Home /News /tech /

એપલની નવી સ્માર્ટવોચ, 30 સેકેન્ડમાં જાતે જ કરી શકશો ECG ટેસ્ટ

એપલની નવી સ્માર્ટવોચ, 30 સેકેન્ડમાં જાતે જ કરી શકશો ECG ટેસ્ટ

એપલ સ્માર્ટ વોચ

વોચ સીરીઝ 4 (સેલુલર+GPS) વાળી વોરન્ટીની US માર્કેટમાં કિંમત 499 ડોલર હશે. ફક્ત GPS વાળી વોચ સીરીઝની કિંમત 399 ડોલર હશે

    નવી દિલ્હી: દિગ્ગજ કંપની એપલ (Apple)એ બુધવારે રાત્રે એક મેગા ઇવેન્ટમાં નેક્સ્ટ જનરેશન એપલ વોચ સીરીઝ 4 પણ લોન્ચ કરી છે. નવી એપલ વોચની ડિઝાઇન ખુબજ અફલાતૂન છે. એપલની સ્માર્ટવોચ સીરીઝ 4 પહેલા OTC ડિવાઇસ હશે. જેમાં ECG ટેસ્ટ પણ થઇ શકશે. આપ નવી એપલ વોચને ક્યારેય પણ ECG લઇ શકશો. તેમાં ફક્ત 30 સેક્ન્ડનો ટાઇમ હશે. સાથે જ આ આફનાં હાર્ટની રિધમ અને હેલ્થને પણ મોનિટર કરશે. ડોક્ટર્સ આ ડેટાનો ઉપયોગ કોઇ ખાસ હાર્ટ કંડીશન્સ જણાવે છે. આ ડેટાને iPhoneમાં સેવ કરી શકાશે તેથી આપ તેને ડોક્ટર્સ સાથે શેર કરી શકો.

    જાણો એપલની સ્માર્ટ વોચની કિંમત
    વોચ સીરીઝ 4 (સેલુલર+GPS) વાળી વોરંટીની US માર્કેટમાં કિંમત 499 ડોલર હશે. અને ફક્ત GPS વાળી વોચ સીરીઝની કિંમત 399 ડોલર હશે. વોચ સીરીઝ 3 (સેલુલર+GPS)વાળી વેરિએન્ટની કિંમત હવે 279 ડોલર હશે. તેનાં પ્રી-ઓર્ડર 14 સ્પટેમ્બરનાં રોજ શરૂ થશે. અને 21 સેપ્ટેમ્બરથી તેની ડિલિવરી શરૂ થશે. ભારતમાં એપલ વોચ સીરીઝ 4ની કિંમત શું હશે. તે હજુ સુધી કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. એપલ વોચ સીરીઝ 4 સિલ્વર, ગોલ્ડ અને સ્પેસ ગ્રે કલરમાં મળશે. આ ઉપરાંત તેમાંસ્ટેનલેસ વેરિએન્ટ અને નવાં ગોલ્ડ સ્ટેનલેસ ઓપ્શન પણ હશે. ડિવાઇઝ અને ક્લાઉડમાં હેલ્થ અને ફિટનેસનો સંપૂર્ણ ડેટા ઇનક્રિએટેડ હશે. તેમાં યૂઝર્સનો સંપૂર્ણ કંટ્રોલ રહેશે.

    નવું સેન્સર 8 ગણુ ઝડપથી કરશે ડેટા સેમ્પલિંગ
    આ વોચમાં ઓલ ડે બેટરી લાઇફ હશે. એપલ વોચમાં લાગેલુ નવું સેન્સર 8 ગણુ ઝડપથી ડેટા સેંપલિંગ કરી શકશે. નવાં સેન્સરની મદદથી એપલ વોચ સીરીઝ 4 આપને ફોલ (આફ પડવાનાં તો નથીને) તે વિશે પણ માહિતી આપશે. ફોલ અંગે માહિતી મળતા જ એપલ વોચઓટોમેટિક હેલ્થ અને ઇમરજન્સી સર્વિસિસમાં કોન્ટેક્ટ કરશે. એપલ વોચ સીરીઝ 4નાં પરફોર્મન્સને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે તેમાં નવી ચીપ લગાવવામાં આવી છે. નવી એપલ વોચમાં બ્રીધ એપ પણ હશે. તેની કનેક્ટિવિટીને પણ વધુ શ્રેષ્ઠ બનાવવામાં આવી છે. આપ આપના મિત્રો અને સંબંધીઓ ફેસ એપલ વોચમાં એડ કરી શકશો. જો આપનાં હાર્ટ રેટ ખુબજ સ્લો હશે તો એપલ વોચ તરત જ નોટિફિકેશન મોકલશે. નવી એપલ વોચમાં 30 ટકા મોટી ડિસ્પ્લે હશે. એપલ વોચ ખાસ કરીને હેલ્થ ડેટા પર ફોક્સ કરશે. નવી એપલ વોચ Face 8 કોમ્પ્લીકેશન્સને ડિટેક્ટ કરવામાં સપોર્ટ કરશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Apple, Launched, World, ટેકનોલોજી, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन