Home /News /tech /Apple iPhone 14: આઈફોન 14ની પહેલી ઝલક આવી સામે, ખાસ ફીચર્સનો થઈ ગયો ખુલાસો!

Apple iPhone 14: આઈફોન 14ની પહેલી ઝલક આવી સામે, ખાસ ફીચર્સનો થઈ ગયો ખુલાસો!

નવું ઈન્ટરફેસ પણ સારી રીતે કામ કરે છે કંપનીએ ફોનના ઇન્ટરફેસમાં ઘણા નવા ફીચર્સ આપ્યા છે. ફેસઆઈડીનો ઉપયોગ કરીને એપ્સને અનલોક કરવાથી લઈને નેવિગેશન સુધી, ફોનનું નવું ઈન્ટરફેસ દોષરહિત રીતે કામ કરે છે. આ સિવાય ફોનની બેટરી લાઈફ પણ પ્રભાવશાળી છે.

Apple iPhone 14: iPhone 14 એ ટેક્નોલોજીની દુનિયામાં મોસ્ટ અવેઇટેડ સ્માર્ટફોન છે. એક યુઝરે ટ્વિટર પર iPhone 14 Max Proના CAD રેન્ડર શેર કર્યા છે.

    Apple iPhone 14: એપલ આઇફોન 13 (Apple iPhone 13)ની પોપ્યુલારિટી બાદ હવે લોકો અપકમિંગ આઈફોન 14 (iPhone 14)ની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં નવા iPhoneનો પહેલો ફોટો સામે આવ્યો છે અને તેથી બધાનું ધ્યાન તેના તરફ ગયું છે. આ ફોનની ડિઝાઈન જોઈને ફેન્સ ઉત્સાહિત બની ગયા છે. iPhone 14 Max Proની કમ્પ્યુટર એડેડ ડિઝાઇન અથવા CAD રેન્ડર લીક થયા બાદ ઇન્ટરનેટ પર તેની ઘણી ચર્ચા થઈ રહી છે. iPhone 14 એ ટેક્નોલોજીની દુનિયામાં મોસ્ટ અવેઇટેડ એટલે કે સૌથી વધુ રાહ જોવાતો સ્માર્ટફોન છે. ShrimpApplePro નામના એક યુઝરે iPhone 14 Max Proના CAD રેન્ડર ટ્વિટર પર શેર કર્યા છે.

    ફોટોઝ 4 એપ્રિલે અપલોડ કરવામાં આવ્યા હતા અને એના પછી ખૂબ જલ્દી 5 એપ્રિલે ફોનની ઇન્ટીરિયર અને એક્સટીરિયર ડિટેલ વિશે વધુ જાણકારી સામે આવી હતી.

    આ પણ વાંચો: આકર્ષક ડિઝાઇન અને ફીચર્સ સાથે ભારત આવી રહ્યો છે Xiaomi 12 Pro

    શેર કરેલી માહિતી અનુસાર, iPhone 14 Pro Maxમાં 1.95mmનો બેઝલ હશે જે iPhone 13 Pro Max કરતાં પાતળું છે, જેમાં 2.42mmનો બેઝલ છે. ઉપરાંત, આગામી ફોનમાં ઇયરપીસની ઊંચાઈ 0.57mm હોવાનું કહેવાય છે, જે iPhone 13 Pro Maxના 1.52mm કરતાં ઓછી છે.



    આટલી પહોળાઈ હોવાની અપેક્ષા

    આ ઉપરાંત, આઇફોન 14 પ્રો મેક્સની સાઇડ બટન સાથે 78.53mm લંબાઈ હોવાનું કહેવાય છે, જ્યારે પહોળાઈ અને ઊંડાઈ 160.71mm અને 12.16mm હોવાનું કહેવાય છે. ફોનમાં કટઆઉટથી સ્ક્રીનના ટોપ સુધીનું અંતર 2.29mm છે, જ્યારે, ગ્લાસના પાછળથી ઉપર સુધી કેમેરા બમ્પની ઊંચાઈ 4.18mm હોવાનું જણાવવામાં આવ્યું છે.

    ઉપરાંત, iPhone 14 Max Proમાં મેટલ રિંગ સાથે રિયર કેમેરાનો ડાયમીટર 13.85mm જોવા મળ્યો છે. યુઝર્સના મતે, આગામી ફોનમાં 6.9mmનો રિયર ફ્લેશ ડાયમીટર અને 6.5mmનો એક LiDAR સેન્સર ડાયમીટર હોવાની અપેક્ષા છે.

    આ પણ વાંચો: WhatsApp યુઝર્સ માટે ગુડ ન્યુઝ! ચેટિંગ કરવા માટે હવે ફોનમાં નંબર સેવ કરવાની જરૂર નહીં પડે

    એકંદરે, iPhone 14 Max Pro ની ડિઝાઇન તેના સાથી iPhone 12 મોડલ અને iPhone 13 Pro મોડલ જેવી જ લાગી રહી છે.

    8 જીબી સુધી રેમ મળશે

    આઈફોનની નવી સિરીઝમાં બહારના લુકથી લઈને ઇન્ટરનલ સ્પેસિફિકેશન સુધીમાં ચેન્જીસ જોવા મળી શકે છે. આ વખતે કંપની વધુ સારા રેમ સેટઅપનો ઉપયોગ કરી શકે છે, જે 8 GB સુધી હોઈ શકે છે. જ્યાં કંપની રેગ્યુલર આઈફોન 14 અને આઈફોન 14 મેક્સમાં એ15 બાયોનિક ચિપસેટનો ઉપયોગ કરશે. તો આઈફોન 14 પ્રો અને આઈફોન 14 પ્રો મેક્સમાં એ16 બાયોનિક ચિપસેટનો ઉપયોગ કરશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Apple, Apple iPhone

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन