Home /News /tech /Apple લોન્ચ કરશે iPhone અપડેટ: જાણો નવા અપડેટ્સ અને અદ્ભુત ફીચર્સ વિશે સંપૂર્ણ માહિતી

Apple લોન્ચ કરશે iPhone અપડેટ: જાણો નવા અપડેટ્સ અને અદ્ભુત ફીચર્સ વિશે સંપૂર્ણ માહિતી

iPhone માં મળશે નવી અપડેટ

Update: Apple આવનારા સોમવારે એક નવી iPhone ઓપરેટિંગ સિસ્ટમ, iOS 16.1 અપડેટ રોલ આઉટ કરવા જઈ રહ્યું છે. કંપનીએ એક પ્રેસ રિલીઝમાં આ અંગે જાહેરાત કરી હતી. આમાં કેટલાક અફલાતૂન ફીચર્સ મળવાના છે. જાણો આ અંગેની માહિતી

  સિલિકોન વેલી: ક્યુપર્ટિનો સ્થિત Apple આવનારા સોમવારે એક નવી iPhone ઓપરેટિંગ સિસ્ટમ, iOS 16.1 અપડેટ રોલ આઉટ કરવા જઈ રહ્યું છે. કંપનીએ એક પ્રેસ રિલીઝમાં આ અંગે જાહેરાત કરી હતી. આ નવું અપડેટ આઇફોન યુઝર્સ માટે આઇફોન અથવા નવા મૉડલ સાથે લૉન્ચ થશે અને તેમાં કેટલાક ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જે સપ્ટેમ્બરમાં iOS 16 લૉન્ચ કરવામાં આવ્યું ત્યારે તેમાં ઉપલબ્ધ ન હતા.

  આવનારા અપડેટેડ ફીચર્સ:

  Apple વૉચ વિના Apple Fitness+ ઍક્સેસ

  iOS 16.1 ધરાવતા iPhone યુઝર્સ Apple Fitness+ ને સબ્સ્ક્રાઇબ કરી શકશે અને ઍક્સેસ કરી શકશે, પછી ભલે તેમની પાસે Apple Watch ન હોય.

  Fitness+ એ ગાઇડેડ વર્કઆઉટ્સ અને મેડિટેશનની માહિતી ધરાવતી સબ્સ્ક્રિપ્શન સર્વિસ છે, જેનો ખર્ચ દર મહિને $9.99 અથવા વાર્ષિક $79.99 છે. ટેક્નોલોજી જાયન્ટ કંપની નવા iPhone, iPad અથવા Apple TVની ખરીદી સાથે ત્રણ મહિના માટે ફ્રી Fitness+ ઓફર કરી રહી છે.

  જો તમે Apple વૉચ વિના Fitness+ પર વર્કઆઉટ કરો છો, તો તમે બર્ન થયેલી કેલરી અથવા તમારા રીઅલ-ટાઇમ હાર્ટ રેટ જેવા મેટ્રિક્સ જોઈ શકશો નહીં.

  ક્લીન એનર્જી આઇફોન ચાર્જિંગ

  iOS 16.1 અપડેટમાં ક્લીન એનર્જી ચાર્જિંગ પણ સામેલ હશે. Apple કહે છે કે આનાથી યુઝર્સ જ્યારે ક્લીન એનર્જી સ્ત્રોત્ર ઉપલબ્ધ હોય ત્યારે ચાર્જિંગને ઑપ્ટિમાઇઝ કરવા દેશે, જે તમારા iPhoneના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં મદદ કરશે.

  ક્લીન એનર્જી ચાર્જિંગ એ એક ઓપ્શન છે, જેને સેટિંગ્સ > બેટરી > બેટરી હેલ્થ એન્ડ ચાર્જિંગમાં જઈને પસંદ કરી શકો છે. ક્લીન એનર્જી ચાર્જિંગ વિકલ્પ અંગે Apple કહે છે, “તમારા પ્રદેશમાં જ્યારે ઓછી કાર્બન ઉત્સર્જન વીજળી સોર્સ આવેલેબલ હોય ત્યારે iPhone પસંદગીપૂર્વક તેનાથી ચાર્જ કરીને તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાનો પ્રયાસ કરશે. iPhone તમારા દૈનિક ચાર્જિંગ રૂટિનને અનુસરે છે, જેથી તમે તેનો ઉપયોગ કરો તે પહેલાં તે ફોનને ફૂલ ચાર્જ કરે છે.

  iCloud શેર્ડ ફોટો લાઇબ્રેરી

  iOS 16.1 યુઝર્સ ને સ્ટાન્ડર્ડ iCloud આલ્બમને બદલે iCloud સાથે શેર કરેલી ફોટો લાઇબ્રેરી બનાવવાની મંજૂરી આપશે.

  આમાં યુઝર્સને લાઇબ્રેરીમાં પાંચ અન્ય લોકોને અથવા કુલ છ લોકોને ઇન્વાઇટ કરવાનું એક્સેસ મળશે. જ્યાં તેઓ બધા મનપસંદ ફોટા અને વિડીયોને એડ, રીમૂવ કે એડિટ કરી શકશે.

  કૅમેરા ઍપ એક નવું ટૉગલ ઑફર કરશે, જે યુઝર્સને ઑટોમૅટિક રીતે શેર કરેલી લાઇબ્રેરીમાં ફોટા મોકલવાનું સિલેક્ટ કરવાની મંજૂરી આપે છે. તેથી જો કોઈ યુઝર વેકેશન પર હોય અને મિત્રોના ગ્રુપ સાથે બીચ પર ઘણા ફોટા લઈ રહ્યા હોય, તો દરેક વ્યક્તિ આ વિકલ્પ ચાલુ કરીને ફોટોઝ લઇ શકે છે અને શેર કરેલ આલ્બમમાંના તમામ ફોટા ગ્રૂપમા દરેક જણ જોઈ શકે છે.

  થર્ડ પાર્ટી એપ્લિકેશનો માટે લાઇવ એક્ટિવિટી

  એકવાર યુઝર iOS 16.1 પર અપડેટ થઈ જાય, તેની લૉક સ્ક્રીનમાં લાઇવ એક્ટિવિટીઝ હશે, જે સ્પોર્ટ્સ ગેમ્સ, ઉબર જેવી રાઇડ-શેરિંગ એપ્લિકેશન્સ અથવા ફૂડ ડિલિવરી ઓર્ડરના અપડેટ્સ દર્શાવે છે. તેથી યુઝર્સ જોઈ શકે છે કે ઓર્ડર્ કરેલ ડિનર ઘરે પહોંચવામાં કેટલો સમય લાગશે.

  આ ફીચર iPhone 14 Pro અને iPhone 14 Pro Max પર સૌથી વધુ ઉપયોગી થશે, જેમાં ઓલવેઝ ઓન ડિસ્પ્લે હોય છે. જેથી કરીને યુઝર્સ નવી માહિતી જોઈ શકે.

  આ પણ વાંચો: Xiaomi એ લોન્ચ કર્યું સૌથી સ્લિમ અને હળવું લેપટોપ,પાવરફુલ બેટરી અને અદભૂત ડિઝાઇન, જાણો કિંમત

  હોમ એપમાં મેટર એકસેસરીઝ માટે સપોર્ટ

  iOS 16.1 હોમ એપમાં નવી મેટર એકસેસરીઝ માટે સપોર્ટ ઉમેરશે. આ યુઝર્સ ને સ્માર્ટ હોમ એક્સેસરીઝનો કન્ટ્રોલ આપશે.  મેટર એ એક નવું કનેક્ટિવિટી સ્ટાન્ડર્ડ છે, જે સ્માર્ટ હોમ એક્સેસરીઝનો ઉપયોગ કરવાનું સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અહીં ઉદ્દેશ્ય સ્માર્ટ હોમ ડિવાઇસને હોમ હબ સાથે કનેક્ટ કરવાનો છે. ભલે હબ એપલ, ગૂગલ અથવા એમેઝોન કે અન્ય કોઈ દ્વારા બનાવવામાં આવ્યું હોય.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Apple, Apple Updates, IPhone, Mobile tech

  विज्ञापन
  विज्ञापन