Home /News /tech /iPhone 14 : Apple ભારતમાં જ શરૂ કરી શકે છે ઉત્પાદન, શું આઇફોન થશે સસ્તાં?

iPhone 14 : Apple ભારતમાં જ શરૂ કરી શકે છે ઉત્પાદન, શું આઇફોન થશે સસ્તાં?

ભારતમાં આઇફોન 14નું ઉત્પાદન

Apple ભારતમાં ચેન્નાઈ નજીક સ્થિત ફોક્સકોનના પ્લાન્ટમાં iPhone 14નું ઉત્પાદન શરૂ કરે છે. અહેવાલો અનુસાર, Apple 2025 સુધીમાં તેની સમગ્ર iPhone ઉત્પાદન લાઇનના 25 ટકા ભારતમાં ખસેડવા માંગે છે. ત્યારે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે, શું Apple ભારતમાં આવવાથી iPhone ની કિંમતમાં ઘટાડો જોવા મળી શકશે?

વધુ જુઓ ...
    નવી દિલ્હી: Apple ભારતમાં ચેન્નાઈ નજીક સ્થિત ફોક્સકોનના પ્લાન્ટમાં iPhone 14નું ઉત્પાદન શરૂ કરી રહ્યું છે. તમામ અફવાઓ પર વિશ્વાસ રાખીને, ક્યુપર્ટિનો-આધારિત ટેક જાયન્ટે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષના iPhone મોડલને એસેમ્બલ કરવાનું શરૂ કર્યું છે. અહેવાલો મુજબ, Apple 2025 સુધીમાં તેની સમગ્ર iPhone ઉત્પાદન લાઇનના 25 ટકા ભારતમાં લાવવા માંગે છે. જણાવી દઈએ કે, ભારતમાં અગાઉ iPhone 14 નું ઉત્પાદન શરૂ કરીને, Appleએ લક્ષ્ય હાંસલ કરવા માટે તેની યાત્રા શરૂ કરી દીધી છે.

    મળતી માહિતી પ્રમાણે, સ્થાનિક રીતે ઉત્પાદિત iPhone 14 મોડલ ચેન્નાઈની બહાર સ્થિત ફોક્સકોનની શ્રીપેરુમ્બુદુર સુવિધામાંથી મોકલવામાં આવશે. આ ઉપરાંત, PTIના અહેવાલ મુજબ, Apple ભારતમાં નવા iPhone મોડલનું ઉત્પાદન શરૂ કરવા માટે ઉત્સાહિત છે. જણાવી દઈએ કે, કંપનીએ તેના એક સત્તાવાર નિવેદન જણાવ્યું હતું કે, "અમે ભારતમાં iPhone 14 નું ઉત્પાદન કરવા માટે ઉત્સાહિત છીએ." આ સાથે જ તેમણે કહ્યું કે, "નવી iPhone 14 લાઇનઅપ ગ્રાઉન્ડબ્રેકિંગ નવી તકનીકો અને મહત્વપૂર્ણ સલામતી ક્ષમતાઓ રજૂ કરી રહ્યું છે."

    આ પણ વાંચો:iPhone 14 મળી રહ્યો છે સસ્તો, એપલ વોચ પર પણ મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

    Apple કંપની પહેલાથી જ ભારતમાં iPhone 13, iPhone 12 અને iPhone SE સહિત ઘણા iPhone મોડલ્સનું ઉત્પાદન કરી રહી છે. જણાવી દઈએ કે, કંપની વિસ્ટ્રોન, ફોક્સકોન અને પેગાટ્રોન દેશમાં iPhone મોડલ્સને એસેમ્બલ કરવા માટે ત્રણ ભાગીદારો સાથે કામ કરે છે. iPhone 14 નું સ્થાનિક ઉત્પાદન ભારત સરકારની પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાનો સીધા પ્રતિસાદ છે.

    આ મહિનાની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવેલા iPhone 14ની ભારતમાં 79,900ની કિંમત રાખવામાં આવી છે. હવે જ્યારે આઇફોન 14 ભારતમાં જ બનાવવામાં આવશે, તો શું તેની કિંમતમાં ઘટાડો થઈ શકશે? ત્યારે જવાબ હશે કે, કદાચ ના અથવા કદાચ હા... આપને જણાવી દઈએ કે, ભારતમાં iPhone 14 નું ઉત્પાદન કરીને Apple આયાત ડ્યૂટી પર 20 ટકા બચત કરી શકશે, જે મોડલની કિંમતને પાછળથી અસર કરી શકે છે, પરંતુ કિંમતમાં તાત્કાલિક કોઈ ફેરફાર થઈ શકશે નહીં.

    આ પણ વાંચો:  Appleના સૌથી મોંઘા આઈફોનમાં આવી રહી છે આ વિચિત્ર સમસ્યા, કેમેરામાંથી આવી રહ્યો છે અવાજ

    જોકે એવું ભાગ્યે જ બને છે કે, Apple સ્થાનિક બજાર માટે વૈશ્વિક ભાવમાં ઘટાડો કરે છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે Appleએ પોતાના મોડલ્સને સ્થાનિક રીતે એસેમ્બલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમણે આઇફોન 12 અને આઇફોન 13 ની કિંમતમાં કોઈ ઘટાડો કર્યો ન હતો. જો કે, કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા થર્ડ પાર્ટી પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટ ઓફર ઓફર કરવા માટે કેટલીક બેંકો સાથે ભાગીદારી કરે છે. હવે, આઇફોન 14 સાથે પણ આવું જ થઈ શકે તેમ છે, પરંતુ હજુ સુધી કંઈપણ પુષ્ટિ થઈ નથી.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Apple, Business, IPhone 14

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन