નવી દિલ્હી: એપલની પ્રોડક્ટનો ઉપયોગ લોકો સ્ટેટસ સિમ્બોલ માટે કરતા હોવાનું કહેવાય છે. પરંતુ ઘણા બધા લોકો એવા છે જે એપલની પ્રોડક્ટનો ઉપયોગ privacy માટે કરે છે. થોડા સમય પહેલા એપલ દ્વારા એપ ટ્રેકિંગ ટ્રાન્સપરન્સી ફીચર લાવવામાં આવ્યું હતું. જેનાથી એપલ માટે યુઝર્સની પ્રાઈવેસીથી વધુ કશું ન હોવાની વાત ઉપસી આવી હતી. આ ફીચરના કારણે ફેસબુક પણ ચિંતામાં મૂકાઇ ગયું હતું. આઈફોન દ્વારા યુઝર્સને કઈ એપ તેમને ટ્રેક કરી શકે અને કઈ એપ ટ્રેક ન કરી શકે તે નક્કી કરવાના અધિકાર અપાયા હતા. પરિણામે આ બાબત ફેસબુક માટે પણ મુશ્કેલીનો વિષય બની ગઈ હતી.
આ દરમિયાન એપલથી બે ડગલાં આગળ વધીને એપ ટ્રેકિંગ ટ્રાન્સપરન્સી ફીચરને બાયપાસ કરી નાંખીશું, તેવું કેટલીક ચાઈનીઝ એપ્સને લાગતું હતું. પરંતુ એપલે તેવું થવા દીધું નહીં. સોશિયલ મીડિયા નેટવર્ક ટિકટોકે અન્ય કેટલીક ચાઈનીઝ ટેક કંપનીઓ સાથે મળીને એપલના એપ ટ્રેકિંગ ટ્રાન્સપરન્સી ફીચરને હાંસિયમાં ધકેલવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એપલે આવું થવા દીધું નહીં.
એપલ તેમની એપ્લિકેશનોને બ્લોક નહીં કરી શકે, તેવો કંપનીઓને વિશ્વાસ હતો. ખાસ કરીને ચીનના ક્ષેત્રમાં તો આવું નહીં જ થાય તેવું કંપનીઓને હતું. ટિકટોક અને QQ સહિતની એપ્સ દ્વારા આઈફોન યુઝર્સને નિયંત્રણ આપતી એપ ટ્રેકિંગ ટ્રાન્સપરન્સીના વિકલ્પથી બચવા ચાઈનીઝ જાહેરાતના આઈડી અથવા CAID પર સ્વિચ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ક્ષેત્રની લોકપ્રિય એપ્સને એપલ પ્રતિબંધિત કરવા સક્ષમ નથી, તેવું પણ ચાઈનીઝ ટેક કંપનીઓ સમજતી હતી. પણ એપલે એપ સ્ટોરમાંથી CAIDને સૂચિબદ્ધ કરતી એપ્સના અપડેટને જ બ્લોક કરી નાખ્યું હતું.
ફાઇનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ Baidu, Tencent અને Bytedance સહિતની ચાઈનીઝ ટેક કંપનીઓ જાહેરાતોના હેતુથી આઈફોન યુઝર્સને ટ્રેક કરવા નવી પદ્ધતિ પર કામ કરી રહી છે.
માત્ર 15 ટકા યુઝર્સે જ આઈફોનમાં એપ્સને ટ્રેક કરવાની પરવાનગી આપી
Baidu, Tencent અને Bytedance જેવી લોકપ્રિય ચાઈનીઝ ટેક કંપનીઓના એપ અપડેટને બ્લોક કરવા સહિતના પગલાને ડેટા પ્રાઇવસી માટે એપલની મોટી જીત તરીકે ગણવા જોઈએ. આ વર્ષે મે મહિનામાં એનાલિટિક્સ ફર્મ Flurry Analyticsના આંકડા પરથી ફલિત થયું કે, માત્ર 15 ટકા આઈફોન યુઝર્સે જ એપ્સને પોતાના આઈફોનને ટ્રેક કરવાની પરવાનગી આપી હતી.
" isDesktop="true" id="1111864" >
અગાઉ આ બાબતે કોઈ પણ પ્રકારનું નિયંત્રણ યુઝર્સ પાસે નહોતું. અમેરિકામાં તો ઓપ્ટ ઇન દર માત્ર 6 ટકા જ છે. અગાઉ એપલે ચાઈનીઝ એપ્સને તેના પ્રાઈવેસીના નિયમો ન ટાળવાની ચેતવણી આપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર