Home /News /tech /

એપલે લોન્ચ કર્યા નવા ત્રણ iPhone અને સ્માર્ટવોચ, જાણો ફિચર્સ અને કિંમત

એપલે લોન્ચ કર્યા નવા ત્રણ iPhone અને સ્માર્ટવોચ, જાણો ફિચર્સ અને કિંમત

આઇફોન મેઘા ઇવેન્ટ

ટેક્નોલોજી સેક્ટરની દિગ્ગજ કંપની એપલે બુધવારે રાત્રે કેલિફોર્નિયામાં સ્ટીવ જોબ્સ થિયેટર્સમાં થયેલી મેગા ઇવેન્ટમાં ત્રણ નવા iPhone અને એપલ વોચ સિરિઝ 4 લોન્ચ કરી હતી.

    ટેક્નોલોજી સેક્ટરની દિગ્ગજ કંપની એપલે બુધવારે રાત્રે કેલિફોર્નિયામાં સ્ટીવ જોબ્સ થિયેટર્સમાં થયેલી મેગા ઇવેન્ટમાં ત્રણ નવા iPhone અને એપલ વોચ સિરિઝ 4 લોન્ચ કરી હતી. એપલે iPhone Xs, iPhone Xs Max અને iPhone XR કર્યો છે. iPhone Xs અને iPhone Xs Max 64GB, 256GB અને 512GB સ્ટોરેઝ ઓપ્શન આવશે. જ્યારે iPhone XR 64GB, 128GB અને 256GBના સ્ટોરેજ ઓપ્શનમાં આવશે. iPhone XRની શરુઆતની કિંમત 749 ડોલર હશે. iPhone Xsની શરુઆતની કિંમત 999 ડોલર હશે. iPhone Xs Maxની શરુઆતની 1,099 ડોલર હશે. iPhoneનો પ્રી-ઓર્ડર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. અનેક દેશોમાં આની ડિલીવરી 21 સપ્ટેમ્બરથી શરુ થશે. ભારતમાં iPhone Xs અને iPhone Xs Maxની ડિલિવરી 28 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ બંને ફોન ડુઅલ સીમ કાર્ડ સુવિધા ધરાવે છે.

    ભારતમાં નવા iPhone કેટલી કિંમતમાં અને કઇ તારીખે ઉપલબ્ધ હશે

    એપલ ભારતમાં iPhone Xs અને iPhone Xs Max અને iphone XRના કિંમતોની જાહેરાત કરી છે. ભારતમાં iPhone XSની શરુઆતની કિંમત 99,900 રૂ. હશે. આ કિંમત 64GB કિંમતવાળો ફોન હશે. આ ફોન 28 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ હશે. 64GBવાળો iPhone Xs Maxની ભારતમાં કિંમત 1,09,000 રૂપિયા હશે. આ ફોનની કિંમત 28 સપ્ટેમ્બરમાં ભારતમાં ઉપલબ્ધ હશે. iPhone Xs અને Xs Max બંને જ સ્માર્ટફોન સ્પેસ ગ્રે, સિલ્વર અને ન્યૂ ગોલ્ડ ફિનિશમાં ઉપલબ્ધ હશે. iPhone XR 26 ઓક્ટોબરમાં ભારતમાં ઉપલબ્ધ હશે. જેની શરુઆતનીકિંમત રૂ.76,900 હશે. ભારતમાં iPhone XRની પ્રી-ઓર્ડર 19 ઓક્ટોબરથી શરૂ થશે. iPhone XR વ્હાઇટ, બ્લેક, બ્લૂ, કોરલ, યલો અને રેડ કલરમાં મળશે. iPhone Xs અને iPhone Xs Max માટે સિલિકોન કેસ રૂ.3,500 રૂપિયામાં મળશે. જ્યારે લેધર ફોલિયો કેસ રૂ.9,900માં મળશે. એપલે પણ નવી એપલ વોચ સિરિઝ 4ની કિમતોનો ખુલાસો કર્યો નથી.

    કેવો છે આઇફોન 10 ?

    ટીમ કુકે બે નવા ફોન લોન્ચ કર્યા જેમાં એક આઇફોન 10 અને બીજો iphone s MAX, iPhone 10માં 5.8 ઇંચની સુપર રેટિના OLED ડિસ્પ્લે હશે. તથા આ ફોન ગોલ્ડ, સિલ્વર અને ગ્રે કલરમાં ઉપલબ્ધ હશે. જ્યારે iPhone Xs Maxમાં 6.5 ઇંચની સુપર રેટિના OLED ડિસ્પ્લે હશે. નવા iPhoneમાં સૌથી સિક્યોર ફેસ રિકોગ્નિશન હશે, નવા iPhoneનું ફેસ આઇડી અત્યાર સુધી કોઇ પણ ફોનથી સૌથી વધુ ઝડપી હશે. નવા iPhoneમાં સ્ટીરિયો ઓડિયોને વધુ સારો બનાવ્યો છે. નવા iPhoneમાં A12 ચિપસેટ હશે.

    કેવો છે iPhone XS?

    એપલ iPhone XSના ફિચર્સની વાત કરીએ તો આ ફોમાં 5.8 ઇન્ચની સ્ક્રીન હશે. આ નવો ફોન સિલ્વર બ્લેક અને નવો ગોલ્ડ ફિનિસમાં ઉપલબ્ધ થશે. આ ફોન માટે પ્રી ઓર્ડર 14 સપ્ટેમ્બર શુક્રવારથી શરૂ થશે. આ ફોન 64 GB, 256 GB અને 512 GB મોડલમાં મળશે. જેની શરૂઆતની કિંમત 999 ડોલર છે. જ્યારે iPhone XS Maxની શરૂઆતની કિંમત 1099 ડોલર છે. iPhone XS, iPhone XS Max ફોન ડુઅલ સીમ સુવિધા ધરાવે છે.

    કેવો છે iPhone XR?

    iPhone XR ફોનની શરૂઆતની કિંમત 749 ડોલર છે. ડેને એફોર્ટેબલ ગણવામાં આવી રહ્યો છે. આ ફોન માટે 19 ઓક્ટોબરથી ઓર્ડર શરૂ થશે. આ ફોનમાં 6.1 લિક્વિડ રેટિના ડિસ્પેલ ધરાવે છે. આ ફોન બ્લેક, વ્હાઇટ, રેડ, યલો કોરલ અને લ્બ્યૂ કલરમાં આવે છે. આ ફોન 64 GB, 128 GB અને 256 GB મોડલમાં ઉપલબ્ધ રહેશે.

    કેવી છે એપલની નવી સ્માર્ટવોચ ?

    એપપ્પલના સીઇઓ ટીમ કુકે એપલની સ્માર્ટવોચને દુનિયાની નંબર વન સ્માર્ટ વોચ ગણાવી છે, આ સાથે જ ટીમ કુકે નેક્સ્ટ જનરેશન એપલ વોચ લોન્ચ કરી હતી, સ્માર્ટ વોચના ફિચર્સ અંગે જણાવતા કુકે કહ્યું કે આ એપલ વોચ સીરીઝ 4 હશે, જે બે સાઇઝમાં આવશે, જેની એક સાઇઝ 40 MM અને બીજી સાઇઝ 44 MM હશે. આ સ્માર્ટ વોચ ખાસ હેલ્થ ડેટા પર ફોકસ કરશે, ફિટનેસ એપલ વોચનું મહત્વનું પાસુ છે. તો જો તમારું હાર્ટ રેટ સ્લો હશે તો એપલ વોચ તુરંત નોટિફિકેશન મોકલશે. આ સ્માર્ટ વોચમાં FACE 8 કપ્લીકેશન્સને સપોર્ટ કરશે. આ વોચમાં તમે મિત્રો, સંબંધીઓને એડ કરી શકસો. તમે નવી એપલ વોચથી ક્યારે પણ ECG લઇ શકશો, જેમાં માત્ર 30 સેકન્ડનો જ સમય લાગશે. જો તમે જમીન પર પટકાવવાના છો તો એપલ વોચ સીરીઝ 4 એ પણ ડિટેક્ટ કરી લેશે અને તે અંગે જાણકારી આપશે, જો તમે તેનાથી બચવામાં સફળ નહીં રહો તો તમારા ઓળખીતાને જાણ કરી દેશે. આ વોચમાં લગાલું સેંસર 8 ગણી ઝડપથી ડેટા સેંપલિંગ કરશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Apple smart watch, Apple unveils 3 new iPhones, IPhone Xs, IPhone Xs Max, Phone XR

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन