Home /News /tech /

લો કરો વાત, એપલનો લોગો ખોટી જગ્યાએ હોવા છતાં iPhone બે લાખમાં વેચાઈ ગયો!

લો કરો વાત, એપલનો લોગો ખોટી જગ્યાએ હોવા છતાં iPhone બે લાખમાં વેચાઈ ગયો!

તસવીર: @ArchiveInternal

સામાન્ય રીતે એપલના આઈફોનની ગુણવત્તાના વખાણ થાય છે. આઈફોન ક્વોલિટી ચેક પ્રોસેસમાંથી પસાર થઈને જ આવે છે. કોઈ ખામી રહી ન જાય તે માટે ખાસ ટીમ કાર્યરત રહે છે.

નવી દિલ્હી: મોટાભાગના લોકો આઈફોન (iPhone)ને સ્ટેટસ સિમ્બોલ ગણે છે. એપલના લોગો (Apple logo) આઈફોનને વધુ કિંમતી બનાવે છે. પરંતુ ફોન પર લોગો જ ખરાબ છપાયો હોય તો? આવા ફોનની કિંમત કેટલી રહે? પ્રથમ દ્રષ્ટિએ તો કિંમત ઘટી જાય એવું લાગે, પરંતુ એવું જરાય નથી. એપલનો લોગો વ્યવસ્થિત મૂકાયો ન હોય તેવો ફોન તાજેતરમાં રૂ. 2 લાખથી વધુની કિંમતે વેચાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

સામાન્ય રીતે એપલના આઈફોનની ગુણવત્તાના વખાણ થાય છે. આઈફોન ક્વોલિટી ચેક પ્રોસેસમાંથી પસાર થઈને જ આવે છે. કોઈ ખામી રહી ન જાય તે માટે ખાસ ટીમ કાર્યરત રહે છે. આવી સ્થિતિમાં ભાગ્યે જ બને તેવી ભૂલ સામે આવી છે. આઈફોન 11 પ્રોનો એક હેન્ડસેટ ક્વોલિટી ચેકમાંથી પસાર થયા વગર જ ગ્રાહક સુધી પહોંચી ગયો હતો. આ ડિફેક્ટેડ પીસ 2,700 ડૉલર એટલે કે અંદાજે રૂ. 2 લાખમાં વેચાઈ ગયો હતો.

આ પણ વાંચો: આઘાતજનક કિસ્સો: પરિણીતા ફાંસીએ લટકી રહી હતી અને સાસરિયાના લોકો વીડિયો ઉતારતા હતા!

Internal Archive તરફથી કરવામાં આવેલા ટ્વિટ મુજબ આઈફોન પર લોગો મિસપ્લેસ થઈ ગયો હતો. સામાન્ય રીતે આઈફોન પાછળ લોગો બેક કવરની સેન્ટરલમાં હોય છે. પણ આ હેન્ડસેટમાં લોગો વધુ પડતો જમણી બાજુએ હતો. આ ડિફેક્ટને તમે નરી આંખે જોઈ શકો છો.

આ પણ વાંચો: રાજકોટનો પ્રેરણાદાયી કિસ્સો: સમાચારને પ્રાધાન્ય આપવાના બદલે મીડિયાકર્મીએ કોરોના દર્દીની કરી મદદ

જો આ ફોટા સાચા હોય તો તેને મેન્યુફેક્ચરિંગ એરર કહી શકાય. સામાન્ય રીતે આવી ભૂલ સરળતાથી પકડાઈ જાય છે. પરંતુ આ કેસમાં વાત અલગ છે. આઈફોનમાં આવું જોવા ભાગ્યે જ બનતું હોય છે.

અલબત એવું પણ નથી કે આવું પ્રથમ વખત બન્યું હોય. 2015માં પણ આવી ડિફેક્ટ જોવા મળી હતી. 9to5Mac.comના મત મુજબ 2015માં આઇપેડ પ્રોમાં અલગ પ્રકારનો કલર જોવા મળ્યો હતો. ગોલ્ડ કલરનું ટચ આઈડી અને સિલ્વર બેક હતું. જે જૂજ કોમ્બિનેશન ગણાય છે.

આ પણ વાંચો: અમદાવાદ: 'અહીં કેમ ઉભા છો? જતા રહો નહીં તો સારું નહીં થાય,' યુવકે પોલીસને ગાળો ભાંડી

આઈફોનના ચાહકો માટે આઈફોન 13 સિરીઝ સપ્ટેમ્બરમાં લૉંચ થવા જઈ રહી છે. આઈફોનના નવા મોડલ લૉંચ થવાને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. એપલ એનાલિસિસ્ટ મિંગ ચી કુઓને આપેલી વિગતો મુજબ આગામી આઈફોનમાં કેમેરા પર વધુ ધ્યાન દેવાશે. મેકરુમર્સના મત મુજબ આ વર્ષે આઈફોન મોડેલમાં આઈફોન 12 જેવો જ વાઈડ એન્ગલ લેન્સ રહેશે.

અગાઉના રિપોર્ટસ મુજબ આઈફોન 13માં ઓલવેઝ ઓન ડિસ્પ્લે, સેન્સર સ્વીફ્ટ ઈમેજ સ્ટેબલાઈઝેશન, ઓટોફોક્સ કેમેરા જોવા મળશે. આ ઉપરાંત આઈફોન 13 પ્રૉ અને આઈફોન13 પ્રૉ મેક્સ પણ ગ્રાહકોને મળશે.
First published:

Tags: Apple, IPhone, Sale, US, મોબાઇલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन