Home /News /tech /પહેલીવાર આવી ઑફર, ખૂબ જ સસ્તામાં ઘરે લાવી શકશો Apple iPhone
પહેલીવાર આવી ઑફર, ખૂબ જ સસ્તામાં ઘરે લાવી શકશો Apple iPhone
iPhone 12ની આ ઓફર મર્યાદિત સમય માટે છે. (apple.com)
Apple iPhone 12 Offer: લોકો iPhone ખરીદવા માટે ઑફરની રાહ જુએ છે અથવા તેની કિંમત ઘટવાની રાહ જુએ છે. જો તમે પણ નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Flipkart Electronic Sale એક સારી તક લઈને આવ્યું છે.
Apple iPhone 12 Offer: Apple ટૂંક સમયમાં તેની iPhone 14 સિરીઝ લૉન્ચ કરવા જઈ રહી છે. જેની હાલ આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને આ વચ્ચે જો તમે પણ iPhoneના ફેન છો તો તમારા માટે સારા સમાચાર છે. iPhone બધા લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે, અને આપણામાંથી મોટાભાગના લોકો તેને ખરીદવાનું વિચારે છે, પરંતુ મોંઘા ભાવને કારણે દરેક લોકો તેને ખરીદી શકતા નથી. iPhone ખરીદવા માટે, લોકો ઑફર્સની રાહ જુએ છે અથવા તેની કિંમત ઘટવાની રાહ જોતા હોય છે. જો તમે પણ નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Flipkart Electronic Sale એક સારી તક લઈને આવ્યું છે.
ફ્લિપકાર્ટથી મળેલી માહિતી અનુસાર, iPhone 12ને 65,900 રૂપિયાની જગ્યાએ માત્ર 50,990 રૂપિયામાં ખરીદી શકાય છે. જો તમને પણ આ ઑફર ગમતી હોય અને તમારા બજેટ પ્રમાણે હોય, તો ચાલો જાણીએ તેના તમામ ફીચર્સ વિશે…
iPhone 12માં 6.10-ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1170×2532 પિક્સલ છે અને આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. તેમાં શક્તિશાળી Apple A14 Bionic (5 nm) પ્રોસેસર છે. સ્ટોરેજ માટે તેમાં 4GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ છે.
ખાસ કેમેરા કેમેરા તરીકે આ iPhoneના પાછળના ભાગમાં f/1.6 અપર્ચર સાથે 12 મેગાપિક્સલનો પહેલો કેમેરો અને f/2.4 અપર્ચર સાથેનો 12 મેગાપિક્સલનો બીજો કેમેરો આપવામાં આવ્યો છે. iPhone 12 ના ફ્રન્ટ પર, તમને f/2.2 અપર્ચર સાથે 12-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળશે.
જો બેટરીની વાત કરીએ તો તેમાં 20W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 2815 mAh બેટરી આપવામાં આવી છે. iPhone 12 ફેસ અનલોક, 3D ફેસ રેકગ્નિશન, કંપાસ/મેગ્નોમીટર સેન્સર, એક્સીલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, જાયરોસ્કોપ, પ્રોક્સિમિટી અને બેરોમીટર સેન્સરથી સજ્જ છે. કનેક્ટિવિટી માટે, આ iPhoneમાં 5G કનેક્ટિવિટી, 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ v5.00, GPS, NFC, લાઈટનિંગ અને ડ્યુઅલ સિમ સપોર્ટ છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર