અમેરિકામાં iPhone Xમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. એક અમેરિકી યુઝર પ્રમાણે ફોન એ સમયે બ્લાસ્ટ થયો જ્યારે iOS 12.1 અપડેટ કરી રહ્યો હતો. યુઝર્સે જણાવ્યું કે, iOS 12.1 અપડેટ કરતા જ ફોનમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો હતો. ત્યારબાદ થોડી જ સેકન્ડોમાં બ્લાસ્ટ થયો હતો. યુઝર પ્રમાણે આ ઘટના ત્યારે થઇ જ્યારે તે પોતાના આઇફોનમાં કંપનીના એડપ્ટર અને લાઇટિંગ કેબલથી જ ચાર્જ કરી રહ્યો હતો.
યુઝરે ટ્વિટ કરીને બ્લાસ્ટ થયેલા ફોનની કેટલીક તસવીરો શેર કરીને આ અંગે જાણકારી આપી હતી. એના અનુસાર મોહમ્મદ નામના આ યુઝર વોશિંગટનના ફેડરલ વેનો રહેવાશી છે. રહેલે આ ફોનને 10 મહિના પહેલા જ ખરીદ્યો હતો. ટ્વિટ ઉપર આ અંગે જાણકારી મળ્યા પછી એપલે આ મામલે તપાસ કરવાની વાત કરી છે.
@Apple iPhone X just got hot and exploded in the process of upgrading to 12.1 IOS. What’s going on here??? pic.twitter.com/OhljIICJan
રહેલના જણાવ્યા પ્રમાણે કંપનીએ તેના iPhone Xને વધારે જાણકારી માટે પોતાની પાસે મંગાવ્યો છે. તેમના ટ્વીટનો રિપ્લાય આપતા એપલ સપોર્ટે લખ્યું છે કે, આ નિશ્વિત રૂપથી અપેક્ષિત વ્યવહાર નથી. ટૂંક સમયમાં આ મામલે ઉકેલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આઇફોનમાં બ્લાસ્ટ થવાનો આ પહેલો મામલો નથી. આ પહેલા પણ ફોનમાં બ્લાસ્ટ થવાના સમાચારો આવી ચૂક્યા છે. સેમસંગના ગેલેક્સી નોટ 9 અને શિયોમીના ફોનમાં પણ ચાર્જીંગ દરમિયાન બ્લાસ્ટ થવાના સમાચાર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એપલે iPhone X પોતાની દસમી વર્ષગાંઠ ઉપર લોન્ચ કર્યો હતો. જેની કિંમત રૂ.88,966 છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર