Home /News /tech /Apple iPhone 14: Apple એ લોન્ચ કર્યા સૌથી મોંઘા ફોન, જાણો iPhone 14 સિરિઝની કિંમત અને સ્પેશિફિકેશન

Apple iPhone 14: Apple એ લોન્ચ કર્યા સૌથી મોંઘા ફોન, જાણો iPhone 14 સિરિઝની કિંમત અને સ્પેશિફિકેશન

Apple એ iPhone 14 સિરીઝ લોન્ચ કરી છે.

Apple અમેરિકાના માર્કેટ માટે iPhones માં પરંપરાગત સિમ સ્લોટને નહીં હોય. ત્યાંના ફોન બંને સિમ પર eSIM ને સપોર્ટ કરશે.

    નવી દિલ્હી : Apple એ iPhone 14 સિરીઝ લોન્ચ કરી છે. આઇફોન 14 પ્લસે મિની આઇફોનની જગ્યા લીધી છે. iPhone 14 માં iPhone 13 ના નોચને જાળવી રખાયો છે. એકવાત છે કે, iPhone 14 Plusમાં મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે. તેના ડિસ્પ્લેમાં ડોલ્બી વિઝન સપોર્ટ સાથે OLED પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    ટિમ કુકે 6.7 ઇંચના સુપર રેટિના ડિસ્પ્લેની સાથે નલા આઈફોન 14 અને આઈફોન 14 પ્લસની પુષ્ટી કરી છે. તેમને કહ્યુ છે કે, એપલને હવે આ ફોનનાા આવવાથી મિનીની જરૂરિયાત અનુભવાતી નથી. આશા હતી કે, iPhone 14 સિરીઝમાં A15 Bionic નો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ આ 15 ટકા ઝડપી ગ્રાફિક્સ પ્રદાન કરે છે.

    eSIM સપોર્ટ મળશે


    Apple અમેરિકાના માર્કેટ માટે iPhones પરના પરંપરાગત સિમ સ્લોટને દૂર કરી રહ્યું છે. તે બંને સિમ પર eSIM ને સપોર્ટ કરશે, પરંતુ વૈશ્વિક સ્તરે, iPhones પાસે SIM સ્લોટ હશે. iPhone 14ને પાંચ રંગ વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં મિડનાઈટ, સ્ટારલાઈટ, પર્પલ, બ્લુ અને પ્રોડક્ટ રેડ કલરનો સમાવેશ થાય છે. iPhone 14 સિરીઝમાં કંપનીએ સેટેલાઇટ કનેક્ટિવિટી ફીચર આપ્યું છે.

    સેટેલાઇટ કનેક્ટિવિટી


    Appleએ નવા iPhones માટે સેટેલાઇટ કનેક્ટિવિટીનું નવું ફિચર પણ લોન્ચ કર્યુ છે. જેનો તમે ઇમરજન્સીમાં ઉપયોગ કરી શકો છો. જે પણ વિસ્તારોમાં સેલ્યુલર કનેક્ટિવિટી ન હોય ત્યાં પણ તમે સેટેલાઇટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરી શકશો.


    iPhone 14 Pro મોડલ્સ


    આ સિવાય કંપનીએ iPhone 14 Pro મોડલ પણ લોન્ચ કર્યા છે. Apple કહે છે કે iPhone 14 Pro લાઇનઅપમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ કેમેરા અનુભવ હશે. પ્રો મોડલ્સના કેમેરામાં કંપનીએ ઘણા મોટા ફેરફારો સાથે ઘણા નવા ફીચર્સ સામેલ કર્યા છે. iPhone 14 Proમાં હંમેશા ડિસ્પ્લે પર ઉપલબ્ધ છે. Apple દાવો કરે છે કે પ્રો મોડલ અમારા શ્રેષ્ઠ iPhones છે. આ બંને iPhonesમાં 1TB સુધીના સ્ટોરેજ વિકલ્પો આપવામાં આવ્યા છે.

    Google Pixel 7, 7 Pro 6 આ ફીચર્સ સાથે ઓક્ટોબરમાં થશે લોન્ચ

    48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા


    iPhone 14 Pro માં 60 ટકા મોટા સેન્સરની સાથે નવો 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર ઉપરાંત આમાં અલ્ટ્રા વાઇડ અને ટેલીફોટો ફોટોગ્રાફી માટે ડુઅલ 12 મેગાપિક્સ સેન્સર છે. કંપનીનું કહેવું છે કે, આ સેન્સર્સની ક્વોલિટી ગત વર્ઝનથી બે ગણી વધારે છે.

    Kinetic Green Zing e-scooter ભારતમાં ઓછી કિંમતે થયું લોન્ચ

    ફોન કિંમત


    iPhone 14 અને iPhone 14 Plus માં 12-megapixelનો મુખ્ય કેમેરા છે. તેમાં 1.9 માઇક્રોન પિક્સલ, f/1.5 અપર્ચર અને OIS સેન્સર શિફ્ટ છે. કંપનીએ iPhone 14ની પ્રારંભિક કિંમત $799 (લગભગ રૂ. 63,700) રાખી છે જ્યારે iPhone 14 Plusની $899 (અંદાજે રૂ. 71,600) કિંમત સાથે લોન્ચ કર્યો છે.. આ સાથે, iPhone 14 Proની શરૂઆતની કિંમત $999 છે અને iPhone 14 Pro Maxની પ્રારંભિક કિંમત $1099 છે.

    Apple iPhone 14 Pro (128GB)- Rs 1,29,900

    Apple iPhone 14 Pro (256 GB)- 1,39,900

    Apple iPhone 14 Pro (512 GB)- Rs1,59,900

    Apple iPhone 14 Pro (1TB)- Rs 1,79,900

    Apple iPhone 14 Pro Max (128GB)- Rs 1,39,900

    Apple iPhone 14 Pro (256GB)- Rs 1,49,900

    Apple iPhone 14 Pro (512GB)- Rs 1,69,900

    Apple iPhone 14 Pro (1TB)- Rs 1,89,900
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Apple iPhone, Launch, Mobile launch, Technology news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन