace XL વોશિંગ મશીનની સુવિધાઓ તેને બજારમાં મળતા બીજા સેમી-ઓટોમેટિક વોશિંગ મશીનથી અનન્ય બનાવે છે.

Whirlpool સેમી-ઑટૉમેટિક શ્રેણીમાં એક નવું મોડેલ, Ace XL લઈને આવી છે.

 • Share this:
  અમદાવાદ : કપડાં ધોવાનું કામ ઘણી વાર માથાભારે સાબિત થઈ શકે છે. પરંતુ, એક સારૂં વૉશિંગ મશીન ફક્ત તમારા કપડાના જિદ્દી મેલા ડાઘને જ સાફ નથી કરતું પરંતુ સાથે સાથે તમારો કિંમતી સમય પણ બચાવે છે. ખરેખર, આ એક એવું ઉપકરણ છે જેના વગર મોટાભાગના લોકોનું જીવન ઘણીવાર મુશ્કેલ બની જાય છે. 0Whirlpool ઘણા વર્ષોથી તમારા મેલા કપડાં ધોઈને તમારું કામ સહેલું કરતું આવ્યું છે. સાથે જ તેમણે તમારી જરૂરિયાત મુજબ બજેટ મોડેલોથી લઈને ઉચ્ચ-ક્ષમતાવાળા મોડેલો સુધીની વિશાળ શ્રેણીઓના વૉશિંગ મશીનો પ્રદાન કર્યા છે.

  કપડાં ધોવાના તમારા અનુભવને અનુકૂળ બનાવવા માટે કંપની સેમી-ઑટૉમેટિક શ્રેણીમાં એક નવું મોડેલ, Ace XL લઈને આવી છે. આ મોડેલ 10.5, 9.5 અને 9 કિલોની ત્રણ સાઇઝમાં આવે છે, જેમાં તમને ગ્રેફાઇટ ગ્રે, કોરલ-રેડ, રોયલ પર્પલ અને સિલ્વર-ગ્રે જેવા રંગોનો વિકલ્પ મળે છે. ફક્ત ₹ 15,000 થી શરૂ થતા આકર્ષક ભાવે Ace XL માં તમને, 3D સ્ક્રબ ટેકનોલોજી, 3D લિંટ ફિલ્ટર, 3D ટર્બો ઇમ્પેલર વગેરે જેવી ઘણી સુવિધાઓ મળે છે જેથી તમે રોજિંદાની કપડાં ધોવાની સમસ્યા યોગ્ય કિંમતે હલ કરી શકો છે. Ace XL ને તેની ડિઝાઇન માટે IF ડિઝાઇન એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. પર્ફોર્મન્સ અને ડિઝાઇન ને કારણે આ વૉશિંગ મશીન સેમી-ઑટૉમેટિક કેટેગરીમાં બજારમાં ખૂબ પ્રભુત્વ ધરાવે છે.

  એક સાથે ધોવાશે 14 કિંગ સાઇઝ બેડ શીટ્સ

  મેલા કપડાંના ડામચિયાથી હેરાન છો? શું આટલા બધા કપડાં એક સાથે મશીનમાં નાખતા યોગ્ય સફાઈ મળશે કે નહીં તેની ખાતરી નથી? તો હવે ચિંતા કરવાનું મૂકો. 10.5 KG સુધીની વિશાળ ક્ષમતા અને અનન્ય 3D ટર્બો ઇમ્પેલર સાથે, Ace XL સુનિશ્ચિત કરે છે કે ભારે વૉશ દરમિયાન પણ તમને શ્રેષ્ઠ વૉશ મળે અને દરેક કપડું સારી રીતે ધોવાય. તેના 3D સ્ક્રબ પેડ્સ કપડાંને ઉંધા-ચત્તા ફેરવી કપડાની ગંદકીને સરળતાથી એક સાથે ધોવે છે પછી ભલે ને તમે એક સાથે 14 કિંગ-સાઇઝ બેડની બેડશીટ ધોવા નાખી હોય!

  10 જિદ્દી ડાઘ નિકાળે છે

  કપડાં પર પડેલ કેચઅપ, કોફી, તેલ, જૂસ, અને બૂટ પોલિશના ખડતલ ડાઘ ઘસી ઘસીને કંટાળી ગયા છે? Ace XL ની 3D સ્ક્રબ તકનીકીથી હવે તમે આવા 10 જેટલા જુદા જુદા ડાઘને સરળતાથી દૂર કરી શકો છે.

  ઉચ્ચ સ્પિન ક્ષમતા: આ વૉશિંગ મશીન 1400 RPM સ્પીડની સ્પિન મોટર સાથે આવે છે જે એક જ સમયે ભારે કપદને પણ એકજ વારમાં સુકાવાની ખાતરી આપે છે.

  3D લિન્ટ ફિલ્ટર
  આ વૉશિંગ મશીન ત્રણ લેયર વાળી ફિલ્ટરેશન પ્રક્રિયા સાથે બનાવવામાં આવી છે જે અસરકારક રીતે કપડાના મેળને કાઢીને દરેક ધોવાણ બાદ કપડાંને તાજા અને સ્વચ્છ બનાવે છે.

  સખત પાણીમાં પણ ઉત્તમ વૉશ

  આ મશીનનો અનન્ય પ્રોગ્રામ ડીટર્જેંટનો યોગ્ય ઉપયોગ કરી વધુ સારી પર્ફોર્મન્સ આપે છે. આની વૉશ સાઇકલને કારણે અનુકૂળ રીતે સખત પાણીમાં પણ સરળતાથી ડાઘ ધોઈ શકાય છે.

  વોટરપ્રૂફ તેમજ શોકપ્રૂફ કંટ્રોલ પેનલ

  કપડાં ધોતા સમયે પાણી ઢોળવું તો સ્વાભાવિક છે. તેના સિવાય વૉશિંગ મશીનો પણ ઘરમાં બહાર તરફ રાખવામાં આવે છે જેથી વરસાદમાં ઘણી વાર મશીન પલળીને ખરાબ થઈ શકે છે. ACE XL એ વોટરપ્રૂફ અને શોકપ્રૂફ કંટ્રોલ પેનલ સાથે આવે છે જેથી તમને આવી કોઈ બાબતની ચિંતા કરવાની જરૂર નહીં પડે. તો હવે તમે પાણી ઢોળાવાની ચિંતા વિના કપડાં ધોઈ શકો છો.

  5 વૉશ પ્રોગ્રામ

  ACE XL માં વિવિધ પ્રકારની વૉશ સાઇકલ છે જે તમારી વૉશિંગ ની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આમાં કાપડના પ્રકારની જરૂર મુજબ ડેલિકેટ, જેંટલ, નોર્મલ, નોર્મલ પ્લસ અને સ્ટેનવૉશનો સમાવેશ થાય છે.

  સરળતાથી કરો શિફ્ટ:

  મોટી ભારે વૉશિંગ મશીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવું ઘણું મુશ્કેલ હોય છે. પરંતુ ACE XL માં આવતા વ્હીલ્સની મદદથી તમે મશીનને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકો છો.

  IF ડિઝાઇન એવોર્ડ વિજેતા:

  ACE XL એ ફક્ત પરફેક્ટ પર્ફોર્મેન્સ દેનાર મશીન નથી પરંતુ ઉપર દર્શાવેલ ઉચ્ચતમ ફીચરો સાથે તેની ડિઝાઇન પણ ઘણી આકર્ષક છે. આની ગ્લોસી લીડ અને કંટ્રોલ પેનલ સાથે ટચપોઈંટ પર આપેલ ક્રોમ ટોપ બટનો તમને પ્રીમિયમ ફીલ આપે છે. તેથી જ ACE XL એ IF ડિઝાઇન એવોર્ડ 2019 ની વિજેતા છે. IF Design એવોર્ડ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ડિઝાઇન સ્પર્ધાઓમાંથી એક છે, જેમાં આ વર્ષે 50 થી વધુ દેશોમાંથી 6400 પ્રવેશો દાખલ થયા છે.

  મહત્તમ ફીચરો અને આકર્ષક ડિઝાઇન સાથે ઉચ્ચતમ વૉશિંગ પર્ફોર્મન્સ પૂરું પાડવા સિવાય Whirpool ACE XL એ લાંબા સમય સુધી ટકે એવી વૉશિંગ મશીન છે. તે એન્ટી-કોરોસિવ બોડી સાથે આવે છે અને તેમાં તમને પાંચ વર્ષની વોરંટી પણ મળે છે. આ એનર્જી માટે માટે 5 સ્ટાર રેટિંગ પણ ધરાવે છે!

  Whirpool ACE XL સેમી-ઑટૉમેટિક વૉશિંગ મશીનની ખરીદી માટે તમારા નજીકના સ્ટોરની મુલાકાત લો અથવા અહીં ક્લિક કરો અને શ્રેષ્ઠ વૉશનો અનુભવ માણવા તૈયાર થઈ જાઓ.
  Published by:Jay Mishra
  First published: