iPhone 13 ભારતમાં આજથી એટલે કે 24 સપ્ટેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. એપલ ભારતમાં પ્રથમ વખત ફર્સ્ટ વેવ દેશોના ભાગરૂપે નવા આઇફોન ઉપલબ્ધ કરાવશે. જેમાં iPhone 13, iPhone 13 mini, iPhone 13 Pro અને iPhone 13 Pro Max આ 4 મોડલ ઓનલાઇન અને ઓફલાઇન ઉપલબ્ધ થશે.
જો તમે વિચારી રહ્યા છો કે તમારે નવો આઇફોન 13 ખરીદવો જોઈએ કે કેમ, તો આ લેખ તમને આ અંગે મદદ કરશે. પરંતુ, જો તમારી પાસે સમય ઓછો હોય, તો પછી iPhone 11 અથવા જૂના ડિવાઇસનો ઉપયોગ કરતા કોઈપણ વ્યક્તિ નવી iPhone 13 સિરીઝ પર સ્વિચ કરવાનું વિચારી શકે છે, કારણ કે આ સિરીઝમાં નવી ડિઝાઇન સાથે ઘણી અપડેટ્સ છે.
એપલે ટ્રેડ-ઇન ઓફર્સ પણ રજૂ કરી છે. જો તમારી પાસે જૂનો આઈફોન હોય તો તમે કંપનીના ઓનલાઇન સ્ટોર પર ખૂબ ઓછી કિંમતે આઇફોન-13 મેળવી શકશો.
આઇફોન 13: બેંક કેશબેક, ટ્રેડ-ઈન ઓફર્સ માટે ગાઈડ
એપલ તેના નવા iPhonesને કેટલીક બેસ્ટ કેશબેક ઓફર સાથે લોન્ચ કરે છે અને આ વર્ષે પણ કઈંક એવું જ છે. જો તમે આઇફોન 13 લેવાની યોજના બનાવી રહ્યા છો, તો એપલ રિસેલર્સ અને ઓનલાઈન ચેનલો HDFC બેંક કાર્ડ્સ પર 6000 રૂપિયાનું કેશબેક ઓફર કરી રહી છે, જેમાં EMI ટ્રાન્ઝેક્શનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતમાં ઓફિશિયલ ડિસ્ટ્રીબ્યુટર્સ ઈનગ્રામ માઈક્રો અને રેડિંગ્ટન પણ આ નવા આઈફોન 13 ખરીદવા જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરવા પર ગ્રાહકોને રૂ. 3,000નું એક્સચેન્જ બોનસ ઓફર કરી રહ્યા છે.
દા.ત. જો તમારી પાસે હાલ iPhone XR 64GB છે, તો તમે નવો iPhone 13 રૂ. 55,900 જેટલી ઓછી કિંમતે મેળવી શકો છો. અહીં જાણીએ કે આ ડીલ કેવી રીતે કામ કરે છે, iPhone 13 128GB ભારતમાં 79,900 રૂપિયામાં ઉપલબ્ધ છે અને HDFC બેન્ક કેશબેક ઓફર સાથે તે 73,900 રૂપિયા પર મળે છે. હવે એક્સચેન્જ બોનસ સહિત તે 55,900 રૂપિયા પર ઉપલબ્ધ થાય છે.
iPhone 12 mini - Up to Rs.25,565
iPhone SE (2nd Generation) - Up to Rs.12,155
iPhone 11 - Up to Rs.23,585
iPhone XS Max - Up to Rs.22,020
iPhone XS - Up to Rs.21,680
iPhone XR - Up to Rs.15,685
iPhone X - Up to Rs.16,810
iPhone 8 Plus - Up to Rs.12,790
iPhone 8 - Up to Rs.10,245
iPhone 7 Plus - Up to Rs.10,550
iPhone 7 - Up to Rs.7,865
iPhone 6s Plus - Up to Rs.5,390
iPhone 6s - Up to Rs.4,920
iPhone 6 Plus - Up to Rs.4,805
iPhone 6 - Up to Rs.3,805
iPhone SE (1st Generation) - Up to Rs.2,810
એ જ રીતે જો તમે એક્સચેન્જ ઓફરની મદદથી નવો આઇફોન 13 પ્રો ખરીદવા માંગો છો, તો 119,900 રૂપિયાનો આ ફોન તમને માત્ર રૂ. 96,900માં મળી જશે. HDFC બેંક કેશબેક ઓફર સાથે 5,000 રૂપિયાની કેશબેક ઓફર માટે એપ્લાય કર્યા બાદ iPhone Proની કિંમત ઘટીને 114,900 રૂપિયા થઈ જાય છે. તેમજ iPhone XR 64GB એક્સચેન્જ ઓફર પર તમને 18,000 રૂપિયાનું વધુ ડિસ્કાઉન્ટ મળશે.
તમને જણાવી દઈએ કે, આઇફોન 13 સિરીઝ 24 મહિનાના સમયગાળા માટે નો કોસ્ટ EMI પર ઉપલબ્ધ છે. એટલે કે આઇફોન 13ને દર મહિને રૂ. 3,329ના હપ્તે ખરીદી શકાય છે.
જો તમે કંપનીના ઓનલાઈન સ્ટોર પરથી નવો iPhone ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો પછી તમને સારી ટ્રેડ-ઇન ઓફર મળી શકે છે. પરંતુ તમને કોઈ કેશબેક ઓફર નહીં મળે.
ભારતમાં iPhone 13 મિની 128GB મોડલ 69,900 રૂપિયાથી શરૂ થાય છે અને 512GB મોડલ 99,900માં ઉપલબ્ધ છે. આઇફોન 13નું 128GB મોડેલ 79,900 રૂપિયામાં અને 512GB મોડલ 109,900 રૂપિયામાં મળશે. તો iPhone 13 Proના 128GB મોડલની કિંમત 119,900 રૂપિયા અને 1TB મોડલ 169,900 રૂપિયામાં મળશે. IPhone 13 Pro Max 128GB મોડલ 129,900 રૂપિયાથી શરૂ થાય છે અને 1TB મોડલ માટે 179,900 રૂપિયા ચૂકવવા પડશે.
જોકે,આઇફોન 13 પ્રો અને આઇફોન 13 પ્રો મેક્સ ઓનલાઇન શિપમેન્ટમાં 4 અઠવાડિયા સુધીનો વિલંબ થયો છે. એટલે કે જો તમે નવા પ્રો મોડેલ ખરીદવા ઇચ્છતા હોવ, તો તમારે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહ સુધી રાહ જોવી પડી શકે છે.