એપલ વૉચની આરોગ્ય સુવિધાએ અમેરિકામાં એક વ્યક્તિનું જીવન બચાવી લીધું છે. પ્રાપ્ત માહિતી મુજબ, યુ.એસ. રેસ્ટોરન્ટના એક ડૉક્ટરએ તેના હાથમાં 'એપલ વૉચ સિરીઝ 4' ની મદદથી વ્યક્તિના શરીરમાં આર્ટેરિયલ ફાઇબ્રિલેશન (એ-ફિબ) શોધીને તેનું જીવન બચાવ્યું.
આર્ટરી Faibrileshn એક જીવલેણ બીમારી છે. જેની સારવાર થઇ શકતી નથી અને તેનાથી હૃદયરોગનો હુમલો આવી શકે છે. આવી સ્થિતિની જાણી થતી નથી કારણ કે અનેક લોકોને તેના લક્ષણોનો અનુભવ થતો નથી. એપલ વોચ પર "અનિયમિત નોટિફિકેશન" ફિચર હાર્ટ રેટની લયને તપાસ કરે છે નોટિફિકેશન મોકલી શકે છે કે હૃદયની અનિયમિત લયનું કારણ એ-ફિબ છે કે નહીં.
કેલિફોર્નિયાના સૈન ડિયાગોમાં નેત્ર વિશેષજ્ઞ ટોમી કોર્ને ટ્વીટ કર્યુ, એક ફિઝિશિયન તરીકે બીમારીને શોધવા માટે કોઇ સાર્વજનિક સ્થાન પર ECG મશીન શોધવાથી જલદી તેની એપલ વોચ 4ને કોઇ અન્યના કાંડા પર રાખી શકાય છે.'
As a physician, it’s much faster to put my #applewatch4 on someone else’s wrist to detect ❤️ disease (A. fib) than finding a ECG machine at a public restaurant! 😀 (Indeed, a true #mhealth guardian) pic.twitter.com/JLVD4JUYI9
આ પેહલા એપલ વૉચએ જર્મનીમાં રહેતા 80 વર્ષીય મહિલાનું જીવન બચાવી લીધું હતું. હકીકતમાં, વૉચએ તેને નીચે પડવાથી ડિટેક્ટ કરી લીધી અને ઇમરજન્સી નંબર 112 કોલ કરી દીધી. ત્યારબાદ ત્યા રેસ્ક્યૂ ટીમ પહોંચી અને તેને બચાવી લીધી. મ્યુનિક ફાયર ડિપાર્ટમેન્ટ અનુસાર મહિલાની વૉચ ફૉલ ડિટેક્શન સિસ્ટમ( પડ્યા પહેલા તેની જાણકારી આપનારુ ફિચર) થી સજજ હતી અને જેવી તે પડી તરત જ ઇમરજન્સી નંબર પર કોલ ગયો. કંન્ટ્રોલ સેન્ટરમાં હાજર એક વ્યક્તિએ કોલ રિસીવ કરી અને એક ઘડીયારનો અવાજ સાંભળ્યો જેમા ખબર પડી કે કોઇ ખરાબ રીતે પડી ગયું છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર