તમારા ફોનમાં તો નથી ને આ Apps, જે ફેસબુકને આપે છે ડેટા!

મોબાઇલ એપ્સ ફેસબુકને તેના યુઝર્સનો ડેટા આપી રહી છે

એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, કેટલાક પ્રકારની મોબાઇલ એપ્સ ફેસબુકને તેના યુઝર્સનો ડેટા આપી રહી છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ફેસબુકના ડેટા ચોરીના સમાચાર સતત ચર્ચામાં રહે છે. હવે એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, કેટલાક પ્રકારની મોબાઇલ એપ્સ ફેસબુકને તેના યુઝર્સનો ડેટા આપી રહી છે.

  એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ઘણી સ્માર્ટફોન એપ યુઝર્સને જાણકારી આપ્યા વગર માસિક ધર્મ અને શરીરના વજન જેવી મહત્વની અંગત વાતો ફેસબુકને મોકલે છે.

  ન્યૂઝપેપર 'વોલ સ્ટ્રીટ જર્નલ'એ તેના ઇન્ટરનલ ઇન્વેસ્ટીગેશનના આધારે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવ્યું કે, જાહેરાતો સાથે જોડાયેલા ટૂલનો ઉપયોગ કરીને પર્સનલ ડેટા ફેસબુક સાથે શેર કરી શકાય છે. ભલે એપ યુઝર ફેસબુકનો ઉપયોગ કરતો હોય કે ન હોય.

  રિપોર્ટ પ્રમાણે, એપ તરફથી ભેગી કરવામાં આવેલી માહિતીમાં શરીરનું વજન, ગર્ભાવસ્થાની સ્થિતિ, ઓવ્યુલેશન સંબંધી માહિતી અને ખરીદવામાં આવેલી વસ્તુઓ સામેલ છે.

  આ પણ વાંચો: જુઓ MWC 2019માં લોન્ચ થનારા સ્માર્ટફોનનું લિસ્ટ

  ત્યાં જ, ફેસબુકે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ફેસબુકની પ્રવક્તા નિસા અંકલેસરિયાએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે એપ ડેવલોપર્સ યુઝર્સ અંગે અમારી સાથે શેર કરેલી માહિતીને લઇને બિલકુલ સ્પષ્ટ રહે અને અમે સંવેદનશીલ માહિતી ન મોકલવા કહીએ છીએ.

  તેમણે કહ્યું કે, અમે એ આંકડા અંગે જાણકારી મેળવવા અને તેને હટાવવા માટે પણ પગલા લઇએ છે, જેને અમારી સાથે શેર ન કરવું જોઇએ.
  Published by:Azhar Patangwala
  First published: