એપલની મેગા લોન્ચિંગ ઇવેન્ટ યોજાઇ છે, જેમાં એપલે કેટલીક નવી પ્રોડક્ટ લોન્ચ કરી હતી. દર વખતની જેમ એપલના કો ફાઉન્ડર અને સીઇઓ ટીમ કુકે પ્રોડક્ટ અને કંપની વિશે માહિતી આપી હતી. જેમાં કુકે જણાવ્યું કે દર વર્ષે અંદાજે 500 મિલિયન કસ્ટમર એપલ સ્ટોર આવી રહ્યાં છે, સાથે જ તેઓએ નેક્સ્ટ જનરેશન સ્માર્ટ વોચ લોન્ચ કરી હતી, ટીમ કુકે આ વોચને દુનિયાની નંબર વન વોચ ગણાવી હતી.ત્યારબા ટીમ કુકે આઇફોન 10 લોન્ચ કર્યો હતો.
કેવો છે આઇફોન 10 ?
ટીમ કુકે બે નવા ફોન લોન્ચ કર્યા જેમાં એક આઇફોન 10 અને બીજો iphone s MAX, iPhone 10માં 5.8 ઇંચની સુપર રેટિના OLED ડિસ્પ્લે હશે. તથા આ ફોન ગોલ્ડ, સિલ્વર અને ગ્રે કલરમાં ઉપલબ્ધ હશે. જ્યારે iPhone Xs Maxમાં 6.5 ઇંચની સુપર રેટિના OLED ડિસ્પ્લે હશે. નવા iPhoneમાં સૌથી સિક્યોર ફેસ રિકોગ્નિશન હશે, નવા iPhoneનું ફેસ આઇડી અત્યાર સુધી કોઇ પણ ફોનથી સૌથી વધુ ઝડપી હશે. નવા iPhoneમાં સ્ટીરિયો ઓડિયોને વધુ સારો બનાવ્યો છે. નવા iPhoneમાં A12 ચિપસેટ હશે.
કેવી છે એપલની નવી સ્માર્ટવોચ ?
એપપ્પલના સીઇઓ ટીમ કુકે એપલની સ્માર્ટવોચને દુનિયાની નંબર વન સ્માર્ટ વોચ ગણાવી છે, આ સાથે જ ટીમ કુકે નેક્સ્ટ જનરેશન એપલ વોચ લોન્ચ કરી હતી, સ્માર્ટ વોચના ફિચર્સ અંગે જણાવતા કુકે કહ્યું કે આ એપલ વોચ સીરીઝ 4 હશે, જે બે સાઇઝમાં આવશે, જેની એક સાઇઝ 40 MM અને બીજી સાઇઝ 44 MM હશે. આ સ્માર્ટ વોચ ખાસ હેલ્થ ડેટા પર ફોકસ કરશે, ફિટનેસ એપલ વોચનું મહત્વનું પાસુ છે. તો જો તમારું હાર્ટ રેટ સ્લો હશે તો એપલ વોચ તુરંત નોટિફિકેશન મોકલશે. આ સ્માર્ટ વોચમાં FACE 8 કપ્લીકેશન્સને સપોર્ટ કરશે. આ વોચમાં તમે મિત્રો, સંબંધીઓને એડ કરી શકસો. તમે નવી એપલ વોચથી ક્યારે પણ ECG લઇ શકશો, જેમાં માત્ર 30 સેકન્ડનો જ સમય લાગશે. જો તમે જમીન પર પટકાવવાના છો તો એપલ વોચ સીરીઝ 4 એ પણ ડિટેક્ટ કરી લેશે અને તે અંગે જાણકારી આપશે, જો તમે તેનાથી બચવામાં સફળ નહીં રહો તો તમારા ઓળખીતાને જાણ કરી દેશે. આ વોચમાં લગાલું સેંસર 8 ગણી ઝડપથી ડેટા સેંપલિંગ કરશે,