Home /News /tech /

Apple iPhone: એપલ કરી રહ્યું છે iPhone 14 સિરીઝની તૈયારી, જોવા મળશે 6.7 ઇંચની નોચ ડિસ્પ્લે

Apple iPhone: એપલ કરી રહ્યું છે iPhone 14 સિરીઝની તૈયારી, જોવા મળશે 6.7 ઇંચની નોચ ડિસ્પ્લે

તસવીર: આઈફોન 13

iPhone 14 series: iPhone 14 સિરીઝમાં વેનિલા મોડેલ, iPhone 14 Max, 14 Pro અને 14 Pro Maxનો સમાવેશ થાય છે.

નવી દિલ્હી. iPhone 14 series: આપણામાંથી મોટાભાગના લોકો માટે iPhone 13 નું લોન્ચિંગ અતિશય શાનદાર હતું. હવે એપલ (Apple)ના ચાહકો નેક્સ્ટ જનરેશન iPhone 14 ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, જેમાં તેના આગળની સિરીઝની જેમ જ ચાર મોડલનો સમાવેશ કરવામાં આવશે. iPhone 14 સિરીઝમાં વેનિલા મોડેલ, iPhone 14 Max, 14 Pro અને 14 Pro Maxનો સમાવેશ થાય છે. નવા રિપોર્ટ્સમાં iPhone 14 Max વિશે જણાવવામાં આવ્યું છે.

iPhone 14 Max iPhone માં સિરીઝની નવી એન્ટ્રી છે. આ નવું મોડલ હવે મિની મોડલનું સ્થાન લઈ રહ્યું છે. આ અગાઉના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે એપલ દ્વારા iPhone 13 સિરીઝના મિની મોડલ સ્કિપ કરવામાં આવશે. જોકે, હવે વાત સત્ય પણ લાગી રહી છે કેમ કે હવે iPhone 14 Miniના સ્થાને હવે એપલ iPhone 14 Max લોન્ચ કરવા જઈ રહ્યું છે.

iPhone 14 Maxની વિગત

ધ ઈલેકના નવા રિપોર્ટમાં iPhone 14 Maxની વિગતો જણાવવામાં આવી છે. રિપોર્ટમાં ડિસ્પ્લે સપ્લાય ચેઈન વિશે માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એપલે અત્યારસુધી iPhone 14 Max માટે ડિસ્પ્લેનો પ્રકાર નક્કી કર્યો નથી. હાલ કંપની 60Hz LTPS અથવા 120Hz LTPO ડિસ્પ્લે વિશે વિચાર કરી રહી છે.

6.7 ઇંચની ડિસ્પ્લે

આ રિપોર્ટમાં iPhone 14 મોડેલ અને ડિસ્પ્લે ડિટેઈલ્સ વિશે વાત કરવામાં આવી છે. આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે iPhone 14ના એન્ટ્રી મોડેલમાં 6.1 ઇંચની નોચ કટઆઉટ 60Hz ડિસ્પ્લે આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. iPhone 14 Maxમાં 6.7 ઇંચની ડિસ્પ્લે હોવાની માહિતી આપવામાં આવી રહી છે. જોકે, અત્યારસુધી આ વિશે કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

120Hz રિફ્રેશ રેટ

જણાવી દઈએ કે iPhone 14 Max અને iPhone 14 Proમાં 6.7 ઈન્ચ ને 6.1 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવશે. iPhone 14 મોડેલમાં 120Hz રિફ્રેશ રેટ વીથ પંચ હોલ કટઆઉટ આપવામાં આવશે. જે અત્યારસુધી પ્રથમ વખત આપવામાં આવશે. iPhone 14 Max અને iPhone 14 Pro Max બંને મોડલમાં જો એકસરખી ડિસ્પ્લે હોય તો પણ Pro Max સૌથી પ્રિમિયમ ફોન હશે.

iPhone 14 Maxમાં ડિસ્પ્લે સપ્લાય સેમસંગની હશે કે એલજીની તે હજી નક્કી નથી. જો એપલ 120Hz LTPO ડિસ્પ્લેની પસંદગી કરે તો તે સેમસંગ સાથે જોડાણ કરે તેવી શક્યતા છે. જણાવી દઈએ કે સેમસંગ પાસે OLED LTPOની મોનોપોલી છે. જ્યારે iPhone ડિસ્પ્લેની વાત આવે તો સેમસંગ અને એપલ એક સારું જોડાણ છે. iPhone 13 Pro અને iPhone 13 Pro Maxમાં પણ સેમસંગ દ્વારા ડિસ્પ્લે આપવામાં આવી છે.

આ પણ વાંચો: iPhone SE 3: આવો હશે એપલનો નવો મિડ રેન્જ ફોન, જાણો સ્પેસ, ફીચર અને અંદાજિત કિંમત વિશે

બીજી તરફ એપલ હવે પોતાની ડિસ્પ્લે માટે સપ્લાય ચેઈનમાં ફેરફાર કરવા અંગેનો વિચાર કરી રહી છે. એપલ સેમસંગ પર પોતાની નિર્ભરતા ઓછી કરવાના પ્રયત્ન કરી રહ્યું છે. આ પરિસ્થિતીમાં એપલ 60Hz LTPS અંગે વિચાર કરી શકે છે અને એલજી અથવા ચીનની BOE સાથે જોડાણ કરી શકે છે.

ડિસ્પ્લેમાં LG અગ્રણી કંપની

જ્યારે ડિસ્પ્લેની વાત કરવામાં આવે તો એલજી પણ અગ્રણી કેપનીઓમાંની એક છે. જોકે, આ સાઉથ કોરિયાની કંપની LTPO ટેક્નોલોજી સાથે OLED ડિસ્પ્લે બનાવવામાં સક્ષમ નથી. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર આગામી વર્ષ સુધી એલજી OLED LTPO ડિસ્પ્લે તૈયાર કરી શકશે, જે iPhone 14 Max માટે એકદમ યોગ્ય વિકલ્પ છે.

આ પણ વાંચો: Apple AirTagsની મદદથી કારની ચોરી! આ ભેજાબાજ ચોરને શું કહેશો?

આ જ રીતે ચીનની કંપની BOE પણ આ જ પ્રકારની ટેક્નોલોજી સાથે કામ કરે છે. જો કે 2023 સુધી તે તૈયાર થવાની કોઈ શક્યતા નથી. હાલ તો એપલ પોતાની ડિસ્પ્લે સપ્લાય ચેન બદલવા માટે મક્કમ છે. આ જ કારણે આપણે iPhone 14 સીરીઝમાં ખાસ કરીને iPhone 14 Maxમાં નવી ટેક્નોલોજી જોઈ શકીશું.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Apple, IPhone, ટેકનોલોજી, સ્માર્ટફોન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन