Home /News /tech /

Apple iPhone 14 સિરીઝ આ દિવસે થશે લોન્ચ! જાણો ક્યારથી શરુ થશે વેચાણ અને શું હશે કિંમત?

Apple iPhone 14 સિરીઝ આ દિવસે થશે લોન્ચ! જાણો ક્યારથી શરુ થશે વેચાણ અને શું હશે કિંમત?

Apple iPhone 14 સિરીઝ આ દિવસે થશે લોન્ચ!

Apple iPhone 14 સીરિઝની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે અને હવે તેના વિશે વધુ એક મોટી માહિતી સામે આવી છે.

    મુંબઇ: Apple iPhone 14 સીરિઝની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે અને હવે તેના વિશે વધુ એક મોટી માહિતી સામે આવી છે. હકીકતમાં Apple iPhone 14 સિરીઝના લોન્ચિંગનો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સીરીઝનો ફોન 6 સપ્ટેમ્બરે લોન્ચ થશે. તમને જણાવી દઈએ કે iPhone 14 સિરીઝમાં iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro અને iPhone 14 Pro Maxનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 6 સપ્ટેમ્બરે યોજાનારી ઈવેન્ટમાં કંપની iPhone 14 સીરીઝની સાથે એપલ વોચ(Apple Smartwatch) 8 સીરીઝ અને 10th જનરેશન આઈપેડ પણ રજૂ કરી શકે છે.

    BGR India પર પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે iPhone 14 સિરીઝના લોન્ચ થયાના 10 દિવસ પછી 16 સપ્ટેમ્બરથી ભારતમાં અને સમગ્ર વિશ્વમાં iPhone વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

    આ ઉપરાંત બ્લૂમબર્ગના માર્ક ગુરમેને તાજેતરમાં જણાવ્યું હતું કે iPhone 14 અને Watch Series 8ની લૉન્ચ ઇવેન્ટ માટે Apple કંપની પ્રી-રેકોર્ડેડ વિડીયો તૈયાર કરી રહ્યું છે.

    આ પણ વાંચો: ટ્રાન્સ્પરન્ટ સ્માર્ટફોન સોશિયલ મીડિયા પર થયો વાયરલ! ક્યારે થશે લોન્ચ?

    કેટલી હશે કિંમત?

    iPhone 14 સિરીઝ વિશે ઘણા અહેવાલો આવ્યા છે અને તાજેતરનો અહેવાલ સૂચવે છે કે iPhone 14 Proની કિંમત $1,099 ($999થી ઉપર)થી શરૂ થશે અને iPhone 14 Pro Max ની કિંમત $1,199 હશે.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે એપલે વધતી કિંમતને કારણે પ્રો(Pro) અને નોન-પ્રો(Non-Pro) આઇફોન વચ્ચે તફાવત કરવા માટે iPhone 14 Pro અને iPhone 14 Pro Maxની કિંમતમાં થોડો વધારો કર્યો છે.

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બ્રાન્ડ દ્વારા iPhone 13 મિનીને Max વર્ઝન સાથે રિપ્લેસ કરવાની શક્યતા છે. આનાથી કિંમતમાં $300નો વધારો થવાની ધારણા છે.

    રિપોર્ટ અનુસાર, આવનારી iPhone 14 સિરીઝ ઘણા સુધારાઓ સાથે આવશે, જેમાં Pro મૉડલમાં નવી ડિઝાઇન, વધુ સારો કેમેરા અને વધુ સારા ફીચર્સનો સમાવેશ થશે. iPhone 14 Pro અને iPhone 14 Pro Max માં વધુ સારી પિક્ચર ક્વાલિટી અને ક્ષમતા ધરાવતો કેમેરો ઓફર કરવામાં આવે તેવી અપેક્ષા છે.
    First published:

    Tags: IPhone, Latest News, Mobile and tech

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन