ફોનમાં Gmail Appમાં ઉમેરાયું આ મહત્વનું ફીચર, અહીં જાણો નવા અપડેટની ડિટેઇલ્સ

પ્રતિકાત્મક તસવીર

જો તમે પણ એન્ડ્રોઇડ અથવા iPhoneમાં Gmail એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે.

  • Share this:
નવી દિલ્હી : જો તમે પણ એન્ડ્રોઇડ અથવા iPhoneમાં Gmail એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. હવે તમે ફોનમાં પણ Gmailના ચેટને એક્સેસ કરી શકશો. હવે તમામ ફીચર એક જ એપમાં મળી જશે. જેના તેમારે પરિણામે અલગ અલગ એપમાં સ્વિચ કરવું પડશે નહીં.

અત્યાર સુધી આ સુવિધા ડેસ્કટોપ સુધી જ સીમિત હતી. પણ હવે ફોન પર પણ આ સુવિધાનો લાભ મળશે. હવે આઈફોન iPhone, આઇપેડ iPadમાં બોટમમાં ચાર ટેબ હશે, Gmail, Chat, Meet અને Room સહિતનું અહીંથી જ એક્સેસ થઈ શકશે. અલબત્ત જ્યારે news18 દ્વારા iPhone પર Gmail ચેટ એક્સેસ ઈનેબલ કરવાનો પ્રયત્ન થયો, ત્યારે તે શરૂ થઈ ગયું પણ Androidમાં ન થયું. એવું કહેવાય છે કે, ટૂંક સમયમાં આ સુવિધા Android ફોનમાં પણ ઉપલબ્ધ થઇ જશે.

આવી રીતે કરો એક્ટિવ

Android હોય કે iPhone, તમારા ફોનમાં Gmail એપ પર ચેટ સુવિધા શરૂ કરવા માટે સૌથી પહેલા તમારા ફોનમાં Gmailનું લેટેસ્ટ વર્ઝન અપડેટ છે કે નહીં તે જુઓ. ત્યાર બાદ જો નવું વર્ઝન અપડેટ ન હોય તો ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલના પ્લે સ્ટોરમાં જઈ અપડેટ કરી લો.

અપડેટ કરી લીધા બાદ Gmail એપ પર જાવ અને મેન્યુ પર ક્લિક કરો. મેન્યુ ડાબી બાજુએ ટોપ પર જોવા મળશે. ત્યાં સેટિંગમાં જઈને પર્સનલ ગૂગલ એકાઉન્ટને પસંદ કરો. હવે તમને અહીં એક વિકલ્પ જોવા મળશે. જેમાં ચેટ એક્સેસ લખેલું રહેશે. તે ક્લિક કરશો એટલે ગ્રીન સાઈન જોવા મળશે. હવે Gmail એપને રિસ્ટાર્ટ કરો. તમને ચારેય ટેબ બોટમમાં જોવા મળશે, જેમાં ચેટને જોડી દેવાયું છે.

ચારેય સુવિધા એક જ એપમાં

ચેટ અને મીટ સામે વર્કપલ્સ એકાઉન્ટ માટે ઝૂમ અને સ્કેલ જેવા હરીફો ઉભા છે. હવે આ સુવિધા શરૂ કરવાથી નિષ્ક્રિય હેંગઆઉટ યુઝર ફરીથી એક્ટિવ થશે. જેનાથી વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્લિકેશનને કોમ્પિટિશન મળશે. ગૂગલ, ચેટ ઇન્ટરફેસમાં તમે મીડિયા અને ફોટા શેર કરવા સક્ષમ રહેશો. ફાઈલને શેર કરવા માટે ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરી શકશો. વિડીયો ચેટ માટે ગૂગલ મિટિંગ પર સ્વિચ પણ થઈ શકશે. ગૂગલ કેલેન્ડરનો ઉપયોગ કરીને તમે મિટિંગ પણ શેડ્યુલ કરી શકશો. કહેવાનો મતલબ એ છે કે, હવે તમામ ફીચર એક જ એપમાં મળી જશે. જેના પરિણામે અલગ અલગ એપમાં સ્વિચ કરવું પડશે નહીં.
First published: