Tech and Mobile Updates : ભારતમાં નવી મેજિક એક્સેસરીઝ લોન્ચ કરતું Apple, જાણો તેના ફીચર્સ

એપલે ભારતમાં લોન્ચ કરી નવી મેજિક એસસરીઝ

Apple Latest : એપલ (Apple)એ એક્સેસરીઝ અને પ્રોડક્ટ્સની સીરિઝની ઘોષણા કરી છે. જેમાં, ટચ આઈ ડી સાથે મેજિક કી-બોર્ડ, ન્યૂમેરિક કીપેડ અને મેજિક માઉસ શામેલ છે. આ મેજિક એક્સેસરીઝ સિવાય કંપનીએ પોતાના મેક પ્રો માટે ત્રણ નવા ગ્રાફિક કાર્ડ મોડ્યૂલ રજૂ કર્યા છે.

  • Share this:
    તાજેતરમાં એપલ (Apple)એ એક્સેસરીઝ અને પ્રોડક્ટ્સની સીરિઝની ઘોષણા કરી છે. જેમાં, ટચ આઈ ડી સાથે મેજિક કી-બોર્ડ, ન્યૂમેરિક કીપેડ અને મેજિક માઉસ શામેલ છે. આ મેજિક એક્સેસરીઝ સિવાય કંપનીએ પોતાના મેક પ્રો માટે ત્રણ નવા ગ્રાફિક કાર્ડ મોડ્યૂલ રજૂ કર્યા છે. આ નવા ગ્રાફિક કાર્ડ- Radeon Pro W6800X MPX, Radeon Pro W6800 X Duo MPX અને Radeon Pro W6900X MPX – મેક પ્રોના ગ્રાફિક્સ હોર્સપાવરના પર્ફોર્મન્સને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.

    કંપનીએ શું કહ્યું?

    એપલે કહ્યું કે, તેના તમામ મેજિક એક્સેસરીઝ વાયરલેસ અને રિચાર્જેબલ છે. કંપનીએ દાવો કર્યો કે બેટરી બેકઅપનું ફીચર ખૂબ જ સારુ છે. જે લગભગ એક મહિના સુધી ચાલી શકે છે. મેજિક કી-બોર્ડ સ્પોટલાઈટ, ડિટેક્શન, ડૂ નોટ ડિસ્ટર્બ (DND) અને ઈમોજી માટે નવી Keys આપવામાં આવી છે. કી-બોર્ડમાં તમામ સર્વિસ આપવામાં આવી છે અને લોગિન માટે ટચ આઈડીની સુવિધા પણ આપવામાં આવી છે.

    કી-બોર્ડને M1 Mac સાથે કનેક્ટ કરવામાં આવશે ત્યારે ટચ આઈ ડી કામ કરશે. નવું મેજિક ટ્રેકપેડ એક રિફાઈન્ડ શેપમાં આવે છે અને મેજિક કી-બોર્ડ સંપૂર્ણરૂપે કોમ્પ્લીમેન્ટ કરે છે. આ મલ્ટી ટચ જેસ્ચર અને ફોર્સ ટચ ટેકનિક જેવા હાઈ ફીચરની સુવિધા આપવામાં આવી છે.

    મેજિક એક્સેસરીઝની કિંમત

    નવી મેજિક માઉસની કિંમત રૂ.7,500 છે, જ્યારે મેજિક ટ્રેક પેડની કિંમત રૂ.12,500 છે. રેગ્યુલર મેજિક કી-બોર્ડની કિંમત રૂ.9,500થી શરૂઆત થાય છે. તેનું અપગ્રેડેડ વેરિએન્ટ, ટચ આઈડી સાથે મેજિક કી-બોર્ડની કિંમત રૂ.14,500 અને ન્યૂમેરિક કી-બોર્ડની કિંમત રૂ.17,500 છે.

    ગ્રાફિક કાર્ડ

    એપલે તેના નવા ગ્રાફિક કાર્ડમાં હાઈ પર્ફોર્મન્સ આપવાનો વાયદો કર્યો છે. નવા ગ્રાફિક કાર્ડ DaVinci Resolve સાથે 23 ટકા સુધી હાઈ પર્ફોર્મન્સ અને Octane Xમાં 84 ટકા હાઈ પર્ફોર્મન્સની રજૂઆત કરશે. આ નવા કાર્ડને Octane X, DaVinci Resolve, Cinema 4D અને ફાઈનલ કટ પ્રો જેમ કે, GPU- હેવી એપ્લિકેશન માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. Radeon Pro W6900Xની કિંમત રૂ. 6,00,000 છે, જ્યારે Radeon Pro W6800 X Duo MPXની કિંમત રૂ. 5,00,000 નક્કી કરવામાં આવી છે. બેઝિક વેરિએન્ટ Radeon Pro W6900X MPXની કિંમત રૂ. 2,80,000 છે.
    Published by:Jay Mishra
    First published: