Home /News /tech /iPhone 14: ફિજિકલ SIM કાર્ડ વગર લોંચ થશે Apple iPhone 14, જાણો શું છે e-SIM ટેક્નિક

iPhone 14: ફિજિકલ SIM કાર્ડ વગર લોંચ થશે Apple iPhone 14, જાણો શું છે e-SIM ટેક્નિક

તસવીર: આઈફોન 13

Apple iPhone 14: આઈફોન 14 સિરીઝમાં e-SIM કાર્ડ આપવાનું એક કારણ એવું પણ હોઈ શકે છે કે કંપની પોતાની આગામી શ્રેણી (Apple iPhone 14 series)ને સંપૂર્ણ રીતે વોટરપ્રૂફ બનાવવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આઈફોન 14 સ્માર્ટફોનને તમે લાંબા સમય સુધી પાણીમાં પણ ઊપયોગ કરી શકશો.

વધુ જુઓ ...
    મુંબઈ: Apple iPhone 14 Launch Date: અત્યારસુધી એવી ચર્ચા હતી કે એપલ કંપની આઈફોન 15 શ્રેણી (Apple iPhone 15 series)માં ફિજિકલ સિમ કાર્ડ નહીં આપે. આઈફોન 15 શ્રેણી વર્ષ 2023માં લોંચ કરવામાં આવશે. સિમ કાર્ડ વગરનો આ પ્રથમ iPhone બની શકે છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે Apple iPhone 14 Seriesમાં સિમ કાર્ડનો સ્લૉટ નહીં હોય. એપલ પોતાની આગામી આઈફોન 14 શ્રેણીમાં સિમ કાર્ડ સ્લૉટની જગ્યાએ e-SIM વિકલ્પ આપવા પર કામ કરી રહ્યું છે. ભારતમાં ત્રણ ટેલીકોમ કંપનીઓ ભારતી એરટેલ (Airtel), વોડાફોન-આઇડિયા (Vodafone-Idea) અને રિલાયન્સ જિયો (Jio) e-SIM કાર્ડ સેવા આપે છે.

    એપલના ઈ-સિમ સાથેના સ્માર્ટફોન

    એપલ પહેલા પણ e-SIM ફિચર સાથેના સ્માર્ટફોન લોંચ કરી ચૂકી છે. કંપનીએ સૌથી પહેલા iPhone XS અને iPhone XS Maxમાં e-SIM ફિચર લોંચ કર્યું હતું. તાજેતરમાં લોંચ થયેલી iPhone 13 Seriesમાં પણ ફિજિટલ સિમ કાર્ડ ઉપરાંત e-SIM વિકલ્પ આપવામાં આવે છે. આ ફોનમાં તમે બે સિમ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. જેમાં એક ફિજિકલ અને અન્ય e-SIM કાર્ડ હશે. એવું કહેવામાં આવે છે કે આઈફોન 14ની અંદર ફક્ત e-SIM કાર્ડનો જ વિકલ્પ આપવામાં આવશે.

    આ પણ વાંચો: Alert! હેકર્સના નિશાના પર છે iPhone, આ ખામીને બનાવી શકે છે હથિયાર

    હવે ફક્ત e-SIM

    એવી ચર્ચા છે કે Apple iPhone 14 સિરીઝમાં ફક્ત e-SIM સેવાનો જ વિકલ્પ હશે. જોકે, iPhone 14 સિરીઝનું એક વેરિઅન્ટ ફિજિકલ સિમ કાર્ડ સ્લૉટ સાથે પણ આવી શકે છે. આ વેરિઅન્ટ એવા ટેલીકોમ ઓપરેટર્સ માટે લાવવામાં આવશે જેઓ હાલ ઇ-સિમ સેવા નથી આપી રહ્યા. iPhone 14 સિરીઝમાં ફિજિકલ સિમ કાર્ડ ન આપવાનું કારણ એવું પણ હોઈ શકે છે કે કંપની પોતાની આગામી મોબાઇલ શ્રેણીને સંપૂર્ણ રીતે વોટરપ્રૂફ (Waterproof) બનાવવા માંગે છે. એવું કહેવામાં આવે છે કે આઈફોન 14 શ્રેણીના સ્માર્ટફોનનો તમે લાંબા સમય સુધી પાણીમાં ઉપયોગ કરી શકશો.

    આ પણ વાંચો: Waterproof smartphones: ભારતમાં મળતા 12 બેસ્ટ વોટરપ્રૂફ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

    શું હોય છે e-SIM? (What is e-SIM)

    ભારતમાં રિલાયન્સ જિયો, વોડાફોન-આઇડિયા અને એરટેલ ઈ-સિમની સુવિધા આપે છે. ઈ-સિમને ટેલીકોમ કંપનીઓ મારફતે ઓવર-ધ-એર એક્ટિવેટ કરવામાં આવે છે. ઈ-સિમ (What is e-SIM) મોબાઇલ ફોનમાં લાગતું વર્ચ્યુઅલ સિમ કાર્ડ હોય છે. આ સિમ કાર્ડ ફિજિટલ સિમ કાર્ડની જેમ જ કામ કરે છે. જો તમે ઈ-સિમ માટે અરજી કરો છો તો તમારે તમારા ફોનમાં કોઈ પણ પ્રકારનું ફિજિકલ કાર્ડ નાખવાનું રહેતું નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Apple, Gadget, IPhone, ટેકનોલોજી

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन