મુંબઈ: ફ્લિપકાર્ટ પર બિગ સેવિંગ ડેઝ સેલ (Flipkart Big Saving Days) ચાલી રહ્યો છે. આ સેલની અંતિમ તારીખ 21 ડિસેમ્બર છે. આ સેલમાં ગ્રાહકોને એકથી એક હટકે સ્માર્ટફોન (Smartphones) પર ઑફર મળી રહી છે. પરંતુ જો અનેક લોકોની પસંદગીના સ્માર્ટફોન એપલ આઈફોન 12 (iPhone 12)ની વાત કરીએ તો આ ફોન પર ખૂબ જ સારી ઑફર મળી રહી છે. આ સેલમાં તમે iPhone 12ને ખૂબ ઓછી કિંમતે ખરીદી શકો છો. સેલમાં આ ફોનને 54,199 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જો બેંક ઑફરનો લાભ ઉઠાવો તો આ ફોન 53,199 રૂપિયામાં ખરીદી શકો છો.
એટલું જ નહીં, ગ્રાહકોનો ફોનની ખરીદીની સાથે એક વર્ષ માટે Disney+ Hotstar મોબાઇલનો લાભ આપવામાં આવશે. આ ઉપરાંત એક્સચેન્જ ઑફર (Exchange old phones) હેઠળ પણ તમે તમારો જૂન ફોન આપીને સારી એવી ડીલ મેળવી શકો છો. આવું કરીને તમે વધુ ઓછી કિંમતે એપલનો સ્માર્ટફોન મેળવી શકો છો. તો આઈફોન 12ની ખાસિયત વિશે જાણીએ.
આઈફોન 12ના ફીચર્સ
એપલ iPhone 12માં 6.1-ઇંચની HD સુપર રેટિના XDR ડિસ્પ્લે છે. આ આઇફોનમાં લેટેસ્ટ A14 બાયોનિક ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનમાં મેગસેફ ચાર્જિંગ સપોર્ટેડ છે. કેમેરા તરીકે એપલ iPhone 12માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેના રિયર કેમેરો 12 મેગાપિક્સલનો છે, જે અલ્ટ્રા વાઇડ એંગલને સપોર્ટ કરે છે.
આ સિવાય 12 મેગાપિક્સલનો વાઇડ એંગલ કેમેરો આપવામાં આવ્યો છે. એપલ iPhone 12માં સેલ્ફી માટે 12 મેગાપિક્સલનો કેમેરો છે. ફોન iOS 14 આઉટ ઓફ ધ બોક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આઇફોન 12 સ્માર્ટફોન ઘણા રંગ વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યો છે.
આઈફોન 13માં 12MPનો વાઈડ અને 12MPનો અલ્ટ્રા વાઈડ કેમેરો આપવામાં આવે છે. આ ફોનમાં ખાસ સેન્સરના કારણે કેમેરો લો લાઈટમાં પણ સારી તસવીરો લેવા માટે સક્ષમ છે. 12 પ્રો અને 12 પ્રો મેક્સ કરતા આઈફોન 13માં ટેલીફોટો લેન્સ, અલ્ટ્રા વાઈડ લેન્સ, વાઈડ લેન્સ જેવા 6× ઓપ્ટિકલ જુમ જેવા ઘણા ફીચર્સ છે. આ પદ્ધતિથી ફોટા કે વીડિયો વધુ સારા દેખાય છે. આ સાથે તેમાં મળતું વાઈડ કેમેરા સેન્સર એપલનું અત્યારસુધીનું સૌથી વાઈડ સેન્સર ગણવામાં આવે છે. આઈફોન 12 કરતા આઈફોન 13માં Dolby Vision HDR Cinematic Mode મળવા લાગ્યો છે. જે વીડિયો કે કન્ટેન્ટ ક્રિએટર માટે લાભદાયક છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર