Home /News /tech /

પૂરું થશે iPhone ખરીદવાનું સપનું! માત્ર 20 હજાર રૂપિયામાં મળી રહ્યો છે આ iPhone, જાણો ઓફર વિશે

પૂરું થશે iPhone ખરીદવાનું સપનું! માત્ર 20 હજાર રૂપિયામાં મળી રહ્યો છે આ iPhone, જાણો ઓફર વિશે

iPhone 12 Mini પર આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે.

Apple iPhone 12 Mini Offers: જો તમે એપલ આઇફોન (Apple iPhone) ખરીદવા ઇચ્છો છો તો તમારા માટે ગુડ ન્યુઝ છે કે કંપનીના પોપ્યુલર ડિવાઇસ iPhone 12 Mini પર ભારે છૂટ મળી રહી છે. આ ઓફર હેઠળ તમે 60 હજારવાળો ફોન માત્ર 20 હજાર રૂપિયામાં ખરીદી શકો છો.

વધુ જુઓ ...
    Apple iPhone 12 Mini Discount Offer: ટેક દુનિયાની લોકપ્રિય કંપની એપલ (Apple)ના ડિવાઇસીઝ ખરીદવાનું સપનું દરેક વ્યક્તિ જુએ છે પરંતુ, મોંઘા હોવાને કારણે ઘણી વખત આપણે એ સપનું વાસ્તવિકતામાં બદલી નથી શકતા. જો તમે પણ એપલ આઇફોન (Apple iPhone) ખરીદવા ઇચ્છો છો તો તમારા માટે ગુડ ન્યુઝ છે કે કંપનીના પોપ્યુલર ડિવાઇસ આઇફોન 12 મિની (iPhone 12 Mini) પર ભારે છૂટ મળી રહી છે. આ ઓફર હેઠળ તમે 60 હજારવાળો ફોન માત્ર 20 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. જાણો આ ઓફરનો ફાયદો કઈ રીતે ઉઠાવવો.

    iPhone 12 Mini પર ડિસ્કાઉન્ટ

    જો તમે iPhone 12 Mini ખરીદવા ઇચ્છતા હો તો તમને જણાવી દઇએ કે આ ડિવાઇસ પર આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે. આ ઓફર ઈ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ (Flipkart) પર અવેલેબલ છે. આ ફોનના 64GB મોડલને બજારમાં 59,900 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ફ્લિપકાર્ટ પર તે 9,901 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે માત્ર 49,999 રૂપિયાની કિંમતમાં લિસ્ટેડ છે.

    આ પણ વાંચો: જલ્દી ખતમ થઈ જાય છે લેપટોપની બેટરી? અપનાવો આ સરળ ટ્રિક્સ

    માત્ર 20 હજાર રૂપિયામાં ખરીદો    

    iPhone 12 Miniની વાત કરીએ તો તમે તેને ખરીદવા માટે પોતાના જૂના ફોનને એક્સચેન્જ ઓફરમાં આપો છો તો તમને 30,000 રૂપિયા સુધીની છૂટ મળી જશે. ત્યારબાદ તમે આ ફોનને 20,000 રૂપિયાની કિંમતમાં ખરીદી શકો છો. જણાવી દઇએ કે એક્સચેન્જ ઓફરમાં મળતી વેલ્યુ તમારા ફોનના મોડલ નંબર અને કન્ડિશન પર નિર્ભર કરે છે.

    ઉઠાવો બેંક ઓફરના લાભ (Bank Offer on iPhone 12 Mini)

    iPhone 12 Mini ખરીદવા માટે તમે જો RBL બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

    આ પણ વાંચો: Ambassador 2.0: નવા અંદાજમાં ધૂમ મચાવવા તૈયાર દેશની શાહી કાર

    iPhone 12 Mini ની ખાસિયત (iPhone 12 Mini Specificactions)

    iPhone 12 Miniમાં 5.4 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે અને તે Appleના A14 બાયોનિક ચિપસેટ પર કામ કરે છે. આ ફોન ત્રણ સ્ટોરેજ મોડલમાં ઉપલબ્ધ છે. તેમાં 64 GB, 128 GB અને 256 GB સ્ટોરેજ સામેલ છે. ફોટોગ્રાફી માટે 12 MPનો ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી માટે 12 MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Apple iPhone, Apple iPhone 12, Gujarati tech news, Mobile and Technology

    આગામી સમાચાર