Home /News /tech /iPhone Face ID: માસ્ક પહેરીને પણ અનલોક થઈ શકશે આઈફોન, આ રીતે કામ કરશે ફીચર

iPhone Face ID: માસ્ક પહેરીને પણ અનલોક થઈ શકશે આઈફોન, આ રીતે કામ કરશે ફીચર

આઈફોન (પ્રતીકાત્મક તસવીર)

iPhone Face ID: અગાઉ એપલે ફેસ આઇડીને માસ્ક પહેરેલા ચહેરા સાથે સુસંગત બનાવ્યું હતું. પરંતુ મર્યાદા એ હતી કે એપલ વોચને ઓથેન્ટિકેટ અને કનેક્ટ કરવાની જરૂર હતી, જેથી આંશિક રીતે ફેસ મેચ શક્ય બની શકે.

મુંબઈ. iPhone Face ID: કોરોના મહામારી (Covid-19)ની શરૂઆતથી જ માસ્કથી સૌથી વધુ પરેશાન ચશ્મા પહેરનારાઓ અને આઈફોન યૂઝર્સ (iPhone Users) થઇ રહ્યા છે. માસ્ક પહેરવાના કારણે આઇફોન યૂઝર્સ પોતાના ફોનને અનલોક નથી કરી શકતા, પરંતુ એપલે હવે આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. આઇફોન યૂઝર્સ હવે માસ્ક (Mask) પહેર્યા બાદ પણ પોતાના આઇફોનને ફેસ આઇડી (iPhone Face ID)થી અનલોક કરી શકશે. આ માટે એપલે iOS 15.4નું બીટા વર્ઝન (Beta Version) રજૂ કર્યું છે. એપલે કહ્યું છે કે આઇઓએસ (iOS) 15.4 ના બીટા વર્ઝનના યૂઝર્સ હવે માસ્કથી પણ તેમના આઇફોનને અનલોક કરી શકશે. જો કે, એવું લાગે છે કે માસ્ક ફીચરવાળા (Mask Feature in iPhone) ફેસ આઇડી માટે આઇફોન 12 અથવા આઇફોન 13 મોડેલની જરૂર પડે છે, કારણ કે હાલ આઇફોન 11 ધરાવતા યૂઝર્સ માટે આ સુવિધા ઉપલબ્ધ નથી.

અગાઉ એપલે ફેસ આઇડીને માસ્ક પહેરેલા ચહેરા સાથે સુસંગત બનાવ્યું હતું. પરંતુ મર્યાદા એ હતી કે એપલ વોચને ઓથેન્ટિકેટ અને કનેક્ટ કરવાની જરૂર હતી, જેથી આંશિક રીતે ફેસ મેચ શક્ય બની શકે.

કઇ રીતે કામ કરશે નવું ફીચર

લેટેસ્ટ iOS 15.4 બીટા પર તાજેતરમાં જ આવેલા નવા ફીચર્સમાંનું એક આંશિક ફેસ આઇડીનો ઉપયોગ કરી શકાય છે. જે માસ્ક પહેરતી વખતે ઉપયોગી થશે. જોકે, હવે તમારે એપલ વોચ કનેક્ટેડ રાખવાની જરૂર નથી. માસ્ક સાથે પણ ફેસ આઇડીનો ઉપયોગ એપલ પે, એપ સ્ટોર ડાઉનલોડ્સ અને થર્ડ પાર્ટી એપ્સ માટે કરી શકાય છે.

તમે માસ્ક સાથે અથવા વગર ફેસ આઇડી સેટ કરી શકો છો અને જો તમે માસ્ક-ઓન સેટઅપ પસંદ કરો છો, તો તમારે સેટઅપ દરમિયાન માસ્ક પહેરવાની જરૂર નથી.

ઓછા બાયોમેટ્રિક ડેટાની આવશ્યકતા

એપલના જણાવ્યા અનુસાર, માસ્કવાળા ફેસ આઇડીમાં ફુલ-ફેસ આઇડી કરતા ઓછા બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી એવું પણ બની શકે છે જ્યારે યૂઝર્સનો આખો ચહેરો ઓળખી ન શકાય. આવા કિસ્સામાં યૂઝર્સને તેમનો પાસવર્ડ એન્ટર કરવો પડી શકે છે.

આ પણ વાંચો: iPhone 14: ફિજિકલ SIM કાર્ડ વગર લોંચ થશે Apple iPhone 14, જાણો શું છે e-SIM ટેક્નિક

અનલોક માટે આંખ પર આપશે ધ્યાન

ફેસ આઇડી ફીચર માસ્ક માટે નવા ડિઝાઇન કરેલા અલ્ગોરિધમનો ઉપયોગ કરશે. જે ફોનને અનલોક કરવા માટે આંખ પર વધુ ધ્યાન આપશે, કારણ કે નાક અને મોં માસ્ક દ્વાર કવર થયેલા હોય છે. આ ફીચર સાથે દરેક રજિસ્ટર્ડ લૂક સાથે ફેસ આઇડી ચાર જોડી ચશ્માને સપોર્ટ મળશે.

આ પણ વાંચો: iPhone offer: ક્યારેય નહીં જોઈ હોય આવી ઑફર, ખૂબ રસ્તી કિંમતે મળી રહ્યા છે એપલના નવા iPhones

હાલમાં, ફેસ આઇડી તમારા ચહેરાના આકારને યોગ્ય રીતે ટ્રેસ કરવા માટે આધુનિક ટેકનોલોજી સાથેની ટ્રુડેપ્થ કેમેરા સિસ્ટમનો ઉપયોગ કરે છે. ફેસ આઇડી હેડગિયર, સ્કાર્ફ, ચશ્મા, કોન્ટેક્ટ લેન્સ અને ગોગલ્સની સાથે પણ સુસંગત છે. તેનો ઉપયોગ ઘરની અંદર, બહાર અને અંધકારમાં પણ થઈ શકે છે.
First published:

Tags: Apple, Gadget, IPhone, ટેકનોલોજી, સ્માર્ટફોન