Home /News /tech /Apple ફેન્સ માટે ગુડ ન્યુઝ, iPhone 13 પર મળી રહી છે અત્યારસુધીની સૌથી મોટી ઓફર!
Apple ફેન્સ માટે ગુડ ન્યુઝ, iPhone 13 પર મળી રહી છે અત્યારસુધીની સૌથી મોટી ઓફર!
Apple iPhone 13 પર મળી રહી છે જોરદાર ઓફર
Apple iPhone 13 Best Deal: જો તમે આઇફોન ખરીદવા માટે કોઇ બેસ્ટ ડીલ (Apple iPhone 13 Best Offer)ની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે ગુડ ન્યુઝ છે. તમે iPhone 13 પર મેક્સિમમ એક્સચેન્જ પ્રાઇસ અપ્લાય કરીને આ ફોન 16,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મેળવી શકો છો.
Apple iPhone 13 Best Deal: સ્માર્ટફોનમાં મોસ્ટ પોપ્યુલર બ્રાન્ડ એપલ આઇફોન (Apple iPhone) કોઇ ખરીદી શકે કે ન શકે, પરંતુ પસંદ સૌને હોય છે. કેટલીક વખત બજેટની સમસ્યાને લીધે આપણે આઇફોન ખરીદી નથી શકતા, અને તેને ખરીદવા માટે કોઇ સેલ કે ઓફરની રાહ જોઇએ છીએ. જો તમે પણ આઇફોન ખરીદવા માટે કોઇ બેસ્ટ ડીલ (Apple iPhone 13 Best Offer)ની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે ગુડ ન્યુઝ છે. આવું એટલા માટે કારણ કે, Apple iPhone13 ફ્લિપકાર્ટ પર 74,850 રૂપિયામાં ઉપલબ્ધ થયો છે, જે તેની ઓરિજનલ કિંમત 79,900 રૂપિયાથી 6% ઓછી છે.
મળશે 16,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ!
iPhone 13ના 128GB વેરિઅન્ટને અહીંથી 53,850 રૂપિયામાં ખરીદી શકાય છે. તમને આ ઓફર એક્સચેન્જ ઓફર દ્વારા મળશે. જો તમે iPhone 13 પર મેક્સિમમ એક્સચેન્જ પ્રાઇસ અપ્લાય કરો છો, તો તમને આ ફોન ફ્લિપકાર્ટ પર 16,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મળી જશે.
જો કે, એક્સચેન્જ ઓફરની કિંમત તમારા જૂના ફોન પર નિર્ભર કરે છે, કે તે કેટલી સારી કન્ડિશનમાં છે. તમે આ ઓફર માટે કોઇપણ બ્રાન્ડનો ફોન એક્સચેન્જ કરી શકો છો.
Apple iPhone 13, જેની અસલી કિંમત ફ્લિપકાર્ટ પર 74,850 રૂપિયા છે, તેના પર જૂના ફોનને બદલીને 16,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, ત્યારબાદ તેની કિંમત 58,850 રૂપિયા થઇ જશે. આ ઉપરાંત, HDFC બેંક કાર્ડ યુઝર્સ iPhone 13 પર 5,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
આ પછી, Apple iPhone 13ની કિંમત ઘટીને 53,850 રૂપિયા થઈ જાય છે, પરંતુ ધ્યાનમાં રાખો કે આ ઘણી હદ સુધી એક્સચેન્જ કરવામાં આવેલા ફોન પર આધારિત હોય છે.
ખાસ છે iPhone 13ના ફીચર્સ
iPhone 13માં નોચ સાથે 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ હાજર છે. કેમેરાની વાત કરીએ, તો તેના બંને કેમેરા 12-12 મેગાપિક્સલના છે. તો ફોનના ફ્રન્ટમાં પણ 12 મેગાપિક્સલનો કેમેરા છે. Apple એ iPhone 13 માં તેનો A15 Bionic ચિપસેટ આપ્યો છે. આ Apple iPhone આઇઓએસ 15 પર કામ કરે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર