ટેક કંપની એપલ આગામી મહિનામાં iPhone 13 સિરીઝ લોન્ચ કરી શકે છે. કહેવાઈ રહ્યું છે કે, આઇફોન 13 સિરીઝ 17 સપ્ટેમ્બરથી પ્રી-બુકીંગ માટે ઉપલબ્ધ થશે. આ વર્ષે આઇફોન લાઇનઅપમાં ચાર સ્માર્ટફોન આઇફોન 13, આઇફોન 13 પ્રો, આઇફોન 13 પ્રો મેક્સ અને આઇફોન 13 મીની એમ ચાર વેરિઅન્ટમાં આવી શકે છે. ફ્રન્ટપેજટેકમાં આવેલી માહિતી મજુબ, એપલ આઇફોન 13 લાઇનઅપ 17 સપ્ટેમ્બરથી પ્રી-બુકીંગ માટે ઉપલબ્ધ થશે અને 24 સપ્ટેમ્બરથી તેનું વેચાણ શરૂ થવાની શક્યતા છે. જો આ વાત સાચી સાબિત થાય તો એપલ 14 સપ્ટેમ્બર સુધીમાં આઇફોન 13નું લોન્ચિંગ કરી શકે છે.
એપલ આઇફોન લોન્ચ કરવા માટે મોટા ભાગે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાનો સમય નક્કી કરે છે. જે સંભવતઃ મહિનાનો પહેલો કે બીજો મંગળવાર હોય છે. જોકે કોરોના મહામારીના કારણે ગત વર્ષે એપલનું શિડ્યુલ જળવાયું ન હતું અને આઇફોન 12 સીરીઝના લોન્ચિંગમાં લગભગ એક મહિનાનો વિલંબ થયો હતો. તાજેતરમાં જ એક ચાઇનીઝ ટીપસ્ટરરે સંકેત આપ્યો હતો કે આઇફોન 13 સ્માર્ટફોન 17 સપ્ટેમ્બરના રોજ લોન્ચિંગ માટે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર લિસ્ટેડ છે. હવે તે પ્રી ઓર્ડરની તારીખ હોવાનું કહેવાઇ રહ્યું છે. ફ્રન્ટપેજટેકના અહેવાલમાં જણાવ્યા અનુસાર એપલ એરપોડ્સ 3 પણ તેમાં સામેલ છે, પરંતુ તે 30 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થવાની શક્યતા છે.
તાજેતરમાં જ જણાવ્યા અનુસાર, આઇફોન 13 સિરીઝ અપડેટ કરેલ ફેસ આઇડી હાર્ડવેર સાથે આવશે. જે યુઝર્સને તેમના સ્માર્ટફોનને માસ્ક અથવા ચશ્મા સાથે અનલોક કરવાની પણ સુવિધા આપશે. અફવાઓ અનુસાર એપલ આઇફોન 13 સીરિઝમાં આઇફોન 13 મીની, આઇફોન 13 પ્રો અને આઇફોન 13 પ્રો મેક્સ સાથે આઇફોન 12 લાઇનઅપ જેવા જ વેનીલા આઇફોન 13નો પણ સમાવેશ કરાયો છે. અહેવાલો છે કે રેગ્યુલર iPhone 13 અને iPhone 13 Miniમાં પાછળના ભાગે એક સરખા ડ્યુએલ કેમેરા છે. જ્યારે પ્રો મોડેલ્સમાં ટ્રિપલ કેમેરા સામેલ છે. આ સિવાય iPhone 13 Pro મોડલ 120Hz રિફ્રેશ રેટ સાથે આવશે તેવું પણ ચર્ચાઇ રહ્યું છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર