Appleએ બુધવારે સ્ટીવ જોબ્સ થિએટરમાં ત્રણ નવા iPhone (iPhone XS, iPhone XS Max અને iPhone XR) લોન્ચ કર્યા છે. આમાં બે મોબાઈલ iPhone Xના અપગ્રેડ વર્ઝન છે. જ્યારે એક મોબાઈલ વગર કોઈ નવા ફિચર્સ સાથે લોન્ચ થયો છે.
iPhone Xનું અપગ્રેડ વર્ઝન iPhone XS અને XS Max છે. જ્યારે ઓછી કિંમતવાળા iPhone XR વગર કોઈ નવા ફિચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ત્રણેય મોબાઈલમાં ios 12 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
iPhone XS
iPhone XS 64GB, 256GB અને 512GBના સ્ટોરેજ ઓપ્શન સાથે ભારતીય માર્કેટમાં લોન્ચ થશે. ભારતમાં iPhone XSનું 64GBવાળા વેરિએન્ટના મોર્ડલની કિંમત 99,900 રૂપિય હશે. iPhone XS ભારતીય માર્કેટમાં 28 સપ્ટેમ્બર હશે. iPhone XS સ્પેસ ગ્રે, સિલ્વર અને ન્યૂ ગોલ્ડ ફિનિશ કલરમાં લોન્ચ થયો છે.
iPhone XS Max
iPhone XS Maxમાં પણ 64GB, 256GB અને 512GBની સ્ટોરેજ આપવામા આવી છે. iPhone XS Max પણ સ્પેસ ગ્રે, સિલ્વર અને ન્યૂ ગોલ્ડ ફિનિશમાં લોન્ચ થયો છે. 64GBવાળા iPhone XS Maxની ભારતમાં કિંમત 1,09,000 રૂપિયા હશે. આ ફોન પણ 28 સપ્ટેમ્બર 2018થી ભારતીય માર્કેટમાં લોન્ચ થશે.
iPhone XR
iPhone XR 64GB, 128GB અને 256GBના સ્ટોરેજ ઓપ્શન સાથે મળશે. iPhone XR 26 ઓક્ટોબર 2018થી ભારતમાં ઉપલબ્ધ થઈ જશે અને આની શરૂઆતની કિંમત 76,900 રૂપિયા હશે. ભારતમાં iPhone XR કેકા પ્રી -ઓર્ડર 19 ઓક્ટોબર 2018થી શરૂ થશે. iPhone XR વ્હાઈટ, બ્લેક, બ્લૂ, કોરલ, યેલો અને રેડ કલરમાં ઉપલબ્ધ થશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર