Face ID ખરાબ થવા પર નહીં બદલવો પડે ફોન, Apple iPhone શરુ કરવા જઈ રહ્યું છે આ સર્વિસ
Face ID ખરાબ થવા પર નહીં બદલવો પડે ફોન, Apple iPhone શરુ કરવા જઈ રહ્યું છે આ સર્વિસ
Appleએ મૂળ રૂપે iPhone X સાથે ફેસ ID ટેક્નોલોજી લોન્ચ કરી હતી.
Apple ટૂંક સમયમાં ફેસ આઈડી રિપેર (Face ID repair) ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે. Apple તેના સ્ટોર્સ અને સર્વિસ સેન્ટર્સ પર એક નવો 'ટ્રુ ડેપ્થ કેમેરા' (True depth Camera) આપશે, જેમાં ફેસ આઈડી અને ફ્રન્ટ કેમેરા મોડ્યુલ હશે.
નવી દિલ્હી. એપલ (Apple) iPhone યુઝર્સ માટે એક સારા સમાચાર છે. Apple ટૂંક સમયમાં ફેસ આઈડી રિપેર (Face ID repair) ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી iPhoneમાં ફેસ ID રિપેર કરવાની સુવિધા ન હતી. ફેસ આઈડી ખરાબ થાય તો યુઝરે આખો ફોન બદલવો પડતો હતો. પરંતુ હવે તમારે ફોન બદલવાની જરૂર નહીં પડે. એપલ iPhone XS અથવા તેનાથી નવા મોડલ્સમાં ફેસ આઈડીને સ્માર્ટફોન બદલ્યા વિના જ રિપેર કરવાની યોજના બનાવી રહી છે. એપલે મૂળ રૂપે iPhone X સાથે ફેસ આઈડી ટેક્નોલોજી લોન્ચ કરી હતી.
જાણકારી મુજબ, Apple પોતાના સર્વિસ ટેકનિશિયનને સ્માર્ટફોનને બદલ્યા વગર ફેસ આઈડી રિપેર કરવાની મંજૂરી આપી શકે છે. ટેક એક્સપર્ટ કહે છે કે Apple ટૂંક સમયમાં Apple સ્ટોર્સ અને તેના સર્વિસ સેન્ટર્સ પર એક નવો 'ટ્રુ ડેપ્થ કેમેરા' (True depth Camera) આપશે, જેમાં ફેસ આઈડી અને ફ્રન્ટ કેમેરા મોડ્યુલ હશે.
આ અપડેટ બાદ જ્યારે iPhone ડિવાઇસમાં ફેસ ID સંબંધિત કોઈ સમસ્યા આવે છે, ત્યારે સર્વિસ સેન્ટર્સના ટેકનિશિયન તેને આ નવા ટ્રુ ડેપ્થ કેમેરા વડે રિપેર કરશે.
એપલે એક ઇન્ટરનલ મેમોમાં જણાવ્યું કે, આ પગલું સંપૂર્ણ યુનિટના સમારકામની સંખ્યામાં ઘટાડો કરીને તેની પ્રોડક્ટ્સની કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં મદદ કરશે. જો આવું થાય, તો તેનો અર્થ એ પણ થાય છે કે, Appleના આ પગલાથી iPhone XS અને તેનાથી નવા મોડલના યુઝર્સને હવે ફક્ત ફેસ આઈડી સમસ્યાને કારણે પોતાનો ડેટા ગુમાવવો પડશે નહીં અને તેમને નવો iPhone નહીં લેવો પડે.
એપલ iPhone યુઝર્સ માટે ટૂંક સમયમાં એક નવી સુવિધા શરુ કરવા જઈ રહ્યું છે. આ ફીચર હેઠળ, iPhone તમે ફેસ માસ્ક પહેર્યું હશે તો પણ તમારો ચહેરો ઓળખી શકશે અને તમે માસ્ક ઉતાર્યા વિના તમારો ફોન ખોલી શકશો. MacRumors અનુસાર, iOS 15.4 બીટાએ ફેસ આઈડીને માસ્ક સાથે અને માસ્ક વગર એપલ વોચના (Apple Watch) પ્રમાણીકરણને મંજૂરી આપવા માટે એક નવું ફીચર ઉમેર્યું છે. ફેસ આઈડી વાળા માસ્ક ફીચર માટે iPhone 12 અથવા iPhone 13 મોડલની જરૂર છે, કારણ કે આ સુવિધા iPhone 11 યુઝર્સ માટે ઉપલબ્ધ નથી.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર