19થી 25 જુલાઈ સુધી ચાલશે Appleનો સેલ, અત્યાર સુધીનો સૌથી ઓછી કિંમતમાં મળશે iPhone 11

19થી 25 જુલાઈ સુધી ચાલશે Appleનો સેલ, અત્યાર સુધીનો સૌથી ઓછી કિંમતમાં મળશે iPhone 11
પ્રતિકાત્મક તસવીર

એમેઝોનની એપલ ડેઝ સેલ આજે શનિવારે 12 વાગ્યાથી શરુથઈને 25 જુલાઈ સુધી ચાલશે. આ અંતર્ગત iPhone 11 સીરીઝ, એપલ વોચ, MacBook ઉપર તગડી ઓફર મળશે.

 • Share this:
  નવી દિલ્હીઃ એમેઝોન (Amazon)ની એપલ ડેઝ સેલ (Apple Days Sale) આજે શનિવારે 12 વાગ્યાથી શરુથઈને 25 જુલાઈ સુધી ચાલશે. આ અંતર્ગત iPhone 11 સીરીઝ, એપલ વોચ, MacBook ઉપર તગડી ઓફર મળશે. એમેઝોન પ્રમાણે ગ્રાહકોને આ સેલમાં iPhone 11 સિરિઝના મોબાઈલ હેન્ડસેટ અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત ઉપર મળશે. સેલમાં આ ફોન 62,900 રૂપિયામાં મળશે. જ્યારે એચડીએફસી બેન્કના (HDFC Bank) ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર iPhone 11 Pro અને iPhone 11 Pro Max ઉપર 4,000 રૂપિયા સુધીની વધારાની છૂટ મળી શકે છે.

  એપલ આઈપેડ ઉપર 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ


  એમેઝોનના સેલમાં iPhone 8 પ્લસના 64GB હેન્ડસેટ 500 રૂપિયાની છૂટ સાથે 41,500 રૂપિયામાં મળશે. જ્યારે iPhone 7 સિરિઝ પણ આકર્ષક કિંમત ઉપર મળશે. એમેઝોનને જણાવ્યું કે મોટાભાગના એપલ હેન્ડ સેટ ફાઈનાન્સ ઓપ્શન જેવા કે નો કોસ્ટ ઈએમઆઈ અને HDFC બેન્કના ડિબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા કરવા ઉપર વધારાનું ડિસ્કાઉન્ટ ઓફર મળશે.

  એપલ ડેઝ સેલ દરમિયાન Apple iPad સિરિઝ ઉપર 5000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે અને Apple Watch Series 3 ઉપર HDFC બેન્કના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે 1000 રૂપિયા ફ્લેટ ડિસ્કાઉન્ટ ઓફર રહેશે.

  આ પણ વાંચોઃ-શું મચ્છર કરડવાથી ફેલાય છે કોરોના વાયરસ? રિસર્ચમાં થયો આવો ખુલાસો

  આ પણ વાંચોઃ-જોરદાર ઈનોવેશન! અમદાવાદઃ હવે તમારા કાંડામાં લાગેલા બેન્ડથી થશે હેન્ડ સેનિટાઈઝ

  આ પણ વાંચોઃ-અમદાવાદ માર્કેટમાં ચાંદી મોંઘી થઈ જ્યારે સોનું થયું સસ્તું, ફટાફટ જાણી લો નવા ભાવ

  મેકબુક પ્રો ઉપર 7000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
  એચડીએફસી બેન્કના (HDFC Bank) કાર્ડધારક એપલ મેકબુક પ્રો (Apple MacBook Pro) ખરીદવા ઉપર 7000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો ફાયદો પણ લઈ શકશે.

  અત્યારે સેલ ઓફર એમેઝોન ઉપર આજે શનિવારે અડધી રાત્રે લાઈવ થશે. સેલમાં એપલ વોચ સિરિઝ-4 (Apple Watch Series 4)ના 45,990 રૂપિયાની ખરીદી શકાશે. બજારમાં આની કિંમત 52,900 રૂપિયા છે. એમેઝોન આ સેલમાં એપલ મેક મિની (Apple Mac Mini) ઉપર પણ ઓફર છે. સેલમાં આ 75,900 રૂપિયામાં મળી રહ્યો છે.
  Published by:ankit patel
  First published:July 18, 2020, 21:45 pm

  टॉप स्टोरीज