Home /News /tech /Russia-Ukraine War: રશિયા વિરુદ્ધ Appleનો મહત્વનો નિર્ણય, App Storeથી હટાવી એપ્સ, બંધ કરી આ સેવા

Russia-Ukraine War: રશિયા વિરુદ્ધ Appleનો મહત્વનો નિર્ણય, App Storeથી હટાવી એપ્સ, બંધ કરી આ સેવા

એપલે રશિયામાં તમામ પ્રોડક્ટ્સના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.

Apple Sanctions on Russia: Appleએ કહ્યું, ‘અમે યુક્રેન પર રશિયાના હુમલાથી બહુ ચિંતિત છીએ અને એ તમામ લોકો સાથે ઊભા છીએ, જે આ હિંસાનો સામનો કરી રહ્યા છે. અમે આ હુમલાના જવાબના રૂપમાં ઘણાં પગલાં લીધા છે.’

    Apple Sanctions on Russia: યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War) વચ્ચે દુનિયાના કેટલાય દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ પહેલા જ રશિયા પર ઘણાં કડક પ્રતિબંધો લગાવી દીધા છે. હવે આઈફોન કંપની Appleએ રશિયા વિરુદ્ધ એક્શન લીધું છે. એપલે મંગળવારે રશિયામાં તમામ પ્રોડક્ટ્સના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. Appleએ રશિયાના ન્યુઝ એપ્સ RT અને Sputnikને App Storeથી હટાવી નાખ્યા છે. આ પહેલા કંપનીએ રશિયામાં Apple Payની સર્વિસ પર રોક લગાવી હતી.

    કંપની તરફથી જારી નિવેદન મુજબ, Appleએ રશિયામાં બધી સેલ ચેનલ્સમાં એક્સપોર્ટ અટકાવી દીધું છે. કંપનીનું કહેવું છે કે તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પ્રભાવિત દેશોની સરકારથી વાતચીત કરી રહ્યા છે.

    અમેરિકા સહિત કેટલાય પશ્ચિમી દેશોની સરકારો અને મોટી કંપનીઓએ યુક્રેન પર હુમલા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તર પર આલોચના કરી છે. સાથે જ રશિયાને વિવિધ મોરચે અલગ-અલગ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. બેન્કિંગ, સ્પોર્ટ્સથી લઈને વોડકા સુધી કેટલાય દેશો અને સંગઠનોએ બેન લગાવ્યા છે.

    આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધમાં ટેક કંપનીઓનું રશિયા વિરુદ્ધ અભિયાન, મહત્વના પગલાં લીધા

    ગયા અઠવાડિયે યુક્રેનના ઉપ-વડાપ્રધાન Mykhailo Fedorovએ Appleને એક ઓપન લેટર લખ્યો હતો, જેમાં તેમણે રશિયન કંપનીના પ્રોડક્ટ્સ, સર્વિસીઝ App Storeથી દૂર કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે આ રીતના પગલાં લેવાથી યુવાનો પર અસર થશે અને રશિયાના લોકો તેમની સેનાના ઇરાદાનો વિરોધ કરશે.

    Appleએ કહ્યું, ‘અમે યુક્રેન પર રશિયાના હુમલાથી બહુ ચિંતિત છીએ અને એ તમામ લોકો સાથે ઊભા છીએ, જે આ હિંસાનો સામનો કરી રહ્યા છે. અમે આ હુમલાના જવાબના રૂપમાં ઘણાં પગલાં લીધા છે. ગયા અઠવાડિયે અમે રશિયામાં તમામ સેલ ચેનલ્સના એક્સપોર્ટને અટકાવી દીધું છે. Apply Pay અને બીજી સર્વિસીઝને પણ સીમિત કરી દેવામાં આવી છે.’

    આ પણ વાંચો: TCL લઈને આવી રહ્યું છે ફોલ્ડેબલ અને રોલેબલ પહેલો સ્માર્ટફોન, જાણો તેની ખાસિયત

    Appleના નિર્ણય બાદ Mykhailo Fedorovએ ટ્વિટ કરીને Russiaમાં Apple પ્રોડક્ટ્સનું વેચાણ રોકવાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે App Storeનું એક્સેસ પણ બંધ કરવાની માંગ કરી છે.

    Google પણ આ એક્શન લઈ ચૂક્યું છે

    Appleએ પોતાના નિવેદનમાં App Storeને લઈને વધુ જાણકારી નથી આપી. જો કે, કંપનીએ યુક્રેનમાં Apple Mapsના ટ્રાફિક અને લાઈવ ઇન્સીડન્ટ ફીચરને બંધ કરી દીધું છે. નોંધનીય છે કે, Apple પહેલા Google પણ આ પગલું ભરી ચૂક્યું છે. ગૂગલે પણ યુક્રેનમાં Google Mapsના ટ્રાફિક ડેટાને ઓફ કરી દીધું છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Apple, Gujarati tech news, Mobile and Technology, Russia, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन