Home /News /tech /

એપલ આઈફોન X અને સેમસંગ ગેલેક્સી Note 9 વચ્ચે થઈ ટક્કર, આ ફોને મારી બાજી

એપલ આઈફોન X અને સેમસંગ ગેલેક્સી Note 9 વચ્ચે થઈ ટક્કર, આ ફોને મારી બાજી

    નવી દિલ્હી: સેમસંગ ગેલેક્સી એસ 9 જ્યારથી લોન્ચ થયો છે ટ્વિટર પર તે વાતને લઈને યુદ્ધ છેડાઈ ગયું છે કે ફોનમાં કોઈપણ એવો ફિચર નથી જેનાથી કહી શકાય કે નોટ સિરીઝના અન્ય સ્માર્ટફોન ગેલેક્સી નોટ 9થી અલગ હોય. જ્યારે કેટલાક યૂઝર્સ તે પણ કહી રહ્યાં છે કે, નોટ 9 ફોનમાં કંઈપણ પરિવર્તન કરવામાં આવ્યા નથી, તે ઉપરાંત ફોનના સ્પેસિફિકેશન ઠિક S9+ની જેમ જ છે. વધુ એક રિપોર્ટે પણ આના પર મોહર મારી દીધી છે. ટોમ ગાઈડ વેબસાઈટની રિપોર્ટ અનુસાર એપલ આઈફોન Xએ સેમસંગ ગેલેક્ટસી નોટ 9ને બેન્ચમાર્કમાં પાછળ છોડી દીધો છે.

    વેબસાઈટે કહ્યું કે, તેને 6 જીબી રેમવાળા સેમસંગ ગેલેક્સી નોટ 9 અને આઈફોન X સાથે ટેસ્ટ કરવામાં આવ્યો જેમાં સેમસંગને આઈફોને પછાડ્યો હતો. ગીકબ્રેન્ચ 4માં આઈફોન Xને કુલ 10,357 પોઈન્ટ મળ્યા જ્યારે ગેલેક્સી નોટ 9ને માત્ર 8,876 પોઈન્ટ. જણાવી દઈએ કે, આમાં વનપ્લસને પણ 9,008 પોઈન્ટ મળ્યા. 3 ડી ગ્રાફિક્સની વાત કરીએ તો આમાં પણ આઈફોન Xએ ગેલેક્સી નોટ 9ને પાછળ છોડી દીધો. જ્યારે વનપ્લસને બંનેથી વધારે એટલે કે 5,124 સ્કોર મળ્યો હતો. જ્યારે નોટ 9 અને આઈફોનને 4,639 અને 4,639 અને 4,994 સ્કોર મળ્યો.

    જો કે, સ્ક્રિન ટેસ્ટમાં નોટ 9થી આઈફોન Xને પાછળ છોડી દીધો હતો. જણાવી દઈએ કે બંને હેન્ડસેટ એમોલેડ સ્ક્રિન્સ સાથે આવે છે. નોટ 9માં એમોલેડ પેનલનો ઉપયોગ કર્યો છે. જ્યારે સ્ક્રિન બ્રાઈટનેસમાં નોટ 9 આઈફોનથી આગળ નિકળી ગયો.
    Published by:Mujahid Tunvar
    First published:

    આગામી સમાચાર