Home /News /tech /

Apple iPhone SE: 2022ના પહેલા ક્વાર્ટરમાં લોન્ચ થશે Apple iPhone SE 3! જુઓ વિગત

Apple iPhone SE: 2022ના પહેલા ક્વાર્ટરમાં લોન્ચ થશે Apple iPhone SE 3! જુઓ વિગત

આઈફોન SE 2020 (ફાઇલ તસવીર)

Apple iPhone SE: રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નેક્સ્ટ જનરેશન Apple iPhone SE માટે તમામ કોમ્પોનેન્ટ્સ શિપમેન્ટ માટે રેડી છે.

મુંબઈ: નેક્સ્ટ જનરેશન (Next generation) Apple iPhone SE આગામી વર્ષના પહેલા ક્વાર્ટરમાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર Apple iPhone SE વર્ષ 2022ના પહેલા ક્વાર્ટરમાં ઈન્ટરનેશનલ માર્કેટમાં આવી શકે છે. ડિજીટાઈમ્સના તાજેતરના રિપોર્ટ્સમાં ઓપ્ટિમિસ્ટીક ડેવલપમેન્ટ વિશે માહિતી આપવામાં આવી છે. તાઈવાન પબ્લિકેશન અનુસાર Apple iPhone SE માટે તમામ જરૂરી કોમ્પોનેન્ટ્સનું સોર્સિંગ કરી રહી છે. આ રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, નેક્સ્ટ જનરેશન Apple iPhone SE માટે તમામ કોમ્પોનેન્ટ્સ શિપમેન્ટ માટે રેડી છે.

માર્ચમાં લોન્ચિંગની શક્યતા

પબ્લિકેશને દાવો કર્યો છે કે, વોઈસ કોલ મોટર (VCM)ના સપ્લાયર્સ પાસેથી માહિતી મેળવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સપ્લાયર્સને એપ્પલના નવા આઈફોનના ઓર્ડર માટે કોઈ કમી જોવા મળી છે. સમયસર નેક્સ્ટ જનરેશન Apple iPhone SEનું લોન્ચિંગ કરવામાં આવશે. એપલ એનાલિસ્ટ Ming-Chi Kuo અનુસાર વર્ષ 2022ના પહેલા ક્વાર્ટર માર્ચમાં નેક્સ્ટ જનરેશન (Apple iPhone SE may launch by March next year) Apple iPhone SE લોન્ચ કરવામાં આવશે.

સંભવિત ફીચર

મિંગ ચી કુઓ (Ming-Chi Kuo) અનુસાર નેક્સ્ટ જનરેશન Apple iPhone SE માં 4.7 ઈંચની ડિસપ્લે આપવામાં આવશે. ઉપરાંત આ આઈફોનમાં લેટેસ્ટ આઈપેડ મિની (iPad Mini) અને આઈફોન 13 (iPhone 13) નવી A15 ચિપ સાથે પ્રોસેસિંગ પાવરમાં વૃદ્ધિ થઈ શકે છે અને 3GB RAM વેરિએન્ટ સાથે લોન્ચ કરવામાં આવશે.

5G નેટવર્ક સપોર્ટ

આઈફોન SEમાં સૌથી વધુ ફાસ્ટ પ્રોસેસર, 5G નેટવર્ક સપોર્ટ અને ટચ આઈડી હોમ બટન આપવામાં આવશે. Ming-Chi Kuo એ જણાવ્યું છે કે, 5.7 ઈંચની ડિસપ્લેના iPhone SE ની અફવા ઉડી રહી છે અને તે વર્ષ 2023 માં લોન્ચ થઈ શકે છે. Apple iPhone SE વિશેની આ તમામ જાણકારીની એપ્પલ તરફથી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. તાજેતરના રિપોર્ટ સાચા પણ હોઈ શકે છે.

આ પણ વાંચો: iPhone SE 3ને લઈને મોટો ખુલાસો, એપલના આ ફોન જેવો હોઈ શકે છે એપલનો થર્ડ જનરેશન SE ફોન

iPhone SE 3 ભારતમાં અંદાજીત કિંમત

iPhone SE 3 એપલનો મિડ રેન્જ ફોન હશે. આ મિડ રેન્જ ફોન હોવાથી એન્ડ્રોઈડ ડિવાઈસ સાથે હરિફાઈમાં ઉતરે તેવી શક્યતા છે. 2020માં લોન્ચ થયેલા iPhone SE 2020ની રૂ. 39,900ની કિંમત જોતા iPhone SE 3 ની અંદાજિત કિંમત રૂ. 45,000ની આસપાસ હોય તેવી શક્યતા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Apple, IPhone, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર