એપલ ફેન્સ માટે રાહ હવે થશે પૂર્ણ. આજથી ભારતમાં નવા આઈફોન મળવાની શરૂઆત થશે. તાજેતરમાં એપલે ત્રણ નવા આઇફોન લોન્ચ કર્યા છે - આઇફોન એક્સએસ, આઇફોન એક્સએસ મેક્સ અને આઇફોન એક્સઆર. જોકે આઇફોન એક્સઆરની ભારતમાં વેચાણ 26 ઑક્ટોબરથી હશે. આ બંને સ્માર્ટફોન આઇફોન XS અને આઇફોન XS મેક્સ માટે ફ્લિપકાર્ટ અને પેટીએમ મોલ પર સાંજે 6 વાગ્યાથી ખરીદી કરી શકો છો.
એરટેલ પહેલાથી જ તેનો પ્રી ઓર્ડર લઇ લીધો હતો અને જે લોકોએ અગાઉથી બુક કર્યું છે તેમને પણ 28 સપ્ટેમ્બર એટલે કે આજથી આ સ્માર્ટફોન્સ મળશે. ઉપરાંત એપલના ઓથરાઇઝ્ડ સ્ટોરથી પણ તે ખરીદી શકે છે. તમને જણાવી દઇએ કે ભારતમાં એક પણ એપલ સ્ટોર નથી.
આઇફોન એક્સઆર આ સમયમાં સૌથી ઓછો ભાવ ધરાવતો સ્માર્ટફોન છે અને તેના માટે ભારતમાં 19 ઑક્ટોબરથી પ્રી બુકિંગ શરૂ થશે. અહેવાલો અનુસાર, એપલ ઈન્ડિયા, નવા આઈફોનનું વેચાણને લઇને સંપૂર્ણ રીતે તૈયાર છે અને તે સુનિશ્ચિત કરી રહી છે કે કોઈ પણ રીતે કોઈ સમસ્યા નથી. સૂત્રો અનુસાર, એપલ આઇફોન એક્સએસ અને આઇફોન એક્સએસ મેક્સના એક લાખ યુનિટ્સ ભારતમાં ઈમ્પોર્ટિંગ કરી રહી છે.
ભાવ અને કલર વેરિયન્ટ
ભારતમાં આઇફોન એક્સએસ અને આઇફોન એક્સએસ મેક્સ ત્રણ કલર વેરિયન્ટ - બ્લેક, ગ્રે અને ગોલ્ડમાં મળશે. આઇફોન XS 64GB ની કિંમત 99.900 રૂપિયા છે, જ્યારે તેની 512GB વેરિયન્ટ 1,14,900 રૂપિયા મળશે.
ઇન્ડિયાઆઈ સ્ટોર મુજબ, આઇફોન એક્સએસ 4,499 રૂપિયાના ઇફેક્ટીવ ભાવ સાથે ખરીદી શકાય છે. એક વર્ષ સુધી ઇએમઆઈ છે. અહીં ઇએમઆઇ કેલ્ક્યુલેટર આપવામાં આવ્યો છે જ્યાં આઇફોન એક્સએસ, એક્સએસ મેક્સના તમામ વેરિયન્ટ કિંમતોના સંદર્ભમાં આ જોઈ શકાય છે કે તમે કેટલી ઇએમઆઈ આપી શકો છો.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર