Home /News /tech /Apple MacBook: એપલની નવી MacBookમાં મળશે ચાર ગણી વધુ સ્પીડ, આ છે ખાસ ફીચર

Apple MacBook: એપલની નવી MacBookમાં મળશે ચાર ગણી વધુ સ્પીડ, આ છે ખાસ ફીચર

Apple તેના MacBook Airને નવું રૂપ આપવાનો પ્રયાસ કરી રહી છે.

Apple MacBook: બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેકના મોડલ નવી ચિપ સાથે અપગ્રેડ થઈને આવશે. કહેવાય છે કે MacBook Airના 10-core GPU સાથે M2નું ટ્રાયલ કરવામાં આવ્યું છે.

Apple New MacBook with M2 Chip: પ્રીમિયમ સ્માર્ટફોન, કમ્પ્યુટર અને લેપટોપ બનાવતી કંપની એપલ ઇન્ક (Apple Inc) તેના ઘણા મેક મોડલ્સ (Mac Models)નું ટ્રાયલ કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મેકમાં નેક્સ્ટ જનરેશન વાળા M-2 પ્રોસેસર ચિપ્સ (M2 chips) છે. ટેક જગતમાં એવી ચર્ચા છે કે Apple ટૂંક સમયમાં નવી જનરેશન પ્રોસેસરવાળા Mac લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ થોડા સમય પહેલા કહ્યું હતું કે M1 અલ્ટ્રા વર્તમાન જનરેશન લાઇનઅપમાં છેલ્લી ચિપ હશે.

નવી ચિપ સાથે અપગ્રેડ થઈને આવશે મેકના મોડલ

બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેકના મોડલ નવી ચિપ સાથે અપગ્રેડ થઈને આવશે. કહેવાય છે કે MacBook Air ના 10-core GPU સાથે M2નું ટ્રાયલ કરવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, Apple તેના MacBook Airને નવું રૂપ આપવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: ઇંતેજાર ખતમ! ભારતમાં આ દિવસે લોન્ચ થશે ‘દેશનો સ્માર્ટફોન’ Redmi 10A, સામે આવ્યા ફીચર્સ

કહેવાય છે કે એપલ M1 Pro ચિપની જેમ જ એન્ટ્રી-લેવલ M2 MacBook Pro હશે. કંપની 14 અને 16 ઇંચના મેકબુક પ્રો, નવા મેક મિનિ અને મેક પ્રો સાથે નવી જનરેશનની ચિપનું ટ્રાયલ કરી રહી છે. M2 Pro પણ મેક મિનિના એક વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે અને તે આવનારા સમયમાં મેક પ્રોમાં M1 અલ્ટ્રાનો સક્સેસર બનશે.

ચાર ગણી ઝડપી છે M2 ચિપ

રિપોર્ટ સૂચવે છે કે નવા મેકબુક એરને નવી ચિપ ઉપરાંત નવા રંગ અને ડિઝાઇનમાં ઓફર કરવામાં આવશે. M2 ચિપ M1 કરતાં ચાર ગણી ઝડપી છે. તે M1 કરતાં ફાસ્ટ કમ્પ્યુટિંગ કોર (Fast Computing Core) ધરાવે છે.

આ પણ વાંચો: વોટ્સએપને મળી છૂટ, વધારશે ભારતીય યૂઝર્સ, PhonePe અને Google Payને આપશે ટક્કર

અફોર્ડેબલ હશે નવી મેકબુક એર
ગયા મહિને માર્ચમાં Appleએ એક નવા ડેસ્કટોપ માટે ફાસ્ટ ચિપ રજૂ કરી હતી. તે ડિઝાઇન કરેલ માઇક્રોપ્રોસેસરો સાથે પોતાના ડિવાઇસને પાવર આપવા માટે કંપનીનો એક હાઈ પોઈન્ટ છે. ગયા વર્ષે Appleએ બે નવા MacBook Pro મોડલની જાહેરાત કરી હતી જે વધુ પાવરફુલ ઇન-હાઉસ ચિપ્સ પર ચાલે છે. કંપનીએ 13 ઇંચવાળા MacBook Pro, MacBook Air અને Mac Mini લોન્ચ કર્યા હતા. M2 ચિપ સાથેનું MacBook Air 2022 વર્ઝન અફોર્ડેબલ હશે અને તેના ડિસ્પ્લે પર નોચ હશે તેવું પણ કહેવાઈ રહ્યું છે.
First published:

Tags: Apple, Gujarati tech news, MacBook Pro, Mobile and Technology

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો