વોટ્સ એપમાં યુઝર લોગીન હશે વધુ સુરક્ષિત! માત્ર આ યુઝર્સ જ લઇ શકશે ફાયદો, જાણો બધું જ

વોટ્સ એપમાં યુઝર લોગીન હશે વધુ સુરક્ષિત! માત્ર આ યુઝર્સ જ લઇ શકશે ફાયદો, જાણો બધું જ
પ્રતિકાત્મક તસવીર

નવા બદલાવમાં તે વધુ સુરક્ષિત હશે તો વોટ્સએપમાં હાલના લોગીન ઓટીપી મેસેજ અતિથ થઇ જશે કે પછી કહીએ કે ઓપ્શન થઇ જશે.

  • Share this:
નવી દિલ્હી : વોટ્સએપ પોતાના લોગ ઇન ઓટીપીને જલદી જ બદલવા જઇ રહ્યું છે. નવા બદલાવમાં તે વધુ સુરક્ષિત હશે તો વોટ્સએપમાં હાલના લોગીન ઓટીપી મેસેજ અતિથ થઇ જશે કે પછી કહીએ કે ઓપ્શન થઇ જશે. WABetaInfoના હાલની રિપોર્ટ અનુસાર વોટ્સએપ એક ફ્લેશ કોલ નામના ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય યૂઝર્સના વોટ્સએપ લોગીનની હાલની ઓથેન્સિટીને બદલવાનો છે, જેમાં વન ટાઇમ પાસવર્ડનો ઉપયોગ થાય છે.

ફ્લેશ કોલમાં આ જરૂરી હશે કે યૂઝર પોતાનું વોટ્સએપ એક્સેસ આપે તેના ફોન ડાયલરથી અને કોલ લિસ્ટમાં પણ. જોકે આ સુવિધા વૈકલ્પિક હશે. પરંતુ આ જોતા વોટ્સએપ લોગીન ફ્લેશ કોલને વધુ સુરક્ષિત વિકલ્પના રૂપમાં માની શકાય છે. પરંતુ જેમ કે કહેવામાં આવ્યું છે કે માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ જ તેનો ઉપયોગ કરી શકશે, આઇઓએસ યુઝર્સ હાલ વધુ સુરક્ષિત લોગીન ફીચરનો ઉપયોગ નહીં કરી શકે.ફ્લેશ કોલ ફીચર માટે યૂઝર્સને એપમાં આપવી પડશે પરમિશન

વોટ્સએપ ફ્લેશ કોલ ફીચર માટે યૂઝર્સને એપમાં પરમિશન આપવી પડશે. એક વખત પરમિશન એક્સેપ્ટ થઇ જાય છે તો પછી વોટ્સએપ સર્વર તેની જાતે યૂઝરના ફોન પર કોલ કરશે અને પછી તેની જાતે કટ થઇ જશે. આમ કરવાથી વોટ્સએપની જૂની રીત જેમાં ઓટીપી પાસવર્ડને મેન્યૂઅલી અપડેટ કરવો પડતો હતો. જેની જરૂર હવે ખતમ થઇ જશે, જ્યારે પણ તેઓ લોગીન માટે પ્રયત્ન કરશે. જે રીતે છેલ્લા થોડા દિવસોમાં સામે આવ્યું હતું કે ઘણા સ્કેમર્સ ઘણા સમયથી હેકિંગનો પ્રયાસ કરી રહ્યા હતા. હાલના જ હેકમાં તે સામે આવ્યું હતુ કે એક હેકરે યૂઝરનો ઓટીપી એક્સેસ કરીને તમામ જાણકારી ચોરી લીધી હતી.

વોટ્સએપ એકવાર કોલ લોગ અને ડાયલરને કરશે એક્સેસ

બીટા રિપોર્ટ અનુસાર આ ફીચર પર હાલ કામ કરવામાં આવી રહ્યું છે અને વોટ્સએપ યૂઝર્સને તેને રજૂ કરવાનો સૌથી સારો ઉપાય શોધી રહ્યા છે. હાલ બીટા અપડેટ રિપોર્ટમાં સામે આવેલ વોટ્સએપ ઓટોમેટિક વેરિફિકેશન કોલ સ્ક્રિન એપને જણાવે છે કે તેને પરમીશનની જરૂર શા માટે છે, સિંગલ લાઇન પ્રોમિસની સાથેની વોટ્સએપ માત્ર કોલ લોગ અને ડાયલરને એક વખત એક્સેસ કરશે. ત્યાર બાદ નહીં. સ્ક્રીન ઉપયોગકર્તાઓ માત્ર કોલ પ્રક્રિયાની સાથે સત્યાપનની ડિટેઇલ કરનાર પેજથી પણ જોડશે.

આ માટે iPhone યૂઝર્સ નહીં કરી શકે ઉપયોગ

જોકે ભલે આ ફીચર Android માટે ડેબ્યૂ કરતું હોય પણ આઇઓએસ યુઝર્સને આ સુવિધા નહીં મળે. જેનું કારણ છે એપલ એક API નથી ધરાવતું જે કોઇ પણ વપરાશકર્તાના ડાયલર અને કોલ લોગને એક્સેસ પ્રદાન કરતું હોય. તેનો અર્થ છેકે તમામ iPhone યુઝર્સ વોટ્સએપમાં લોગ ઇન કરવા માટે ઓટીપી પર નિર્ભર રહેશે. કોલિંગ સેવાને એપને સ્કેમર સામે મદદ કરવી જોઇએ, કારણ કે આ તમામ મેન્યુઅલ ઇનપુટને બાયપાસ કરે છે અને તેથી અટેકર્સને યુઝર્સના એકાઉન્ટ્સના એક્સેસ માટે કોઇ રસ્તા આપતું નથી.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ