Home /News /tech /

Apple લાવી રહ્યું છે ઓછી કિંમતનું MacBook Pro 2022, પરંતુ નીકળી જશે આ ફીચર, જાણો details

Apple લાવી રહ્યું છે ઓછી કિંમતનું MacBook Pro 2022, પરંતુ નીકળી જશે આ ફીચર, જાણો details

Apple MacBook (પ્રતીકાત્મક ફોટો)

Apple MacBook Pro: એપલ (Apple) આ વર્ષે અમુક ફેરફાર સાથે પોતાનું એન્ટ્રી લેવલ મોડલ રજૂ કરી શકે છે. બ્લૂમબર્ગના માર્ક ગુરમેનના જણાવ્યા અનુસાર, નવું એન્ટ્રી-લેવલ મોડલ મેકબુક પ્રો 2022 (MacBook Pro 2022) હશે.

    MacBook Pro 2022: Apple આ વર્ષે કેટલાક ફેરફારો સાથે તેનું એન્ટ્રી લેવલ મોડલ રજૂ કરી શકે છે. બ્લૂમબર્ગના માર્ક ગુરમેને આ અંગે જાણકારી આપી છે. ગુરમેનના જણાવ્યા અનુસાર, નવું એન્ટ્રી-લેવલ મોડલ મેકબુક પ્રો 2022 (MacBook Pro 2022) હશે. તેમણે તેમના ન્યૂઝલેટરમાં આ આગામી MacBookમાં સંભવિત ફીચર્સ વિશે પણ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, આપણે વધુ એક એપલ ચિપ જોવા જઈ રહ્યા છીએ કારણ કે કંપની ઇન્ટેલ ચિપ્સ લાવવાની છે, પરંતુ આ એક એન્ટ્રી-લેવલ મોડલ છે, એટલે, ટ્રેડ-ઓફ હશે.

    ગુરમેને જાહેર કર્યું કે નવું એન્ટ્રી-લેવલ MacBook Pro M2 ચિપ માટે યોગ્ય રહેશે. તે 2020 MacBook Pro પર આવનારા M1ના સક્સેસર છે. અને તે પ્રમોશન ડિસ્પ્લે ટેક્નોલોજી અને MiniLED સાથે નહીં આવે.

    ProMotion Appleની ડિસ્પ્લે રિફ્રેશ રેટ ટેકનોલોજી છે જેમાં ડિવાઇસ 120Hz સુધીના કન્ટેન્ટના આધારે બેસ્ટ રિફ્રેશ રેટ નક્કી કરે છે.

    આ પણ વાંચો: લોન્ચ પહેલા જાણો Oppo Find X5 Proની કિંમત અને ફીચર્સ, તમારા બજેટમાં છે કે નહીં?

    નવું એન્ટ્રી-લેવલ મેકબુક પ્રો ગયા વર્ષના મેકબુક પ્રો કરતા ઓછા સ્ટોરેજ, ઓછા પર્ફોર્મન્સ સાથે અને ટચ બાર વિના લોન્ચ થઈ શકે છે.

    આ ફીચર મળશે નહીં

    ગુરમેને તેના ન્યૂઝલેટરમાં જણાવ્યું હતું કે મને અપેક્ષા છે કે નવું એન્ટ્રી-લેવલ મેકબુક પ્રો ટચ બારને રિપ્લેસ કરશે અને હાઇ-એન્ડ મેકબુક પ્રો જેવું દેખાશે, પરંતુ મોટો તફાવત ઓછો ડિસ્પ્લે, પ્રોસેસર અને સ્ટોરેજ હશે. એ સાથે અમે તમને જણાવી દઈએ કે આમાં ન તો કોઈ પ્રમોશન હશે અને ન તો મિનિલેડ ડિસ્પ્લે હશે.

    આ પણ વાંચો: જલ્દી જ માર્કેટમાં આવી રહી છે 200Km રેન્જવાળી ઇલેકટ્રીક બાઇક, જાણો કિંમત અને ડિટેલ્સ

    2021 MacBook Pro એ Appleનું હાઈ પરફોર્મ કરનારું MacBook Pro છે, જેમાં M1 Pro અને M1 Max ચિપ્સની સુવિધ છે. જો કે M2, M1 ચિપ કરતાં વધુ સારી હશે, પરંતુ વિશ્લેષકો માને છે કે તે M1 Pro અથવા M1 Max જેટલું શક્તિશાળી નહીં હોય, તેથી આગામી MacBook Proના પરફોર્મન્સમાં ઘટાડો થઈ શકે છે.

    આ Apple M1 ચિપ સાથે આવે છે, અને તેમાં 13.3-ઇંચની ડિસ્પ્લે છે. 2020 MacBook Pro 8GB રેમ અને 512GB SSD સ્ટોરેજ પેક કરે છે અને 20 કલાક સુધીની બેટરી લાઇફ ઓફર કરે છે. તમે તેને બે કલર ઓપ્શન સ્પેસ ગ્રે અને સિલ્વરમાં ખરીદી શકો છો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Apple, Gujarati tech news, MacBook Pro, Mobile and Technology

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन