એપલ આઈફોન 13ના લોન્ચિંગ પહેલા તેની માહિતી લીક, જાણો કયા નવા ફીચર મળશે

એપલ આઈફોન 13ના લોન્ચિંગ પહેલા તેની માહિતી લીક, જાણો કયા નવા ફીચર મળશે
પ્રતિકાત્મક તસવીર

એપલ આઈફોન 13 સીરિઝમાં આ વર્ષે આઈફોન 13, આઈફોન 13 મિની, આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સ લોન્ચ કરશે

  • Share this:
નવી દિલ્હી : એપલ આઈફોન 13 સીરિઝના ઓફિશિયલ લોન્ચિંગ પહેલા તેની કેટલીક માહિતી લીક થઈ ગઈ છે. થોડાક મહિનામાં જ આ ફોન લોન્ચ કરવામાં આવશે. લીક થયેલ માહિતી સત્ય છે કે અફવા તે કહી ન શકાય, પરંતુ આ સ્માર્ટફોનમાં કેટલાક વિશેષ ફીચરની સુવિધા મળી શકે છે.

એપલ આઈફોન 13 સીરિઝમાં આ વર્ષે આઈફોન 13, આઈફોન 13 મિની, આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સ લોન્ચ કરશે. આઈફોન 13 સીરિઝમાં iOS 15, A15 બીઓનિક, ઈમેજ પ્રોસેસિંગ માટે લિક્વિડ ક્રિસ્ટલ પોલીમર સર્કિટ બોર્ડ, 512GB ઈન્ટરનલ સ્ટોરેજ અને અદભુત નાઈટ મોડ કેમેરાનું ફીચર મળી શકે છે. ફોનમાં Qualcomm X60 મૉડલ અને WiFi 6E પણ ઉપલબ્ધ હોઈ શકે છે. એપલ આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સમાં 120Hz રિફ્રેશ રેટવાળી ડિસપ્લે પણ જોવા મળી શકે છે.આ પણ વાંચો - Covid impact: શું હવે અઠવાડિયામાં બે દિવસ બેંકો બંધ રહેશે? જાણો સમગ્ર પ્લાન

ડાબી અને જમણી બાજુ કેમેરા શિફ્ટ કરાયો

આઈફોન 13 સીરિઝમાં નાની ડિસપ્લે નૉચ જોવા મળશે. લીક થયેલ ફોટામાં જોવા મળે છે કે તેમાં બેઝલ હશે અને ડાબી તથા જમણી બાજુ ફ્રંટ કેમેરા શિફ્ટ કરાયો છે. કેટલાક રિપોર્ટ આઈફોન 13માં પોર્ટેબલ ડિઝાઈન તો કેટલાક રિપોર્ટ આઈફોન 13માં પોર્ટ લાઈટનિંગ હોવાનું જણાવે છે. આઈફોનમાં ટચ આઈડી સેંસર ડાયરેક્ટ આઈફોનની ડિસપ્લેમાં બનાવવામાં આવશે તેવી જાણકારી મળી છે. આ ફીચર એન્ડ્રોઈડમાં ઓલરેડી આપવામાં આવ્યું છે.

મલ્ટી ફેક્ટર ઓથેંટિકેશન પર કંપની કામ કરી રહી છે

કંપની iOS 15વાળા આ આઈફોનના મલ્ટી ફેક્ટર ઓથેંટિકેશન API પર કામ કરી રહી છે. ડેવલપર્સે ફેસ ID અને ટચ IDની મદદથી બાયોમેટ્રિક્સ ઓથેંટિકેટ કરવાનું રહેશે. મીડિયા રિપોર્ટ અનુસાર કંપની આઈફોન 13 સીરિઝ સ્માર્ટફોન 24 સપ્ટેમ્બરે લોન્ચ કરી શકે છે. આઈફોન 13ની કિંમત ભારતમાં રૂ. 69,990 રહેશે. હેવી મોડેલની કિંમત રૂ. 1,49,990 હોઈ શકે છે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ