એપલ આજથી દેશમાં શરૂ કરશે ઓનલાઇન સ્ટોર, જાણો ગ્રાહકોને શું ફાયદો મળશે

એપલ આજથી દેશમાં શરૂ કરશે ઓનલાઇન સ્ટોર, જાણો ગ્રાહકોને શું ફાયદો મળશે
એપલનો ઓનલાઇન સ્ટોર શરૂ.

આ સાથે જ એપલ તરફથી ઓનલાઇન વસ્તુની ખરીદી કર્યાના 24થી 72 કલાકમાં તેની ડિલિવરી કરવાની ખાતરી આપવામાં આવી છે.

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં આજથી એપલ સ્ટોર (Apple’s online store) લાઇવ થશે. ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને અમે તેમને નવો જ અનુભવ આપવા માટે એપલ ભારતમાં ઓનલાઇન સ્ટોરી શરૂ કરી રહી છે. આ સ્ટોરમાં ગ્રાહકોને પ્રૉડક્ટ્સ, કાઉન્સેલિંગ સેશન, પેકેજિંગ વગેરે સેવા મળશે. લોજિસ્ટિક સપોર્ટ માટે એપલ તરફથી બ્લૂ ડાર્ટ સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે. ઓનલાઇન સ્ટોરમાંથી ખરીદી કર્યા બાદ ગ્રાહકોને જો પ્રૉડક્ટ વિશે કોઈ સમજની જરૂર હશે તો આ માટે એપલ તરફથી ખાસ નિષ્ણાત ટીમ તેમની મદદ પણ કરશે.

  આ સાથે જ એપલ તરફથી ઓનલાઇન વસ્તુની ખરીદી કર્યાના 24થી 72 કલાકમાં જ તેની ડિલિવરી કરવાની ખાતરી આપવામાં આવી છે. જોકે, ડિલિવરીનો આધાર તેના પર પણ રહેશે કે કુરિયરની પહોંચ ક્યાં સુધી છે. હાલ એપલ ભારતમાં 13,000 પીનકોડ પર ડિલિવરી કરશે. એટલું જ નહીં આગામી દિવસોમાં વધારે પીનકોડ સમાવવામાં આવશે. જોકે, વર્તમાન સમયમાં લૉકડાઉનના નિયમને પગલે ડિલિવરીમાં વિઘ્ન પણ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલ અનેક ઇ-કૉમર્સ કંપનીઓ લૉકડાઉનના નિયમોને કારણે ડિલિવરી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.  આ પણ વાંચો: COVID-19 Vaccine: ICMR ડાયરેક્ટરના નિવેદને ચિંતા વધારી, કહ્યુ, કોઈ વેક્સીન 100% કારગર નથી

  એપલના ઓનલાઇન સ્ટોરમાં કંપનીની તમામ પ્રૉડક્ટ્સ જોવા મળશે. તાજેતરમાં લૉંચ થયેલું આઈપેડ, એપલ વૉચ સીરિઝ 6 અને SE પણ ઓનલાઇન સ્ટોરમાં જોવા મળશે. ઓનલાઇન સ્ટોર શરૂ કરવાનો ઉદેશ્ય ગ્રાહકોને એક નવો જ અનુભવ આપવાનો છે. ઓનલાઇન સ્ટોરમાં એપલ નિષ્ણાતો ગ્રાહકોની જરૂરિયાત જાણીને તેમને કઇ પ્રૉડક્ટની પસંદગી કરવી જોઈએ તેમાં પણ મદદ કરશે. એટલું જ નહીં ઓનલાઇન સ્ટોર પર રહેલી વ્યક્તિ પ્રોડક્ટ કેવી રીતે કામ કરે છે અને તેની ઉપયોગીતા વિશે પણ ગ્રાહકોને સમજ આપશે.

  આ પણ વાંચો: અમદાવાદ : યુવાધનને નશાના રવાડે ચડાવતા કફ શિરપ અને દવાના જથ્થા સાથે ત્રણની ધરપકડ

  રસપ્રદ વાત એ છે કે એક વખત ગ્રાહક જ્યારે કોઈ વસ્તુની ખરીદી કરે છે ત્યારે બાદ તે નિષ્ણાત સાથે 30 મિનિટ સુધી વસ્તુ અંગં તમામ સવાલના જવાબ મેળવવા માટે વાતચીત પણ કરી શકે છે. એપલ ઓનલાઇન સપોર્ટ હાલમાં અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. જ્યારે ફોન સપોર્ટ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે.

  એપલ ઓનલાઈન સ્ટોર પર પ્રૉડક્ટ્સની કિંમત એક સમાન રહેશે. આ ઉપરાંત બિલની ચૂકવણી માટે ઇએમઆઈ સહિત તમામ વિકલ્પ પણ મળશે. એપલના કહેવા પ્રમાણે કોવિડ-19 મહામારીને કારણે હાલ કેશ ઓન ડિલિવરી વિકલ્પ ઉપલબ્ધ નહીં હોય. આ ઉપરાંત તમામ ઓર્ડર સંપર્કમાં આવ્યા વગર ગ્રાહક સુધી પહોંચાડવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published:September 23, 2020, 10:12 am

  ટૉપ ન્યૂઝ