Home /News /tech /

બમ્પર ઓફર! માર્કેટથી 26 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone 13, જાણો કેવી રીતે

બમ્પર ઓફર! માર્કેટથી 26 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone 13, જાણો કેવી રીતે

ફ્લિપકાર્ટ પર લેટેસ્ટ iPhone 13ને જબરદસ્ત ડીલ સાથે ખરીદી શકાય છે. (Image: YouTube/ Unbox Therapy)

Apple iPhone 13 Best Offer: જો તમે iPhone ખરીદવા માંગો છો, તો કહી દઈએ કે ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર લેટેસ્ટ iPhone 13ને જબરદસ્ત ડીલ સાથે ખરીદી શકાય છે. જાણો સંપૂર્ણ ઓફર અને ફોનના સ્પેસિફિકેશન્સ વિશે.

    Apple iPhone 13 Best Offer: Apple iPhone સમગ્ર વિશ્વમાં ખૂબ જ પોપ્યુલર ફોન છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને આઈફોન પસંદ નહીં હોય, પરંતુ તેની કિંમત વધારે હોવાને કારણે દરેક વ્યક્તિ તેને ખરીદી શકતી નથી. જો તમે પણ iPhone ખરીદવા માંગો છો, તો તમારા માટે ખૂબ જ ઉપયોગી ઓફર છે. ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર લેટેસ્ટ iPhone 13ને જબરદસ્ત ડીલ સાથે ખરીદી શકાય છે. જાણો ઓફર વિશે.

    iphone 13 પર ઓફર (iPhone 13 Offer)

    ઓફર વિશે વાત કરીએ તો ફ્લિપકાર્ટ પર iPhone 13ની કિંમત 79,900 રૂપિયા છે, પરંતુ તેને 6 ટકા ડિસ્કાઉન્ટ સાથે 74,900 રૂપિયામાં ખરીદી શકાય છે. અહીં તમારી 5 હજાર રૂપિયાની વધારાની બચત થઈ રહી છે. બેંક ઓફર વિશે વાત કરીએ તો HDFC ક્રેડિટ કાર્ડ અને ડેબિટ EMI દ્વારા પેમેન્ટ પર 5 હજાર રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો Flipkart Axis Bank કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 5 ટકાનું કેશબેક લઈ શકાય છે.

    આ પણ વાંચો: Apple iPhone 14ની પહેલી ઝલક આવી સામે, ખાસ ફીચર્સનો થઈ ગયો ખુલાસો!

    હવે વાત કરીએ એક્સચેન્જ ઓફરની, તો એક્સચેન્જ ઓફર દ્વારા ગ્રાહક 16,000 રૂપિયા સુધીની બચત કરી શકે છે. ધ્યાન રહે કે એક્સચેન્જની ફુલ વેલ્યુ તમારા દ્વારા એક્સચેન્જમાં અપાતા હાલના કે જૂના ફોનની વર્તમાન કન્ડીશન અને મોડેલ પર નિર્ભર કરે છે. આ રીતે તમે 79,900 રૂપિયાની કિંમતના iPhone 13ને 26 હજાર રૂપિયાની બચત સાથે માત્ર 53,900 રૂપિયામાં ખરીદી શકો છો.

    આ પણ વાંચો: 12GB RAM સાથે આવે છે અલ્ટ્રા-પ્રીમિયમ ફોન Realme GT 2 Pro, જાણો કેટલી છે કિંમત

    iPhone 13 Specifications

    iPhone 13માં 6.10 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે જે 1170x2532 પિક્સલ રિઝોલ્યુશન અને 19.5:9 આસ્પેક્ટ રેશિયોને સપોર્ટ કરે છે. iPhone 13 Apple A15 Bionic પ્રોસેસર પર કામ કરે છે. કેમેરાની વાત કરીએ તો iPhone 13ના રિયરમાં f/1.6 અપર્ચર સાથે 12 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા અને f/2.4 અપર્ચર સાથે 12 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા સાથે આવે છે. તેમાં સેલ્ફી માટે f/2.2 અપર્ચર સાથે 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. બેટરી બેકઅપ માટે આ આઈફોન 23W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટવાળી 3240 mAh બેટરી ધરાવે છે. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો આ iPhone iOS 15 પર કામ કરે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Apple iPhone 13, Gujarati tech news, IPhone 13, IPhone 13 Series, Mobile and Technology

    આગામી સમાચાર