Home /News /tech /

Apple iPhone 13 હવે મેડ ઈન ઈન્ડિયા, ભારતમાં ચેન્નાઈ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ

Apple iPhone 13 હવે મેડ ઈન ઈન્ડિયા, ભારતમાં ચેન્નાઈ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ

i phone 13

આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં Apple iPhone 13ની શિપમેન્ટ ગયા વર્ષની સરખામણીમાં 20 ટકા હોવાનો અંદાજ છે. iPhone 13 સિરીઝ તેના કુલ શિપમેન્ટના 17 ટકા હિસ્સો ધરાવે છે. Apple iPhone શિપમેન્ટ ચાલુ નાણાકીય વર્ષ 2022 માં 7 મિલિયનનો આંકડો પાર કરી શકે છે. આવી સ્થિતિમાં એપલનો માર્કેટ શેર વધીને 5.5 ટકા થઈ શકે છે.

વધુ જુઓ ...
    iPhone 13 Production: એપલ (Apple) યુઝર માટે સારા સમાચાર છે. હવે આઈફોન 13 (iPhone 13) મેડ ઈન ઈન્ડિયા થશે અને તેનું પ્રોડક્શન ભારતમાં શરૂ થઈ ગયું છે. ફોક્સકોન (Foxconn)ના ચેન્નાઈ પ્લાન્ટમાં iPhone 13નું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. ફોક્સકોન એપલનું પ્રોડક્શન પાર્ટનર છે. iPhone 13એ ફ્લેગશિપ સેલિંગ સ્માર્ટફોન છે, તેની ડિઝાઇન, સુવિધાઓ અને પરફોર્મન્સથી લોકોને આકર્ષિત કરે છે. એટલે કે હવે ગ્રાહકો ટૂંક સમયમાં મેડ ઈન ઈન્ડિયા મોડલ ખરીદી શકશે. એટલું જ નહીં, એપલનું આ પગલું ભારતના આઈફોન મેન્યુફેક્ચરિંગ હબ બનવાના સપનાને પૂર્ણ કરવામાં પણ ઘણું આગળ વધશે. ભારત હાલમાં વિશ્વનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ છે.

    iPhone 13ની ભારતમાં ભારે ડિમાન્ડ

    અહેવાલો અનુસાર, નવી Apple iPhone 13 સિરીઝ ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને અત્યારે તેની માંગ પણ ઘણી વધારે છે. સાયબરમીડિયા રિસર્ચ (CMR) ના રિપોર્ટ અનુસાર, આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં Apple iPhone 13ની શિપમેન્ટ ગયા વર્ષની સરખામણીમાં 20 ટકા હોવાનો અંદાજ છે. iPhone 13 સિરીઝ તેના કુલ શિપમેન્ટના 17 ટકા હિસ્સો ધરાવે છે. Apple iPhone શિપમેન્ટ ચાલુ નાણાકીય વર્ષ 2022 માં 7 મિલિયનનો આંકડો પાર કરી શકે છે. આવી સ્થિતિમાં એપલનો માર્કેટ શેર વધીને 5.5 ટકા થઈ શકે છે.

    મીડિયા રિપોર્ટ અનુસાર એપલે ભારતમાં માત્ર iPhone 13ના રેગ્યુલર મોડલનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે એટલે કે iPhone 13 મેડ ઈન ઈન્ડિયા હશે. જ્યારે iPhone 13 Pro સ્માર્ટફોનનું ઉત્પાદન ભારતમાં નહીં થાય. iPhone 13 પહેલા ભારતમાં iPhone 12 અને iPhone 11 સિરીઝનું પ્રોડક્શન થઈ રહ્યું છે.

    આ પણ વાંચો-9 હજારથી પણ ઓછી કિંમત, 5000mAh બેટરી સાથે લોન્ચ થયો Infinix Hot 11 2022 સ્માર્ટફોન

    ઉલ્લેખનિય છે કે, Apple iPhone 13 128GB, 256GB અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત 73,900 રૂપિયાથી શરૂ થાય છે. iPhone 13 1200 નિટ્સ બ્રાઇટનેસ સાથે 6.1-inch OLED રેટિના XDR ડિસ્પ્લે ધરાવે છે. સ્માર્ટફોનનું ડિસ્પ્લે સુપર રેટિના XDR OLED પેનલ સાથે છે. જે આંખોની પણ સુરક્ષા કરે છે. સ્માર્ટફોનમાં A15 બાયોનિક ચિપ છે. ફોટોગ્રાફી અને વિડિયો માટે, આ ફોનમાં LED ફ્લેશ સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં 12 મેગાપિક્સલનો વાઈડ એંગલ કેમેરા સાથે 12 મેગાપિક્સલનો ટ્રુ ડેપ્થ કેમેરા સિસ્ટમ છે. ફોનના આગળના ભાગમાં 12MP સેન્સર ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે ફ્રન્ટ કેમેરા સ્કિન ટોન નેચરલ રાખે છે અને તમને ઓરિજિનલ શોટ્સ આપે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Apple iPhone 13, IPhone 13, Made in india apple

    આગામી સમાચાર