Home /News /tech /

iPhone 13 production: ભારતમાં બનશે iPhone 13, ફેબ્રુઆરી 2022માં ઉત્પાદન શરૂ કરવાની એપલની યોજના

iPhone 13 production: ભારતમાં બનશે iPhone 13, ફેબ્રુઆરી 2022માં ઉત્પાદન શરૂ કરવાની એપલની યોજના

તસવીર: આઈફોન 13

iPhone 13 production: અમેરિકાની ટેક્નોલોજી સેક્ટરની દિગ્ગજ કંપની એપલની ભારતમાં કંપનીના સૌથી વધારે વેચાતા સ્માર્ટફોનના મૉડલનું ઉત્પાદન કરવાની યોજના છે.

    નવી દિલ્હી: ભારતમાં આઈફોનની ઉત્પાદન ક્ષમતા (iPhone production in India) વધારવા માટે એપલ તરફથી ચેન્નાઈ પાસે ફૉક્સકૉન પ્લાન્ટ (Foxconn plant)માં પહેલા જ નવી આઈફોન 13 સિરીઝના મૉડલનું ઉત્પાદન કરવા માટે ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પ્લાનમાં સ્માર્ટફોનનું કૉમર્શિયલ ઉત્પાદન (iPhone 13 production) સંભવિત રીતે ફેબ્રુઆરી 2022થી શરૂ છે. આ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થતાં જ ઘરેલૂ બજાર અને નિકાસ બંનેની માંગને પૂર્ણ કરી શકાશે. ઇકોનોમિક્સ ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ પ્રમાણે આ પ્લાન્ટથી એપલને પોતાની વૈશ્વિક માંગને પૂર્ણ કરવામાં ઘણી મદદ મળી રહેશે. ભારતમાં ઉત્પાદન સ્માર્ટફોનમાંથી આશરે 20-30 ટકા હિસ્સો નિકાસ (Export) માટે રાખવામાં આવશે.

    અમેરિકાની ટેક્નોલોજી સેક્ટરની દિગ્ગજ કંપની એપલની ભારતમાં કંપનીના સૌથી વધારે વેચાતા સ્માર્ટફોનના મૉડલનું ઉત્પાદન કરવાની યોજના છે. આ ઉપરાંત કંપની સેમીકન્ડક્ટર ચિપ્સની માંગને પહોંચી વળવા માટે સફળ રહી છે. હાલ આખી દુનિયામાં આ ચિપ્સની અછત છે.

    iPhone 11, iPhone 12નું થઈ રહ્યું છે ઉત્પાદન

    ખાસ કરીને iPhoneના ઓછી કિંમતના મૉડલ એટલે કે iPhone 11 અને iPhone 12ની ભારતમાં સૌથી વધારે વેચાણ જોવા મળ્યું છે. એપલ તરફથી બનાવવામાં આવતા તમામ સ્માર્ટફોન ઉત્પાદનનો આશરે 70% હિસ્સો દેશમાં જ વેચાય છે. ચેન્નાઈના ફૉક્સકૉન પ્લાન્ટમાં પહેલા જ iPhone 11 અને iPhone 12નું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત iPhone SEનું ઉત્પાદન વિસ્ટ્રૉન પ્લાન્ટ, બેંગલુરુ (Wistron plant, Bengaluru) ખાતે થાય છે.

    આ પણ વાંચો: iPhone reset: આઈફોન લૉક થઈ જાય તો Computer સાથે કનેક્ટ કર્યા વગર કેવી રીતે રિસેટ કરવો?

    iPhone 13નું વેચાણ

    ભારતમાં iPhone 13નું ઉત્પાદન શરૂ થવાથી એપલને સૌથી વધારે લાભ થશે. કારણ કે આ દેશનું સૌથી વધારે વેચાતું મૉડલ છે. જોકે, ટેક દિગ્ગજની iPhone 13 સિવાય અન્ય વેરિઅન્ટનું ઉત્પાદન કરવાની કોઈ યોજના નથી.

    iOS 15 અપડેટમાં બ્લુટુથ બગથી યૂઝર્સ પરેશાન (વાંચો સમગ્ર અહેવાલ...)

    iOS 15.1 અને iOS 15.1.1નો ઉપયોગ કરતા કેટલાક iPhone યૂઝર્સને તેમની કારમાં બ્લુટુથ હેન્ડ્સ-ફ્રી સિસ્ટમ્સ સાથે કનેક્ટિવિટી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ ઉઠી છે. આ તકલીફના કારણે આઇફોન 12 અને આઇફોન 13ના સંખ્યાબંધ યૂઝર્સને અસર કરી થઈ હોય લાગે છે અને આ તકલીફ કોઈ ચોક્કસ કાર (Car) બ્રાન્ડ પૂરતી મર્યાદિત નથી. યૂઝર્સ હાલમાં આ સમસ્યાનું નિરાકરણ ઇચ્છી રહ્યા છે. કનેક્ટિવિટી (Connectivity issue) સમસ્યાને પરિણામે સલામતી બાબતે ગંભીર અસરો થઈ શકે છે. યૂઝર્સની બ્લુટુથ હેન્ડ્સ-ફ્રી સિસ્ટમ્સ (Bluetooth hands-free system) અચાનક ડિસકનેક્ટ થઈ જતા ડ્રાઇવિંગ કરતી વખતે તેમને iPhoneનો ઉપયોગ કરવાની ફરજ પડે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Apple, IPhone, મોબાઇલ, સ્માર્ટફોન

    આગામી સમાચાર