Home /News /tech /Apple iPad Air 2022 લૉન્ચ: કિંમતથી લઈને સ્પેસિફિકેશન સુધી, જાણો સંપૂર્ણ માહિતી

Apple iPad Air 2022 લૉન્ચ: કિંમતથી લઈને સ્પેસિફિકેશન સુધી, જાણો સંપૂર્ણ માહિતી

નવા આઈપેડ (iPad Air 2022 camera)માં 12-મેગાપિક્સલનો વાઈડ એંગલ રિયર કેમેરા છે

Apple iPad Air 2022: Appleએ iPad Air (2022) પર 12-મેગાપિક્સલનો વાઈડ રિયર કેમેરા આપ્યો છે. આ અગાઉના મોડલમાં પણ હતો. ડિસ્પ્લે સાથે એન્ટી રિફ્લેક્ટિંગ કોટિંગ અને ટચ આઈડી સપોર્ટ આપવામાં આવ્યો છે.

    Apple iPad Air 2022: Appleએ iPad Air (2022)ને iPhone SE (2022) સાથે વર્ચ્યુઅલ Apple ઇવેન્ટમાં લૉન્ચ કર્યું છે. iPad Air (2022)માં કંપનીનો M1 ચિપસેટ આપવામાં આવ્યો છે. નવા iPad Air (2022)માં વધુ સારો ફ્રન્ટ કેમેરા છે અને તે બ્લુ, સ્પેસ ગ્રે, સ્ટારલાઈટ, પિંક અને પર્પલ કલરમાં ઉપલબ્ધ થશે. તેને 11 માર્ચથી ભારતમાં ખરીદી શકાશે.

    Appleએ iPad Air (2022) પર 12-મેગાપિક્સલનો વાઈડ રિયર કેમેરા આપ્યો છે. આ અગાઉના મોડલમાં પણ હતો. ડિસ્પ્લે સાથે એન્ટી રિફ્લેક્ટિંગ કોટિંગ અને ટચ આઈડી સપોર્ટ આપવામાં આવ્યો છે. ફાસ્ટ ચાર્જિંગ ફીચર સાથે આવનારી બેટરી અંગે કંપનીનો દાવો છે કે તે 10 કલાકનો વીડિયો પ્લેબેક બેકઅપ આપશે.

    iPad Air (2022)નો Wi-Fi સાથે 64 GBવાળો વેરિયન્ટ (iPad Air (2022) Variant) 54,900 રૂપિયામાં મળશે. Wi-Fi + સેલ્યુલર સાથેના 64 GB મોડલની કિંમત 68,900 રૂપિયા રાખવામાં આવી છે. આઈપેડ એરને 256 જીબી Wi-Fi અને Wi-Fi + સેલ્યુલર મોડલ બંનેમાં રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ કંપનીએ હજુ તેની કિંમત જાહેર કરી નથી. iPad Air (2022) બ્લુ, સ્પેસ ગ્રે, સ્ટારલાઇટ, પિંક અને પર્પલ કલર (iPad Air 2022 colour option)માં ઉપલબ્ધ હશે.

    આ પણ વાંચો: ફીચર ફોનથી પણ થઈ જશે UPI પેમેન્ટ, રિઝર્વ બેન્કે લોન્ચ કરી સુવિધા

    iPad Air (2022) Specifications

    iPad Air (2022)માં iPadOS 15 મળશે. તેમાં 10.9-ઇંચની LED બેકલાઇટ લિક્વિડ રેટિના ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2360×1640 પિક્સલ છે. ડિસ્પ્લે સાથે એન્ટી રિફલેક્ટિંગ કોટિંગ અને ટચ આઈડી સપોર્ટ છે. iPad Air (2022) સાથે M1 પ્રોસેસર, 8 GB સુધીની રેમ અને 256 GB સુધી સ્ટોરેજ મેળવશે. આઈપેડ એર (2022)માં કંપનીનો M1 ચિપસેટ આપવામાં આવ્યો છે. M1 ચિપ વિશે એવો દાવો કરવામાં આવ્યો છે કે તે અગાઉના iPad Air કરતાં 60 ટકા ઝડપી CPU પરફોર્મન્સ અને બે ગણું ઝડપી ગ્રાફિક્સ પર્ફોર્મન્સ આપશે.

    નવા આઈપેડ (iPad Air 2022 camera)માં 12-મેગાપિક્સલનો વાઈડ એંગલ રિયર કેમેરા છે, જેનું અપર્ચર f/1.8 છે. ઓટોફોકસ, પેનોરમા, સ્માર્ટ HDR 3, ફોટો જિઓટેગીંગ, ઓટો ઈમેજ સ્ટેબિલાઈઝેશન ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. ફ્રન્ટમાં પણ 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: Redmi Note 11 Pro બની શકે છે તમારી પરફેક્ટ ચોઈસ, લોન્ચ પહેલા જાણી લો Price અને Features

    પાવરફુલ બેટરી (iPad Air 2022 Battery)

    iPad Air (2022) સાથે 256GB સુધીના સ્ટોરેજ સાથે કનેક્ટિવિટી માટે 5G (વૈકલ્પિક), Wi-Fi 6, Bluetooth v5, GPS/A-GPS (ફક્ત સેલ્યુલર વર્ઝનમાં) અને USB Type-C પોર્ટ છે. આ સાથે એપલ પેન્સિલ (2)નો સપોર્ટ છે. નવા iPadમાં 28.6Whની બેટરી છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Apple, Gadgets News, Gujarati tech news, Mobile and Technology

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन