Apple iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Maxની ભારતમાં હશે આ કિંમત

iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Maxનું વેચાણ ભારતના બજારોમાં 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે

News18 Gujarati
Updated: September 11, 2019, 8:11 AM IST
Apple iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Maxની ભારતમાં હશે આ કિંમત
iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Maxનું વેચાણ ભારતના બજારોમાં 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે
News18 Gujarati
Updated: September 11, 2019, 8:11 AM IST
કેલિફોર્નિયા : એપ્પલે 10 સપ્ટેમ્બરે એક વિશેષ કાર્યક્રમ આયોજિત કરીને પોતાના 3 નવા ફોન iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Max લોન્ચ કરી દીધા. એપલ (Apple)એ સૈન જોસ સ્થિત પોતાની મુખ્ય ઓફિસના સ્ટીવ જોબ્સ થિયેટરમાં લોન્ચિંગનો આ કાર્યક્રમ આયોજીત કર્યો. આ લોન્ચ ઇવેન્ટમાં એપલે અનેક પ્રોડક્ટસ પણ લોન્ચ કરી. એપલે પોતાના નવા Phonesની કિંમત અને તેના ફીચર્સનો પણ ખુલાસો કર્યો.

Apple iPhone 11 Pro અને iPhone 11 Pro Maxમાં છે OLED ડિસ્પ્લે

આ સ્માર્ટફોન્સમાં લેટેસ્ટ પ્રોસેસર, ઉત્તમ વોટર રેસિસ્ટન્ટ, દમદાર બેટરી અને પહેલાની તુલનામાં ઉત્તમ ક્ષમતાનો કેમેરા છે. Apple iPhone 11, 6.1 ઇંચની એલસીડી ડિસ્પ્લે સાથે આવે છે. Apple iPhone 11 Pro અને iPhone 11 Pro Max ક્રમશ: 5.8 ઇંચ અને 6.5 ઇંચ OLED ડિસ્પ્લે જેવી ફીચર્સથી સજ્જ છે. સ્માર્ટફોન A13 બાયોનિક ચિપસેટ અને iOS 13 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.

iPhone 11 Pro અને iPhone 11 Pro Maxમાં છે ટ્રિપલ રિયર કેમેરા

Apple iPhone 11 ડ્યુઅલ રિયર કેમેરાની સાથે આવે છે જ્યારે iPhone 11 Pro અને iPhone 11 Pro Max ટ્રિપલ રિયર કેમેરાની સાથે આવે છે. Appleએ પ્રોફેશનલ-લેવલના વીડિયો શૂટિંગ માટે એક સમર્પિત નાઇટ મોડ અને નવા મોડ પણ જોડ્યા છે.

આ પણ વાંચો, Whatsappની 5 Trick, જેને શીખી બની જશો Expert
Loading...

iPhone 11 સીરીઝની ભારતમાં કિંમત

iPhone 11 64GB, 128GB અને 256GB મોડલ પર્પલ, ગ્રીન, કાળા, સફેદ અને લાલ રંગમાં બજારમાં મળશે જેની કિંમત 64,900 રૂપિયાથી શરૂ થશે. એપલે અગાઉના iPhone XRને 76,900 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કર્યો હતો.

આટલી હશે iPhone 11 Pro અને iPhone 11 Pro Maxની કિંમત

Appleના iPhone 11 Pro અને iPhone 11 Pro Max 64GB, 256GB અને 512GB મોડલ મિડનાઇટ ગ્રીન, સ્પેસ ગ્રે, સિલ્વર અને ગોલ્ડ કલરમાં મળશે. iPhone 11 Pro અને iPhone 11 Pro Maxની કિંમત ક્રમશ: 99,900 રૂપિયા અને 109,900 રૂપિયાથી શરૂ થશે.

ગયા વર્ષે એપલે આ જ કિંમત પર iPhone XS અને iPhone XS Max કર્યા હતા લોન્ચ

એપલે ગયા વર્ષે લગભગ આ જ કિંમત પર iPhone XS અને iPhone XS Max લોન્ચ કર્યા હતા. Apple iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Maxનું વેચાણ ભારતના બજારોમાં 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે.

iPhone 11ના આ છે ખાસ ફીચર્સ

-6.1" Liquid Retina Display
-6 નવા કલર
-Special Audio with Dolby Atmos
-12MP ડ્યુઅલ કેમેરા (Primary f1.8 OIS, Ultrawide f2.4 (120°)
-12MP સેલ્ફી કેમેરા
-4K 60FPS (All cameras)
- નાઇટ મોડ
- ક્વિક ટેક
-A13 Bionic (ચિપસેટ)
-IP68
-Faster Face ID

આ પણ વાંચો, Vodafoneએ લૉન્ચ કર્યો 59 રુપિયાનો નવો પ્લાન, દરરોજ મળશે 1GB ડેટા
First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...