નવી દિલ્હી: યૂઝર્સના ડેટા અને સુરક્ષા બાબતે એપલ (Apple) ખૂબ સજાગ છે. જેના પરિણામે એપલ દ્વારા થોડા દિવસોમાં આઈઓએસ (iOS) 15.2 અને આઈપેડ ઓએસ (iPadOS)15.2 લોન્ચ કરવામાં આવશે. જેમાં કઈ એપ્લિકેશન કયા સેન્સેટિવ ડેટા એક્સેસ (Sensitive data access) કરે છે તેની જાણકારી આપવામાં આવશે. એપલે થોડા દિવસો પહેલા જ આઇઓએસ અને આઇપેડ (iPad) ઓએસ માટે 15.1 અપડેટ્સ બહાર પાડ્યા હતા. ત્યારે આ ફીચર્સને આઇઓએસ 15 (iOS 15)ની પ્રાઇવેસીને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી રહ્યા છે. જેમાં અલગ અલગ એપ્લિકેશન દ્વારા લોકેશન, ફોટો, કેમેરા, માઇક્રોફોન અને કોન્ટેક્ટ્સના થનાર ઉપયોગની જાણકારી આપવામાં આવશે.
એપ પ્રાઇવેસી રિપોર્ટ ફીચર અપાશે
MacRumorsના તાજેતરના અહેવાલ મુજબ એપલે આઇઓએસ 15.2 બીટા અપડેટમાં એપ્લિકેશન પ્રાઇવસી રિપોર્ટ ફીચર ઉમેર્યું છે. એપ્લિકેશન પ્રાઇવેસી રિપોર્ટમાં છેલ્લા 7 દિવસમાં કઈ એપ્લિકેશને લોકેશન, ફોટો, કેમેરા, માઇક્રોફોન અને કોન્ટેક્ટ્સ જેવી સંવેદનશીલ માહિતીનો ઉપયોગ કર્યો છે તે અંગેની જાણકારી હશે. રિપોર્ટમાં એ પણ બતાવવામાં આવશે કે, એપ્લિકેશને કયા અન્ય વેબ ડોમેઇનનો સંપર્ક કર્યો છે. જેના થકી તમે ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં શું કરી રહી છે તેનો ખ્યાલ આવશે.
ટેસ્ટિંગ માટે ડેવલપર્સને અપાઈ
MacRumorsના રિપોર્ટ મુજબ એપલે આઈઓએસ 15.2 અને આઈપેડઓએસ 15.2ના પ્રથમ બીટાને ટેસ્ટિંગ કરવા ડેવલપર્સને સિડ કર્યું છે. અપડેટમાં એપ્લિકેશન પ્રાઇવસી રિપોર્ટ જેવા આઈઓએસ 15 ફીચર્સનો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે Apple WWDC ડેવલપર કોન્ફરન્સમાં સૌ પ્રથમ વખત એપ્લિકેશન પ્રાઇવસી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ એપના પ્રાઇવેસી સેક્શનમાં સેટિંગ્સ આઇઓએસ 15.2 બીટામાં ઉપલબ્ધ છે.
અપડેટ મેળવી ચૂકેલા લોકો પ્રાઇવેસી રિપોર્ટ તપાસી શકે છે. તે શોધવા માટે ડીવાઈસના સેટિંગ્સ પર જાઓ. ત્યારબાદ પ્રાઇવેસી સેક્શનમાં અને પછી એપ્લિકેશન પ્રાઇવેસી રિપ્પર્ટમાં જવું પડશે. જોકે, તમે કેટલાક સમય માટે એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હોય તો જ ડેટા જોવા મળશે.
ઈમરજન્સીમાં ઓટો કૉલ ફીચર
કંપની દ્વારા ઓટો કોલ ફીચર પણ આપવામાં આવ્યું છે. જેનાથી તમે ઇમરજન્સી સમયે અમુક બટન દબાવી કોલ કરી શકો છો. MacRumors કહે છે કે, તમે ઘણી વાર સાઇડ બટન દબાવીને અથવા વોલ્યુમ બટન સાથે સાઇડ બટનને સાથે દબાવી ઇમરજન્સી કોલ કરી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર