Home /News /tech /

iPhone SE 3ને લઈને મોટો ખુલાસો, એપલના આ ફોન જેવો હોઈ શકે છે એપલનો થર્ડ જનરેશન SE ફોન

iPhone SE 3ને લઈને મોટો ખુલાસો, એપલના આ ફોન જેવો હોઈ શકે છે એપલનો થર્ડ જનરેશન SE ફોન

એપલ SE 2020 (ફાઇલ તસવીર)

iPhone SE 3: હવે એ જોવાનું રહ્યું કે એપલ તેના ફોનના બોક્સમાંથી પાવર અડાપ્ટર હટાવે છે કે કેમ. ઉલ્લેખનીય છે કે એપલના પ્રીમિયમ ફોનમાં ચાર્જિંગ અડાપ્ટર આપવામાં આવતું નથી.

    નવી દિલ્હી: એપલ iPhone SE 3 આવતા વર્ષે લોંચ કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે એપલનો થર્ડ જનરેશનનો SE ફોન એપલના હયાત ફોન iPhone XR મોડલ જેવો હોઈ શકે છે. તાજેતરમાં થયેલા ખુલાસામાં માલુમ પડ્યું છે કે SE 3ની પેટર્ન XR જેવી હશે પરંતુ તેમા અનેક નવા ફીચર પણ હશે જેનાથી લોકો તેને ખરીદવા મજૂબર બનશે.

    સસ્તો હશે Apple iPhone SE 3

    iPhone XR આધારિત SE 3 ફોનને 2022ના શરૂઆતમાં જાહેર કરવામાં આવશે. આ ફોનની કિંમત ઓછી હશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ મોબાઇલમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ હોઈ શકે છે, આ તકનિકનો એપલે પહેલા ઉપયોગ કર્યો નથી. રિપોર્ટ્સ પ્રમાણે આ ફોનમાં બાયોનિક A15 પ્રોસેસર અને 5G કનેક્ટિવિટી હશે.

    અનેક સ્ટોરેજ ઑપ્શન હશે

    કહેવામાં આવી રહ્યું છે કે આ ફોન 64GB, 128GB અને 256GBના સ્ટૉરેજ ઓપ્શન સાથે આવશે. iPhone XRમાં હાલ ફિજિટલ ટચ બટન નથી આપવામાં આવ્યું. આ ઉપરાંત આ પ્રથમ એવો SE ફોન હશે જેમાં ફ્રન્ટ ફેસિંગ બટન નહીં હોય. આશા રાખવામાં આવી રહી છે કે તેની જગ્યાએ આઇફોનમાં સાઇડ-માઉન્ટેટ ફિંગપ્રિન્ટ સ્કેનર હશે.

    અહેવાલ પ્રમાણે iPhone SE 3માં XR જેવી જ ડિઝાઈન પેટર્ન જેમ કે નોચ ડિસ્પ્લે, સિંગલ લેન્સ, બેઝેલલેસ એડ્ઝ હશે. આ ઉપરાંત આઈફોન SE 3માં એક મોટો બદલાવ એ પણ જોવામાં આવી શકે છે કે તેમાં સકર્યુલર ટચ આઈડીના બદલે ફેસઆઈડી પણ હોઈ શકે છે.

    આ પણ વાંચો: શું તમારા પાસવર્ડ સાથે ચેડા થયા છે? iPhoneનું આ ખાસ ફીચર તમને આપશે માહિતી

    iPhone SE ફોનની વિશેષતા

    iPhone SE 2020માં 4.7 ઇંચની ટ્રૂ ટોન ડિસ્પ્લે, 1334x750 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આવે છે. ફોનમાં A13 બાયોચીપ છે. જે 12 મેગાપિક્સલ રિયર કેમેરા અને 7 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સાથે આવે છે. આ ફોન 64GB અને 128GBના સ્ટોરેજ તેમજ ત્રણ કલર સાથે આવે છે.

    આ પણ વાંચો: iPhone 13 સિરીઝ, iPad, iPad mini માટે Belkinની નવી એસેસરીઝ લોન્ચ, જાણો કિંમત અને અન્ય માહિતી

    iPhone SEને ભારતીય બજારમાં ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. SE લૉંચ થયા બાદ એપલના પ્રીમિયમ સેગમેન્ટના અન્ય ફોનને થોડો ધક્કો લાગ્યો હતો. આવી જ રીતે XR રેન્જ પર ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફોનમાં પણ આગળ અને પાછળની બાજુએ એક એક કેમેરો આવે છે.

    iPhone SE 3માં પણ પાવર અડાપ્ટર અને ઇયરફોન નહીં મળે?

    જોકે, હવે એ જોવાનું રહ્યું કે એપલ તેના ફોનના બોક્સમાંથી પાવર અડાપ્ટર હટાવે છે કે કેમ. ઉલ્લેખનીય છે કે એપલના પ્રીમિયમ ફોનમાં ચાર્જિંગ અડાપ્ટર આપવામાં આવતું નથી. ગત વર્ષે જ એપલે તેમને નવાં ફોનમાંથી પાવર અડાપ્ટર અને ઇયરફોન હટાવી દીધા હતા. આ વર્ષે લોંચ કરવામાં આવેલી એપલ આઈફોન 13 સિરીઝમાં પણ આ બંને વસ્તુઓ નથી આપવામાં આવી રહી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Apple, IPhone SE, IPhone XR

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन