Apple TV+ માટે દર મહિને આપવા પડશે માત્ર 99 રુપિયા, 1 વર્ષ માટે આ યૂઝર્સને મળશે મફત

ઑનલાઇન વીડિયો સ્ટ્રીમિંગ સેવા એપલ ટીવી + 1 નવેમ્બરથી વિશ્વભરમાં રોલ કરવામાં આવશે. ભારતમાં આ (OTT)ઓટીટી સેવા દર મહિને 99 રૂપિયાના દરે ઉપલબ્ધ થશે.

News18 Gujarati
Updated: September 11, 2019, 1:49 PM IST
Apple TV+ માટે દર મહિને આપવા પડશે માત્ર 99 રુપિયા, 1 વર્ષ માટે આ યૂઝર્સને મળશે મફત
એપલ ટીવી + પર યૂઝર 40 થી વધુ ભાષાઓમાં શો નો આનંદ માણી શકશે.
News18 Gujarati
Updated: September 11, 2019, 1:49 PM IST
એપલે 10 સપ્ટેમ્બરના રોજ આઇફોન 11, આઇફોન 11 પ્રો અને આઇફોન 11 પ્રો મેક્સ ત્રણ નવા ફોન લૉન્ચ કર્યા હતા. એપલે ટૂંક સમયમાં ઇવેન્ટમાં આઇફોન ઉપરાંત અનેક ઉત્પાદનો રજૂ કરવાની પણ જાહેરાત કરી છે. કંપનીએ ઓરિઝનલ વીડિયો સેવા (Apple TV +)એપલ ટીવી + અને ગેમ સબ્સ્ક્રિપ્શન સેવા શરૂ કરવાની તારીખ નક્કી કરી છે.

ઑનલાઇન વીડિયો સ્ટ્રીમિંગ સેવા એપલ ટીવી + વિશે વાત કરીએ તો 1 નવેમ્બરથી વિશ્વભરમાં રોલઆઉટ કરવામાં આવશે. ભારતમાં આ ઓટીટી સેવા દર મહિને 99 રૂપિયાના દરે ઉપલબ્ધ થશે. આ પ્લેટફોર્મ પર તમામ યોગ્ય વીડિયો બતાવવામાં આવશે. આ સેવા યૂઝર્સઓને 7 દિવસ માટે મફતમાં ટ્રાયલ તરીકે આપવામાં આવશે. મફત ટ્રાયલ સબ્સક્રિપ્શન ઓટોમેટિક 99 રુપિયા પ્રતિ મહિનાના દરથી રિન્યૂ થઇ જશે.



મળશે Family Sharing સુવિધા

એપલ ટીવી + માં ફેમિલી શેરિંગ સુવિધા છે, જેના કારણે યૂઝર્સો તેને 6 પરિવારના સભ્યો સાથે શેર કરી શકશે. 1 નવેમ્બરના રોજ લૉન્ચ સમયે એપલ ટીવી + એપ પર ત્રણ શો પ્રીમિયર થશે. દર અઠવાડિયે એક નવો એપિસોડ રોલ કરવામાં આવશે. એપલ ટીવી + પર યૂઝર 40 થી વધુ ભાષાઓમાં શો નો આનંદ માણી શકશે.

આ પણ વાંચો: Apple iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Maxની ભારતમાં હશે આ કિંમત
Loading...



આ યૂઝર્સોને 1 વર્ષ માટે મફત સેવા મળશે

એપલ ટીવી + એપલ ટીવી એપ્લિકેશન દ્વારા એક્સેસ કરી શકાય છે. આ ઓટીટી સેવા iPhone, iPad, Apple TV 4K, Apple TV HD, Apple TV (3rd generation), iPod touch અને Mac પર ઉપલબ્ધ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, જે ગ્રાહકો આઇફોન, આઇપોડ, એપલ ટીવી, આઇપોડ ટચ અને મેક ખરીદશે તેમને આ સેવા એક વર્ષ માટે મફતમાં મળશે. આ એપલ સેવા ભારતમાં પહેલાથી ઉપલબ્ધ નેટફ્લિક્સ અને એમેઝોનને ટક્કર આપી શકે છે.

 
First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...