Apple ગ્રાહકો માટે ખુશખબરી! કંપનીના CEO ટિમ કુકે કરી મોટી જાહેરાત

News18 Gujarati
Updated: February 27, 2020, 10:10 PM IST
Apple ગ્રાહકો માટે ખુશખબરી! કંપનીના CEO ટિમ કુકે કરી મોટી જાહેરાત
એપલના Sign in With Apple ફિચર iOS 13, iPadOs13, MasOs Catalina, WatchOS 6 અને tvIS 13 સાથે રજૂ કરવામાં આવ્યું છે. એપલના આ ફિચરને કોઇ થર્ડ પાર્ટી એપ્સ કે વેબસાઇટના ઉપયોગ દરમિયાન વધુ પ્રાઇવસી આપવામાં ઉપયોગમાં લેવાતો હતો. જેથી યુઝર્સ તેના પર્સનલ ઇમેલ આઇડીના બદલે Apple ID સાથે Sign in With Apple ફિચર લોગનો ઉપયોગ કરી શકતો હતો.

કંપની ભારતમાં ઓનલાઈન સ્ટોર ખોલશે. ગત બુધવારે કુકે કહ્યું કે, તેના માટે અમારે ભારત સરકાર પાસેથી મંજૂરી જોઈએ છે

  • Share this:
એપ્પલ ઈંકના CEO ટિમ કુકે કેલિફોર્નિયામાં થયેલી શેરહોલ્ડર્સ બેઠકમાં કહ્યું કે, આ વર્ષે તેમની કંપની ભારતમાં ઓનલાઈન સ્ટોર ખોલશે. ગત બુધવારે કુકે કહ્યું કે, તેના માટે અમે સરકાર પાસેથી મંજૂરી જોઈએ છે. કુકે આ જવાબ એક શેરહોલ્ડર્ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્ન બાદ આપ્યો. આ દરમિયાન તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે, એપ્પલ એવું નથી ઈચ્છતી કે, ભારતમાં તેમનો કારોબાર કોઈ અન્ય સંભાળે.

શેરહોલ્ડર્સ સાથે આ બેઠકમાં ટિમ કુકે એ પણ કહ્યું કે, ભારત સરકાર તરફથી આની માટે તેમને હજુ મંજૂરી નથી મળી. અમે ભારત સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમને પૂરો ભરોસો છે કે, ટુંક સમયમાં આની મંજૂરી મળી જશે.

એપ્પલને થઈ શકે છે મોટો નફો

જો એપ્પલ ભારતમાં ઓનલાઈન સ્ટોર ખોલવામાં સફળ થશે તો, તેનાથી કંપનીના બિઝનેસમાં મોટો વધારો થઈ શકે છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના એસોસિએટ ડાયરેક્ટરના હવાલે લાઈવમિંટે પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે, આશા કરવામાં આવી રહી છે કે, એપ્પલ ભારતમાં ઓનલાઈન સ્ટોર ખોલ્યા બાદ પોતાનો બિઝનેસ માત્ર આઈફોન સુધી જ સિમીત નહી રાખે.

કંપનીનો પોર્ટફોલિયો વધારવામાં મળશે મદદ
જોકે, તેમણે એ પણ કહ્યું કે, યૂઝર્સ હિસાબે જોઈએ તો, ભારતમાં ઓનલાઈન એક મહત્વપૂર્ણ ચેનલ છે. પરંતુ વોલ્યૂમ હિસાબે એપ્પલ માટે કઈ ખાસ અવસર મળતો નથી દેખાઈ રહ્યો. એપ્પલનો ઓનલાઈન સ્ટોર બન્યા બાદ ગ્રાહકોને આ કંપનાના તમામ પ્રોડક્ટ્સ એક જ જગ્યા પર મળી શકશે. તેના કારણે કંપનીના પોર્ટફોલિયો વધવામાં મદદ મળશે.હાલમાં ઈ-કોમર્સ કંપનીને આપવી પડે છે રેવન્યૂમાં ભાગીદારી
હાલમાં એપ્પલ ઈંક પોતાના પ્રોડક્ટ્સ એમેઝન અને પ્લિપકાર્ટ દ્વારા વેચે છે. આ કારણે કંપનીએ પોતાના રેવન્યૂનો એક ભાગ આ પ્લેટફોર્મ્સને આપવો પડે છે. જો તે પોતે સ્ટોર ખોલશે તો તેણે રેવન્યૂ ચૂકવવાની જરર નહી પડે. સાથે ગ્રાહકોને પણ એક જ જગ્યા પરથી એપ્પલની તમામ પ્રોડક્ટ્સ મળી શકશે.
First published: February 27, 2020, 10:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading