Home /News /tech /એપલે શાનદાર અને પાવરફૂલ iphone 11 લોન્ચ કર્યો, જાણો કિંમત

એપલે શાનદાર અને પાવરફૂલ iphone 11 લોન્ચ કર્યો, જાણો કિંમત

એપલે શાનદાર અને પાવરફૂલ iphone 11 લોન્ચ કર્યો , જાણો કિંમત

iPhone 11 છ નવા કલરમાં લોન્ચ કરવામાં આવ્યો

અમેરિકાની સ્માર્ટફોન કંપની એપલની સૌથી મોટી ઇવેન્ટ કેલિફોર્નિયામાં યોજાઈ રહી છે. કંપનીએ આ ઇવેન્ટનું એપલ સ્પેશ્યલ ઇવેન્ટ નામ આપ્યું છે. ઇવેન્ટમાં iPhone 11 છ નવા કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં 6.1 ઇંચલિક્વિડ રેટિના ડિસ્પલે, ડ્યુઅલ કેમેરો (12mp અલ્ટ્રા વાઇડ કેમેરા અને 12mp વાઇડ કેમેરા) આપવામાં આવ્યો છે. નવા iphone 11માં iPhone xr કરતા એક કલાક વધારે બેટરી રહેશે. iphone 11ની કિંમત 699 ડોલર રાખવામાં આવી છે.

એપલે ગેમિંગ સર્વિસ એપલ આર્કેડ લોન્ચ કરી છે. તેમાં અલગ અલગ હાઇ ક્વોલિટી ગેમની મજા માણી શકાય છે. કંપનીએ તેનું ભાડુ 4.99 ડોલર પ્રતિ મહિનો રાખ્યું છે. પહેલો મહિનો યુઝરને ફ્રી ટ્રાયલ આપવામાં આવશે. ટીમ કૂકે એપલ ટીવી પ્લસની જાહેરાત પણ કરી હતી. આ સર્વિસમાં ટીવી કન્ટેન્ટ યુઝર્સને મળશે.

એપલે એપલ ટીવી પ્લસ સર્વિસ લોન્ચ કરી છે. 1 નવેમ્બરથી 100 દેશમાં આ સેવા મળશે. તેનું માસિક ભાડુ 4.99 ડોલર છે. ટીમ કૂકે જણાવ્યું કે જો તમે અત્યારે આઇફોન કે આઇપેડ ખરીદશો તો એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન ફ્રી મળશે. એપલ પ્લસની એપ્લિકેશન તમારી સ્ક્રીન પર હશે જેમાંથી તમે આ કન્ટેન્ટ એક્સેસ કરી શકશો.
First published:

Tags: Apple, Iphone 11